Monday, December 26, 2011

 ધોરણ - 10 તથા 12 - એપ્રિલ 2012 પરીક્ષા કાર્યક્રમ

ધોરણ - 11 દ્વિતીય સેમેસ્ટર પરીક્ષા - એપ્રિલ 2012 કાર્યક્રમ

 શિક્ષણ વિભાગ - અધિકારીઓશ્રીની બદલી પ્રેસનોટ

શીટમાં કંડિશન ભૂલથી બદલાઈ ન જાય તે માટે શીટ પાસવર્ડ પ્રોટેક્ટ કરેલ છે. આપશ્રી આપની જરૂરિયાત મુજબ સુધારો કરવા ઈચ્છતા હોય તો પાસવર્ડ 283115  છે. ગાંધીનગર જિલ્લાને ધ્યાનમાં રાખી ડિસેમ્બર 2011 સુધી એરિયર્સ ગણેલ છે. અન્ય જિલ્લા માટે કદાચ જૂન 2011 સુધી હોયતો અન્ય વધારાની રો(હરોળ) ડિલીટ કરવી.

રિયર્સ ગણતરી ( Due to Pay band effect ) April 2010 to Dec 2011    (  જુલાઈ 2011 - સુધારાવાળી શીટ )d

Sunday, December 25, 2011

આદર્શ કન્યા વિદ્યાલય - ભાન્ડુ ના શિક્ષક શ્રી સતનામ પટેલે ધોરણ 8 થી 12 માં ઉપયોગમાં લઈ શકાય તેવા માસિક હાજરી પત્રક બનાવેલ છે. ડેટા સીટમાં ધોરણ - વર્ગ - માસ પસંદ કરી એકવાર વિદ્યાર્થીઓના નામ - જન્મ તારીખ- જ્ઞાતિ તથા જી.આર લખવાથી દર માસે રજિસ્ટર કામ આવે છે. દર માસે નામ - જન્મ તારીખ - જી.આર કે જ્ઞાતિ લખવી પડતી નથી. માસ પસંદ કરવાથી આપમેળે અઠવાડિયાના વાર લખાઈ જાય છે તથા રવિવારની નીચે લાઈન દોરાઈ જાય છે. આ સાથે નીચે હાજરી પત્રક આપેલ છે. લેઝર કાગળ પર પ્રિન્ટ કામ કરવું.

ઘણા શિક્ષકમિત્રોને વાંચવામાં ફોન્ટની તકલીફ પડતી હતી તે ધ્યાનમાં લઈ સુધારેલ હાજરી પત્રક શ્રુતિ ફોન્ટમાં બનાવેલ છે. લગભગ હવે વાંચવામાં તકલીફ પડશે નહી.
 
Monday, December 19, 2011

બનાસકાંઠા જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ ના પ્રમુખશ્રી ઈલિયાસભાઈ સિંધી તરફથી બનાસ ગંગા શિક્ષણ - ઓગષ્ટ ૨૦૧૧ અંક મળ્યો. સારસ્વત મિત્રો માટે અત્રે તે અપલોડ કરેલ છે. પાન નંબર 4 પર નિવૃત શિક્ષક શ્રી રમણિકભાઈ રાવલ પ્રસિધ્ધ વંત્યાક અને નવી શૈક્ષણિક સંસ્થાઓ લેખ વાંચી ચિંતન અને ચિંતા કરવાની જરૂર છે.

બનાસગંગા શિક્ષણ - ડિસેમ્બર ૨૦૧૧ અંક  

બનાસગંગા શિક્ષણ - ઓગષ્ટ ૨૦૧૧ અંક   ( બનાસકાંઠા જિ.મા.શિ.સંઘ મુખપત્ર)

બનાસગંગા શિક્ષણ - જુલાઈ ૨૦૧૧ અંક

Sunday, December 18, 2011

આદર્શ કન્યા વિદ્યાલય - ભાન્ડુ ના શિક્ષક શ્રી સતનામ પટેલે ધોરણ 8 થી 12 માં ઉપયોગમાં લઈ શકાય તેવા માસિક હાજરી પત્રક બનાવેલ છે. ડેટા સીટમાં ધોરણ - વર્ગ - માસ પસંદ કરી એકવાર વિદ્યાર્થીઓના નામ - જન્મ તારીખ- જ્ઞાતિ તથા જી.આર લખવાથી દર માસે રજિસ્ટર કામ આવે છે. દર માસે નામ - જન્મ તારીખ - જી.આર કે જ્ઞાતિ લખવી પડતી નથી. માસ પસંદ કરવાથી આપમેળે અઠવાડિયાના વાર લખાઈ જાય છે તથા રવિવારની નીચે લાઈન દોરાઈ જાય છે. આ સાથે નીચે હાજરી પત્રક આપેલ છે. લેઝર કાગળ પર પ્રિન્ટ કામ કરવું.

ઘણા શિક્ષકમિત્રોને વાંચવામાં ફોન્ટની તકલીફ પડતી હતી તે ધ્યાનમાં લઈ સુધારેલ હાજરી પત્રક શ્રુતિ ફોન્ટમાં બનાવેલ છે. લગભગ હવે વાંચવામાં તકલીફ પડશે નહી.

Saturday, December 17, 2011

જ્યારે વ્યક્તિની ઇચ્છા કે અપેક્ષા પરિપૂર્ણ ન થાય ત્યારે ઉદભવતી જડ પ્રતિક્રિયાને ''ગુસ્સા તરીકે ઓળખવામાં આવે છે. આ એક શીખેલી પ્રતિક્રિયા છે જેમાં વ્યક્તિની વર્તણૂક એના કાબૂ બહાર જતી રહે છે. જે વ્યક્તિની વર્તણૂક વ્યક્તિના પોતાના નિયંત્રણમાં નથી હોતી એ વ્યક્તિ ''ગાંડો કહેવાય છે. ''ગુસ્સો એ ટેમ્પરરી (ટૂંકા સમયનું) ગાંડપણ છે એવું કહી શકાય. તમારી ઇચ્છા વિરુધ્ધની કોઇ પણ ઘટના તમને ગુસ્સો કરાવી શકે.
ગુસ્સાને કારણે શરીરને પુષ્કળ નુકસાન થાય છે. હાઇબ્લડપ્રેશર, પેટનું અલ્સર(ચાંદુ), અનિદ્રા, થાક, હ્રદયરોગ વગેરે અનેક બીમારીઓ ગુસ્સાના કારણે થાય છે. ગુસ્સાના કારણે પ્રેમભર્યા સંબંધો તૂટે છે; વાતચીત અને વિચારોના આદાનપ્રદાનમાં મુશ્કેલી ઊભી થાય છે; પસ્તાવા અને હતાશાની લાગણી ઉભી થાય છે અને દરેક કામમાં અડચણ ઉભી થાય છે.