Sunday, December 30, 2012
Saturday, December 29, 2012
શિક્ષણમંત્રી - ગુજરાત રાજ્ય ( શ્રીભૂપેન્દ્રસિંહ ચુડાસમા )
શિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ), ઉચ્ચ અને ટેક્નીકલ શિક્ષણ
ધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહના બીજા સેમેસ્ટરમાં વિદ્યાર્થીની શાળા ફેરબદલી કરવા અંગે...
Friday, December 28, 2012
ઘણા પ્રાથમિક શિક્ષકો એવું કહે છે કે પ્રાથમિક શાળામાં એલ.ટી.સી નો એવો પરિપત્ર છે કે એક દિવસ પ્રવાસે જાઓ અને દસ દિવસના એલ.ટી.સી ના પૈસા મેળવો. મિત્રો - મારા મંતવ્ય મુજબ આવું શક્ય જ ના હોય. તમે દસ દિવસના ટૂર ઉપર જવાના હોય તો પ્રથમ દસ દિવસની રજાનો રિપોર્ટ આપવો પડે ત્યારબાદ દસ દિવસ સુધી તમારી મસ્ટર્ડ ( હાજરીપત્રક ) માં ગેરહાજરી હોવી જોઈએ અને ૬૦૦૦ કિલોમીટર કે તેનાથી ઓછો જે પ્રવાસ કરેલ હોય તેની ટ્રાવેલીંગની ટિકીટ હોવી જોઈએ. આ બધુ હોયતો જ એલ.ટી.સી મંજૂર થાય. એક દિવસ પ્રવાસે જઈને બીજા દિવસથી શાળામાં હાજરી હોય તો બાકીના નવ દિવસોનું એલ.ટી.સી આકારી શકાય જ નહિ. ઘણી વખતે એવું બને છે કે પરિપત્રો અંગ્રેજીમાં હોય અને અધકચરા અંગ્રેજીના જ્ઞાનના લીધે પરિપત્રનું અર્થઘટણ આચાર્યથી માંડીને ક્લાસ 1 ઓફિસર પણ જુદી રીતે કરતા હોય છે. એક દિવસ પ્રવાસ કરવાથી ૧૦ દિવસનું એલ.ટી.સી ભથ્થુ મળે તે વાત મારા ગળે તો ઉતરતી નથી. અને આવું ભથ્થુ લેવું એ પણ મારી દ્રષ્ટીએ યોગ્ય નથી.