તા. ૦૧/૧૦/૨૦૧૨ થી તા. ૩૧/૧૦/૨૦૧૨ સુધી ધોરણ ૧૦ ના પરીક્ષાના ફોર્મ ઓનલાઈન ભરવાના છે. ઓનલાઈન પ્રક્રિયા દરમ્યાન વિદ્યાર્થીઓના ફોટા તથા સહી 20 કેબી કે તેનાથી ઓછી સાઈઝમાંઅપલોડ કરવાની છે. આ માટે કામમાં સરળતા રહે તે માટે નીચે મુજબના પગલાને અનુસરશો તો ફોટા તથા સહી સ્કેન કરી ૨૦ કેબી થી નીચેની સાઈઝ કરવામાં સરળતા રહેશે.
પગલું - 1 સૌ પ્રથમ અહી નીચે એટેચ કરેલ એક્સેલ શીટ ખોલી ફોટા તથા સહીના પેઈઝની પ્રિંટ કરો.
પગલું - 2 ફોટાના પેઈઝ ઉપર ફોટાઓ તથા સહીના પેઈઝ ઉપર કાળી પેનથી વિદ્યાર્થીઓની સહી કરાવો.
પગલું - 3 ફોટા તથા સહીના નમુનાના પેઈઝ સ્કેન કરો. એક કાગળ ઉપર ૨૦ ફોટા ફેવીસ્ટીક કે સામાન્ય ગુંદરથી ચોટાડો.ત્યારબાદ તે કાગળ સ્કેન કરો. એટલેકે એક કાગળ સ્કેન કરવાથી એક સાથે ૨૦ ફોટા કમ્પ્યૂટરમાં સ્કેન થશે. બીજા કાગળ ઉપર બીજા ૨૦ ફોટા ચોટાડી સ્કેન કરવા. વર્ગમાં ૬૦ વિદ્યાર્થીઓ હશે તો ત્રણ કાગળમાં બધાજ ફોટા આવી જશે. આનાથી ફાયદો એ થશે કે ૬૦ વખત ફોટા સ્કેન કરવા નહિ પડે. આજ રીતે એક સાથે ૩૦ થી ૩૫ સહી સ્કેન થશે.બે જ કાગળમાં આખા વર્ગની સહી સ્કેન થઈ જશે.
પગલું - 4 હવે સ્કેન કરેલ ફોટાવાળી ફાઈલ ઓપન કરો. તેના પર રાઈટ ક્લીક કરો અને ઓપન વીથ પેઈંટ પર ક્લીક કરો જેથી તે સ્કેન કરેલ પેઈઝ પેઈંટમાં ખુલશે. જે ફોટો કોપી કરવો છે તે ફોટાને ડાબી બાજુના ટુલ બોક્ષમાં રહેલા બીજા નંબરના સિલેક્શન ટુલ વડે સિલેક્ટ કરો. અને સિલેક્શનની અંદર રહી રાઈટ ક્લીક વડે કોપી કરો.
પગલું - 5 ફોટાની કોપી કર્યા બાદ સ્ટાર્ટ - પ્રોગ્રામ માં જઈ અન્ય પેઈંટની ફાઈલ ખોલો અને તેમાં એડીટ મેનુમાં જઈ પેસ્ટ કરો. અહિ ફોટાને ડ્રેગ કરી નાનો મોટો કરી શકાશે.
પગલું - 6 હવે ફાઈલ મેનુમાં જઈ સેવએઝ પર ક્લીક કરો અને ફાઈલના નામમાં રોલનંબર પ્રમાણે નંબર આપી File as Type માં JPEG ખાસ કરો અને ઓકે કરો. JPEG કરવાથીજ ફોટાની સાઈઝ ઘટશે. JPEG કરવાનું ભૂલવું નહિ.
પગલું - 7 હવે બીજો ફોટો ૨૦ કેબીથી નાનો બનાવવા અગાઉના જેમ પગલા - 5 અને 6 ને અનુસરો. આ રીતે કામ કરવાથી લગભગ ૧ કલાકમાં આરામથી ૭૦ થી ૮૦ ફોટાઓ ૨૦ કેબીથી નાની સાઈઝના બનાવી શકાય છે. સહી માટે પણ ઉપરના પગલા અનુસરો.