Friday, August 30, 2013


 ઘણા મિત્રો પૂછે છે કે જૂના શિક્ષકની વ્યાખ્યા કેવી છે  ?

 મિત્રો મારા અંગત મંતવ્ય મુજબ શિક્ષણ સહાયકના ૫ વર્ષ હંગામી
ગણાય છે ત્યારબાદ નિયમિત શિક્ષકના ૫ વર્ષ એમ કુલ ૧૦ વર્ષની
સર્વિસ હોય તો તે જૂના શિક્ષકની વ્યાખ્યામાં આવે.
આ મારુ અંગત મંતવ્ય છે.કદાચ અન્ય લોકો સંમત ન પણ હોય.  ૧૧/૦૨/૨૦૧૧ ના જાહેરનામાનો અભ્યાસ બરાબર કરવો.  જે અહિ ઉપર એટેચ કરેલ છે. 

આ ભરતીમાં  - 1.  જૂના શિક્ષકના અનુભવ અંગે ચોક્કસ સ્પષ્ટતાની જરૂર છે.

2. વય મર્યાદા અંગે લોકોમાં ગેરસમજ છે જેની ચોક્કસ સ્પષ્ટતાની જરૂર છે.  

 3.  વિધવા - ત્યક્તા બહેનો માટે કોઈ અનામતની જોગવાઈ છે કે કેમ તે વિશે લોકો જાણવા માગે છે. 

4. ટાટ પરીક્ષામાં જાહેરનામા અંતર્ગત ૫૦ % ગુણ હોવા જોઈએ. કમ્પ્યૂટર કદાચ બંને 
બંને પેપરોમાં અલગ અલગ ૫૦ % ગુણ એટલેકે ૧૫૦ માંથી ફરજિયાત ૭૫ કે તે  ઉપર અને ૧૦૦ માંથી ફરજિયાત ૫૦ કે તે ઉપર ગણવાનું નથીને ?  એની ઘણા મિત્રો ચિંતા કરે છે. 

ઘણા મિત્રોએ  હેમખેમ કમ્પ્યૂટરમાં  ફોર્મ ભરાઈ જાય અને ભરતી દરમ્યાન કોઈ કોર્ટ કેસ ન થાય અને ઝડપી નોકરી મળે તેની પણ માતાજીને બાધા માની છે. 
ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો માટેની ભરતી  

સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન હોવાથી હાલ ઉમેદવારે ફોર્મ કોઈ પણ જગ્યાએ જમાં કરાવવાનું નથી. ઉમેદવારે ફોર્મ પોતાની પાસે સાચવીને રાખવાનું રહેશે.

ચલણ ભરવાની છેલ્લી તારીખ 10/09/2013 છે. ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12/09/2013 છે.

ખાસ નોંધ :
 જે વ્યક્તિઓએ લઘુત્તમ યોગ્યતાના માપદંડ (લાયકાતો) પુરા કરેલ નથી,ઉદાહરણ તરીકે TAT પરીક્ષામાં નાપાસ થયેલ હોય તેઓ ,ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો ની પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ગણાશે નહિં.
સૌપ્રથમ ચલણ ની નકલ પ્રિન્ટ કરી નિયત ફી SBI ની કોઈપણ શાખામા ભરવી .ત્યારબાદ ચલણ ભર્યાના લીસ્ટ માં ઉમેદવાર ના નામ નો સમાવેશ થયા બાદ જ અરજી પત્રક ભરી શકાશે.(ફી ભર્યા બાદ ઓછામાં ઓછા 48 કલાક બાદ ઉમેદવાર પોતાનું નામ લીસ્ટ માં જોઇ શકશે. )

SEBC ઉમેદવારો માટે: તારીખ 1/4/2012 થી 31/3/2013 સમયગાળાની આવક ધ્યાને લઇને નોન ક્રીમીલીયર સર્ટીફીકેટ તા. 1/04/2013 પછીની તારીખ નું મેળવેલ માન્ય ગણાશે. આ સર્ટીફીકેટ ન ધરાવતા ઉમેદવાર નો સમાવેશ General Category માં કરવામાં આવશે. તેવા ઉમેદવારો એ બિન-અનામત માટે ની ચલણ પ્રિન્ટ કરી જરૂરી ફી ભરવાની રહેશે.



ખાલી જગ્યાની યાદી

 
 

માધ્યમિક શિક્ષકોના આ સળગતા પ્રશ્ન મા પણ સંઘ ઉગ્ર રજુઆત કરે

હજુ બીજો સાળગતો પ્રશ્ન એ છેકે જેમાં કેટલાક શિક્ષક મિત્રો માધ્યમિક માથી ૨૦૧૨ મા
H-TAT ની પરિક્ષા આપી ને પ્રાથમિકમાં આચાર્ય ( મુખ્ય શિક્ષક ) માં જોડાયા છે. જેમાં કેટલાક શિક્ષક મિત્રો ૧૨ વર્ષ નો અનુભવ હોવા છતાં તેમને સરકાર શ્રી ના મનઘડત નિયમો ને કારણે તેમનો પગાર ધોરણમાં એક ઇજાફા નો વધારો મળવો જોઇએ તેના બદલે તેવાં મિત્રોના પગાર ૯૩૦૦ + ૪૨૦૦ થી ચાલુ કર્યા છે જેમાં માધ્યમિક માથી મુખ્ય સિક્ષક મા આવનાર શિક્ષકો ને માસિક ૩૦૦૦ થી ૪૦૦૦ નુ નુકશાન જાય છે.

તેના સામે બધા માધ્યમિક શિક્ષકો કે જે મુખ્ય શિક્ષકોમાં જવા માગતા હોય તેઓની સંઘ ના હોદ્દેદારો ને નમ્ર અપીલ છે કે તેઓ શિક્ષણ વિભાગમાં સરકારશ્રી ને ગળે એ વાત ઉતારેકે માધ્યમિક માથી જે મિત્રો મુખ્યશિક્ષકમાં જવા માગે છે તેમને તેમના ચાલુ પાગરનુ રક્ષણ આપી ને તેજ સવર્ગ મા એક ઇજાફો આપે જે સરકારશ્રીનો જુનો નિયમ છે.

તેમાં સરકારશ્રી ને થનારા ફાયદા

૧. સરકારના નાણા વિભાગમાં કોઇ આર્થિક બોજો પડતો નથી
૨. તેના સામે માદ્યમિકમાં તે શિક્ષક ની જગ્યા ઉભી થાય જ છે
૩. માદ્યમિક ના કુશળ અને અનુભવી શિક્ષકો પ્રાથમિક આચાર્ય મા સારી કામગીરી કરી શકે છે.
૪.પ્રાથમિક ના મિત્રો ઘણા રાજીનામુ મુકિ ને પાછા જતા રહ્યા છે.જે થી જ્ગ્યા ભરાતી નથી.
ઉપરોક્ત બધાજ મુદ્દાઓ ની એવી ઉગ્ર રજુઆત કરોકે આ સળગતા પ્રશ્ન નો તાત્કાલીક ધોરણે એટલે કે ૨૦૧૩ ની મુખ્ય શિક્ષકો ની ભરતી થાય તે પહેલાં ઉકેલ લાવી શકે તેવી લોક લાગણી છે.અને પ્રભુ ને એવી પ્રાર્થના કરી એ કે આમાં પણ સંઘ ને ૧૦૦ % સફળતા મળે તેજ અભ્યર્થના.......

આવા જે મિત્રો હોય જે મુખ્ય શિક્ષકમાં જોડાયા હોય કે જોડાવા માગતા હોય તેમેન
બધાએ ૭૮૭૪૩ ૯૬૩૮૩ પર સંપર્ક કરવો જેથી સરકાર શ્રી ને રજુઆત કરી શકાય
આજના ચોકાવનારા સમાચાર 

ઉચ્ચત્તર માદ્યમિક શિક્ષક ભરતી 
૧૮૬૫ - શિક્ષણ સહાયક 
૩૬૮ જૂના શિક્ષક 
અરજી કરવાની તારીખ - ૨૯/૦૮/૨૦૧૩ થી ૧૨/૦૯/૨૦૧૩


Friday, August 23, 2013

સુપ્રિમ કોર્ટ ફિક્સ પગાર કેસ તારીખ બદલાઈ છે. 

નવી સુનાવણી તારીખ - ૧૯/૦૯/૨૦૧૩


છેલ્લા ઘણા સમયથી ગ્રાન્ટેડ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં  શિક્ષકોની ભરતી થયેલ નથી. 
સરકારશ્રીએ  કેટલીયે જગ્યાએ નવા ક્રમિક ૧૧ તથા ૧૨ ના વર્ગો શરૂ કરેલા છે તેમજ કેટલીયે જગ્યાએ શિક્ષકો નિવૃત થયા છે. 
વર્ગોની તો લ્હાણી થઈ છે પરંતુ શિક્ષકોની ભરતી કયા કારણથી થતી નથી તે સમજાતુ નથી.

હાયરની ટાટની પરીક્ષા  પાસ કરેલા હજારો બેકાર શિક્ષિત ઉમેદાવારો કાગડોળે ભરતીની રાહ જોઈ રહ્યા છે.વાઈબ્રન્ટ ગુજરાતમાં  શિક્ષકોના અભાવે શિક્ષણ કથળી રહ્યું છે.

વિચારવા જેવી વાત તો એ છે કે ઘણી જગ્યાએ ગ્રાન્ટેડ 11 સાયંસના વર્ગો આપેલા છે.વર્ગો છે - વિદ્યાર્થીઓ છે પરંતુ શિક્ષકો નથી તો ઘણી શાળાઓમાં  Maths/Physics/Chemistry/Biology ના શિક્ષકોની તાતી જરૂરિયાત છે. સેમેસ્ટર - 1 ની પરીક્ષા એક માસ પછી શરૂ થવાની છે.

બોર્ડની તાજેતરની ચૂંટણીમાં વિજેતા થયેલા બોર્ડ  સભ્યો તથા સંઘના મિત્રોએ ભરતી માટે સરકારશ્રીને ઉગ્ર રજૂઆત કરવી જોઈએ તેવી ટાટ પાસ કરેલા બેકાર શિક્ષિત ભાવિ શિક્ષકોની લોકમાગણી છે. 

Wednesday, August 21, 2013

વિજ્ઞાન મેળો ૨૦૧૩

ઉધોગ શિક્ષકો ના પગાર ધોરણ ની કાનુની લડત

 ખેડા જીલ્લા ના શ્રી જેઠાભાઈ પટેલ સાહેબ જે ઉઘોગ શિક્ષક છે. 

ઉધોગ શિક્ષકો ના પગાર ધોરણ ની કાનુની લડત બાબતે શ્રી જેઠાભાઈ પટેલ

ખુબજ

સક્રિય છે. છેલ્લા ૪૦ વર્ષ થી ઉધોગ શિક્ષકો ના પગાર અંગે

ના પ્રશ્નો નુ નિવારણ ન આવતુ હો તેઓ ઉધોગ

શિક્ષકો ના સવાલો ને વાચા આપવા ઉધોગ શિક્ષકો નુ સંગઠન

 કરી ને કાનુની લડત આપવા માગે છે. વાથી

શ્રી જેઠાભાઇ

પટેલનો મોબાઇલ ફોન નં. ૯૪૨૭૬૩૩૮૪૩ છે જેના પર

લાગતા વળગતા મિત્રોએ સંપર્ક કરવો.




મહેસાણા જિલ્લો

Monday, August 19, 2013


HTAT પ્રશ્નપત્ર સોલ્યુસનમાં પ્રશ્ન નંબર 81 ના જવાબમાં 
1 ઘનસેમી બરાબર ૧૦૦૦ મિ લિલીટર આપેલ છે.
પરંતુ જવાબ 1 ઘન સેમી બરાબર 1 મિલિલીટર હોઈ શકે.  
ધોરણ 10 - 11 Sem 1 - 12  ના પરીક્ષાના ફોર્મ ઓનલાઈન ભરવાના છે. ઓનલાઈન પ્રક્રિયા દરમ્યાન વિદ્યાર્થીઓના ફોટા તથા સહી 20 કેબી કે તેનાથી ઓછી સાઈઝમાંઅપલોડ કરવાની છે. આ માટે કામમાં સરળતા રહે તે માટે નીચે મુજબના પગલાને અનુસરશો તો ફોટા તથા સહી સ્કેન કરી ૨૦ કેબી થી નીચેની સાઈઝ કરવામાં સરળતા રહેશે. 

પગલું - 1  સૌ પ્રથમ અહી નીચે એટેચ કરેલ એક્સેલ શીટ ખોલી   ફોટા તથા સહીના પેઈઝની પ્રિંટ કરો


પગલું - 2   ફોટાના પેઈઝ ઉપર ફોટાઓ  તથા સહીના પેઈઝ ઉપર કાળી પેનથી વિદ્યાર્થીઓની સહી કરાવો. 

પગલું - 3  ફોટા તથા સહીના નમુનાના પેઈઝ સ્કેન કરો. એક કાગળ ઉપર ૨૦ ફોટા ફેવીસ્ટીક કે સામાન્ય ગુંદરથી ચોટાડો.ત્યારબાદ તે કાગળ સ્કેન કરો. એટલેકે  એક કાગળ સ્કેન કરવાથી એક સાથે ૨૦ ફોટા કમ્પ્યૂટરમાં સ્કેન થશે. બીજા કાગળ ઉપર બીજા ૨૦ ફોટા ચોટાડી સ્કેન કરવા. વર્ગમાં ૬૦ વિદ્યાર્થીઓ હશે તો  ત્રણ કાગળમાં બધાજ ફોટા આવી જશે. આનાથી ફાયદો એ થશે કે  ૬૦ વખત ફોટા સ્કેન કરવા નહિ પડે. આજ રીતે એક સાથે ૩૦ થી ૩૫ સહી સ્કેન થશે.બે જ કાગળમાં આખા વર્ગની સહી સ્કેન થઈ જશે.   

પગલું - 4  હવે સ્કેન કરેલ ફોટાવાળી ફાઈલ ઓપન કરો. તેના પર રાઈટ ક્લીક કરો અને ઓપન વીથ પેઈંટ પર ક્લીક કરો  જેથી તે સ્કેન કરેલ પેઈઝ પેઈંટમાં ખુલશે. જે ફોટો કોપી કરવો છે તે ફોટાને ડાબી બાજુના ટુલ બોક્ષમાં રહેલા બીજા નંબરના સિલેક્શન ટુલ વડે સિલેક્ટ કરો. અને સિલેક્શનની અંદર રહી રાઈટ ક્લીક વડે કોપી કરો. 

પગલું - 5   ફોટાની કોપી કર્યા બાદ સ્ટાર્ટ - પ્રોગ્રામ માં જઈ અન્ય પેઈંટની ફાઈલ ખોલો અને તેમાં એડીટ મેનુમાં જઈ પેસ્ટ કરો. અહિ ફોટાને ડ્રેગ કરી નાનો મોટો કરી શકાશે.  

પગલું - 6   હવે  ફાઈલ મેનુમાં જઈ સેવએઝ  પર ક્લીક કરો અને ફાઈલના નામમાં રોલનંબર પ્રમાણે નંબર આપી    File as Type માં   JPEG ખાસ કરો અને ઓકે કરો. JPEG કરવાથીજ ફોટાની સાઈઝ ઘટશે. JPEG કરવાનું ભૂલવું નહિ. 

પગલું - 7   હવે બીજો ફોટો ૨૦ કેબીથી નાનો બનાવવા અગાઉના જેમ પગલા - 5 અને 6 ને અનુસરો. આ રીતે કામ કરવાથી લગભગ  ૧ કલાકમાં આરામથી ૭૦ થી ૮૦ ફોટાઓ ૨૦ કેબીથી નાની સાઈઝના બનાવી શકાય છે.  સહી માટે પણ ઉપરના પગલા અનુસરો. 

Tuesday, August 13, 2013

કિડની વિશે સરળ

કિડની વિશે સરળ ભાષામાં વિનામૂલ્યે સંપૂર્ણ માહિતી
કિડની તંદુરસ્ત રાખવા માટેના સોનેરી સૂચનો
કિડની બગડતી અટકાવવા માટે જરૂરી કાળજી વિશેની વિગતવાર ચર્ચા
કિડનીના રોગ વિશેની ગેરસમજ દૂર કરતી અવનવી જાણકારી
ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની સારવાર વિશે માહિતી અને માર્ગદર્શન
કિડનીના દર્દીઓ માટે ખોરાક માં આયોજન માટે જરૂરી પરેજી અને પસંદગી માટેની વિગતવાર માહિતી

ઉપરોક્ત માહિતી માટે નીચેની સાઈટ ચોક્કસ જુઓ અને અન્યને જોવા માટે ભલામણ કરો. 

Thursday, August 8, 2013


પ્રસંગે મને ધ્યાન દોરવું ગમશે કે શ્રી આર.પી.પટેલ શિક્ષક સંઘના કોઈ માન્ય ઉમેદવાર નથી. છતાં તેમની ધારદાર રજૂઆતના કારણે જે પ્રશ્નો શિક્ષક સંઘ દ્વારા વર્ષાથી ઉકેલાતા નથી તેવા પ્રશ્નો - જેમકે ૧૯૯૮ પછી નિમણૂક પામેલાને ફાજલનું રક્ષણ - ૩૦૦ રૂપિયા મેડીકલ ભથ્થુ જેવા પ્રશ્નો ને શિક્ષણમંત્રી - કમિશ્નરશ્રી - અગ્રસચિવશ્રી વગેરેને અસરકારક રજૂઆત કરેલ છે. નજીકના સમયમાં પ્રશ્નોના હકારાત્મક પરિણામ મળી શકે છે. શ્રી આર.પી.પટેલ સારસ્વત મિત્રોના પ્રશ્નોને વાચા આપવા કટિબધ્ધ છે. એમનો મોબાઈલ નંબર  9537883951 છે. જેના પર આપ એમનો સંપર્ક કરી શકો છો.  

શ્રી આર.પી.પટેલને મારી અંગત રજૂઆત છે કે કેટલીયે શિક્ષણની 
ઓફિસોમાં બની બેઠેલા દલાલો અને   કર્મયોગીઓ  દ્વારા શિક્ષકો - કારકુન કે પટાવાળા અને આચાર્યશ્રી ના હક્કના કામો માટે નાણા 

પડાવવામાં આવે છે જેમકે - (1) પાંચ વર્ષ થયા પછી ફૂલ પગાર માટે ફાઈલ દબાવી રાખી રૂપિયા માગવા 

(2) પોતાના જ જી.પી.એફના પૈસાનો ચેક મેળવવા કર્મચારી પાસે નાણાની માગણી 

(3) ૯/૨૦/૩૧ પગાર ધોરણનો લાભ મેળવવા નાણાની માગણી
(4) એલ.ટી.સી કે મેડીકલ બિલના ચૂકવેલ નાણા મેળવવા નાણાની માગણી

(5) સ્ટીકર મેળવવા કે એરિયર્સ માટે

શ્રી આર.પી.પટેલ આ અંગે ધારદાર રજૂઆત કરી હકારાત્મક પરિણામ માટે  પ્રયત્ને કરે તેવી   લોકલાગણી છે. 









Wednesday, August 7, 2013

ખૂબજ નજીકના સમયમાં હાયર સેકંડરી શિક્ષક ભરતી આવવાની છે. આ અંતર્ગત  શ્રી નિલેષભાઈ જોષી એ નીચેની બે ફાઈલ મોકલી છે.  M.Phil  થયેલ ઉમેદવારોએ નોંધ લઈ વાંચવી. 


State Examination Board
State Examination Board

Education Department - Government of Gujara


Thursday, August 1, 2013

Think

મિત્રો - તાજેતરમાં તા. ૨૦/૦૭/૨૦૧૩ ના રોજ  ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી યોજાઈ ગઈ. પરિણામ સારસ્વત મિત્રો માટે વિચારવા જેવા રહ્યા. માધ્યમિક શિક્ષક સંઘના માન્ય બે  ઉમેદવારની હાર થઈ. અને શિક્ષકના પ્રશ્નો માટે સતત ચિંતનશીલ એવા શ્રી આર.પી.પટેલ  વિજેતા જાહેર થયા. 
શિક્ષક સંઘના માન્ય ઉમેદવારની કેમ હાર થઈ તેના માટે શું શિક્ષક સંઘે વિચારવાની જરૂર નથી ? શિક્ષકના પ્રશ્નો છેલ્લા ઘણા સમયથી વણઉકલ્યા રહ્યા છે. ફાજલના 
ભૂતથી શિક્ષણ સહાયકો મીઠી નિંદર પણ લઈ શક્તા નથી. આજે ગામડાના દાક્તરની કેસ ફી પણ ૧૫૦ થી ૨૦૦ રૂપિયાથી ઓછી નથી. ત્યારે માસિક ૧૦૦ રૂપિયા મેડીકલ એ  આજની પરિસ્થિતિમાં હાસ્યાસ્પદ છે.  

શ્રી આર.પી.પટેલે શિક્ષકના પ્રશ્નોને શિક્ષણ વિભાગમાં વારંવાર રજૂઆત કરી છે. જેના હકારાત્મક પરિણામો મળ્યા છે. ધોરણ 9 થી 12 માં વર્ગ ઘટાડાના કારણે ફાજલ પડનાર શિક્ષકો માટે રક્ષણ કે મેડીકલ ભથ્થા માટે પણ  બોર્ડમાં ચૂંટાયેલા શ્રી આર.પી.પટેલે માનનીય શિક્ષણમંત્રીશ્રીને મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરી છે તથા બોર્ડના સભ્યના હોદ્દાની રૂએ પ્રશ્નોની રજૂઆત માટે તૈયાર છે. જેના હકારાત્મક પરિણામો નજીકના ભવિષ્યમાં જોવા મળશે.