Thursday, October 31, 2013

ધનતેરસથી દિવાળી દરમ્યાન શિક્ષણમંત્રી દ્વારા કર્મચારીઓના લાભ - આનંદની કોઈ જાહેરાત થાય તેવી શક્યતા વિચારીએ તો ખોટુ નથી. 

Guideline For Better Work

શ્રી બાબુભાઈએ ધોરણ - 10 અને 12 ના ઓનલાઈન ફોર્મ ભરતી વખતે પ્રિન્સીપલ એપ્રુવલ આપવાની સમજ આપતો વિડીયો તૈયાર કરેલ છે. વિડીયો નિહાળવા નીચેની લિંક પર ક્લીક કરશો. આ અગાઉ શ્રી બાબુભાઈએ ઓનલાઈન ફોર્મ ભરવા માટેની સમજ આપતો તથા ફોટો સહી ૨૦ કે.બી થી નાના બનાવવાના સરસ વિડીયો બનાવેલા હતા જે આપણે આ બ્લોગ પર સારસ્વત મિત્રોના ઉપયોગ માટે મૂકેલા હતા. 









સુપ્રિમ કોર્ટ ફિક્સ પગાર કેસ સ્ટેટસ આગામી તારીખ  ૧૨/૧૧/૨૦૧૩

આ અગાઉ આ જ બ્લોગ ઉપર ધ્યાન દોરવામાં આવેલ હતુ કે કેસનું જજમેંટ આવતા ૩ થી ૪ માસ ઓછામાં ઓછા લાગશે. મિત્રો આગામી ૧૨/૧૧/૨૦૧૩ ના રોજ પણ નવી તારીખ જાણવા તૈયાર રહેજો.એના પછી પણ ... એના પછી પણ ..... એના પછી પણ ..... એના પછી પણ તારીખ જાણવા તૈયાર રહેજો.


Tuesday, October 29, 2013

બનાસકાંઠા જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ ના પ્રમુખશ્રી ઈલિયાસભાઈ સિંધી તરફથી બનાસ ગંગા શિક્ષણ - ઓગષ્ટ ૨૦૧૧ અંક મળ્યો. સારસ્વત મિત્રો માટે અત્રે તે અપલોડ કરેલ છે. પાન નંબર 4 પર નિવૃત શિક્ષક શ્રી રમણિકભાઈ રાવલ પ્રસિધ્ધ વંત્યાક અને નવી શૈક્ષણિક સંસ્થાઓ લેખ વાંચી ચિંતન અને ચિંતા કરવાની જરૂર છે.

બનાસગંગા શિક્ષણ - ડિસેમ્બર ૨૦૧૧ અંક  

બનાસગંગા શિક્ષણ - ઓગષ્ટ ૨૦૧૧ અંક   ( બનાસકાંઠા જિ.મા.શિ.સંઘ મુખપત્ર)

બનાસગંગા શિક્ષણ - જુલાઈ ૨૦૧૧ અંક

Monday, October 28, 2013

ચિંતા અને ચિંતન

મિત્રો -  પાંચ વર્ષ સુધી અસહ્ય મોઘવારીના જમાનામાં પેટે પાટા બાંધીને ફિક્સ પગારમાં કુટુંબનું ભરણપોષણ કરી જ્યારે કર્મચારી ફૂલ પગારમાં આવે છે ત્યારે કે પછી પોતાના હકના જી.પી.એફના નાણા ખરા જરૂરિયાતવાળા પ્રસંગે જરૂર હોય ત્યારે  ફૂલ પગારની ફાઈલો ક્લીયર કરવા અને જી.પી.એફનો ઉપાડનો ચેક તૈયાર કરવા જાણીજોઈને નાણાની રોકડી કરવા ( પૈસા પડાવવા ) કચેરીમાં લાગતા વળગતા દલાલો કે ક્લાર્ક - અધિકારીઓ દ્વારા દબાવી રાખવામાં આવે છે અને ફાઈલ ક્લીયર કરાવવા નાણા માંગવામાં આવે છે. જો પૈસા આપવામાં ન આવે તો જાણીજોઈને ક્વેરી કાઢી ફાઈલ વિલંબમાં નાખે છે. ફાઈલ વિલંબમાં પડવાના કારણે ચાણક્યના લેબલવાળા સ્વાર્થી શિક્ષકો દોડતા આવા લેભાગુ તત્વોના ઘૂંટણિયે પડી સામે ચાલીને નાણા કોઠળી ખુલ્લી મૂકે છે અને પાછા વર્ગખંડમાં નિતીના પાઠો - ભષ્ટ્રાચાર કરવો જોઈએ નહિ અને ભષ્ટાચાર કરનારને રોકવો જોઈએ તેવી મીઠી મધુરી વાતો કરે છે. 
મિત્રો - આવા ઓફિસોમાં પૈસા માંગતા ચહેરાઓ ખરેખર ડરપોક હોય છે. આવા ચહેરાઓના ઘૂંટણિયે પડવાની કોઈજ જરુર નથી. જરૂર છે આવા લેભાગુ તત્વોને ખુલ્લા પાડવા એંટી કરપ્શન બ્યુરોમાં ધ્યાન દોરી  છટકું ગોઠવવાની. બજારમાં ખૂબજ નાના બટન ટાઈપના કેમેરા આવે છે. આવા ટેક્નોલોજીના સાધનોનો ઉપયોગ કરી આવા લેભાગુ તત્વોના ભષ્ટાચારની ડીમાન્ડનું રેકોર્ડીગ કરી ખુલ્લા કરવાનું અભિયાન ચાલુ કરો. રડતા રડતા - રેંગતા રેંગતા  આવા ભષ્ટાચારી ક્લાર્ક કે લાગતા વળગતા અધિકારી તમારા ઘૂંટણિયે ના પડે તો કહે જો મને ?
 ચાણક્યની વાતો કરવાથી ચાલશે નહિ. ખરેખર ચાણક્ય બનવાની જરૂર છે. એક વાત જીવનમાં બરાબર યાદ રાખજો - સત્યવાન  હેરાન થઈ શકે છે પરંતુ હારતો નથી.લાંબા સમયે પણ એની જીતજ થાય છે.

આ સ્ટોરી વિશે આપના વિચારો કોમેંટ્સમાં આવકાર્ય છે.    
ફિક્સ પગાર સુપ્રિમ કોર્ટ કેસ સ્ટેટસ -  આગામી મુદત તારીખ - ૨૯/૧૦/૨૦૧૩

Friday, October 18, 2013

ડી.એ માં ૧૦ % નો વધારો જ

ગુજરાત સરકારે આજ રોજ ડી.એ માં  ૧૦ % નો વધારો જાહેર કરેલ છે. તા. ૦૧/૦૭/૨૦૧૩ થી ૯૦ % મુજબ ડી.એ મળશે. પરિપત્ર માટે નીચે ક્લીક કરો. 

Saturday, October 12, 2013

સોસા દિનેશકુમાર  - શાહ એમ. એમ  હાઈસ્કૂલ - કોડીનાર  દ્વારા  પગાર અંતર્ગત એક્સેલ સીટ બનાવેલ છે .તે ડાઉનલોડ  કરવા નીચે લિંક ઉપર ક્લીક કરો. ફોંટ તથા એક્સેલ સીટ બંનેની લિંક આપેલ છે. 



If You Problem To Read Then Download Font Terafont Chandani From Following Link 


શ્રી દિનેશભાઈના બ્લોગની મુલાકાત લેવા http://www.sosadinesh.blogspot.in પર ક્લીક કરો. 

વિદ્યાર્થીને પ્રથમ પરીક્ષા એટલે કે SA માં નાપાસ થાય એટલે કે ૩૩ ગુણ થી ઓછા આવે તો શું કરવું ?

ઘણા શિક્ષક મિત્રો પૂછે છે કે  વિદ્યાર્થીને પ્રથમ પરીક્ષા એટલે કે SA માં નાપાસ થાય એટલે કે ૩૩ ગુણ થી ઓછા આવે તો શું કરવું ? 

મિત્રો - વિદ્યાર્થી ધારોકે ૧૦૦ ગુણના પ્રશ્નપત્રમાં ૩૩ ગુણ લાવી શકે નહિ તો તેવા વિદ્યાર્થી નું ઉપચારાત્મક કાર્ય કરી ફરી પરીક્ષા લેવી અને બંને પરીક્ષામાંથી વધુ ગુણ ધ્યાનમાં લેવા.
માનીલો કે પ્રથમ પરીક્ષામાં ૧૦૦ માંથી ગણિતના પ્રશ્નપત્રમાં ૧૮ ગુણ આવે છે. તો રેમેડીયલ ટીચીંગ કરી ફરી ૧૦૦ ગુણની પરીક્ષા લેતાં  ૨૧ ગુણ આવે તો તેના SA-1 ના ગુણ ૨૧ ધ્યાનમાં લેવા .વિદ્યાર્થી ફરી પરીક્ષા લેતાં ફરજિયાત ૩૩ ગુણ લાવે તે જરુરી નથી. FA1 + FA2 + SA1 + FA3 + FA4 + SA2 ના કુલ  ૩૦ માંથી ૧૦ ગુણ ફરજિયાત થાયતો વિદ્યાર્થી પાસ થાય ૧૦ થી ઓછા ગુણ હશે તો વિદ્યાર્થી બોર્ડમાં નાપાસ ગણાશે.  

ટૂંકમાં દરેક FA તથા દરેક SA માં ફરજિયાત પાસ થાય જ તે જરુરી નથી. FA તથા SA માં પ્રથમ વખતે ૩૩ ટકા ગુણ ન મેળવે તો ફરી FA તથા SA કરવું અને બંનેમાંથી વધુ ગુણ ધ્યાનમાં લેવા. આવી સમજ અમને અમારી તાલીમ તથા આચાર્યશ્રીએ માર્ગદર્શન આપેલ છે.  
ગોંડલિયા પુરણભાઈ ( આશિ.શિક્ષક - ધરમપુર પ્રાથમિક શાળા - પોરબંદર ) દ્વારા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ખૂબજ ઉપયોગી પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવેલા છે. તાજેતરમાં શ્રી પૂરણભાઈએ  ભારતના રાજ્યોનો પરિચય વિષય અંતર્ગત ખૂબજ ઉપયોગી પ્રેઝન્ટેશન બનાવેલ છે. અગાઉ તેમણે રાષ્ટ્રના ઘડવૈયા - પ્રસિધ્ધ મહિલાઓ - ગુજરાતના મુખ્યમંત્રીશ્રીઓ - અતિવૃષ્ટિ - ધરતીકંપ - ભાષા શિક્ષણ જેવા ધોરણ - ૧ થી ૮ ના વિષયોના એકમોને લગતા ઉપયોગી પ્રેઝન્ટેશન બનાવેલ છે.  

તેમનો બ્લોગ માહિતીથી ભરપૂર છે. સારસ્વત મિત્રો તેમના બ્લોગની મુલાકાત લેશો તો અવશ્ય નવી માહિતી જાણવા મળશે. 

વિદ્યાસહાયક ભરતી પ્રતિક્ષાયાદી જોવા તથા કોલ લેટર મેળવવા અહિ નીચે ક્લીક કરો.

http://vidyasahayakgujarat.org/vsahayak2012/default.aspx


કોલ લેટર માટે અહિ ક્લીક કરો. 


Useful excel sheet

નોંધ - એક્સેલ ૨૦૦૩ માં useful excel સીટ ઓપન કરતી વખતે enable macro પર ક્લીક કરવી. મેક્રો રન ન થાય તો toolsmenu --- macro--security--medium કરી સેવ કરી ફાઈલ બંધ કરી ફરી ફાઈલ ઓપન કરવી ત્યારે enable macro પર ક્લીક કરવું.





આજના ગુજરાત સમાચાર ન્યૂઝપેપરમાંમાં સમાચાર છે કે  -  
એક ચોરે દુકાનમાંથી ડુંગળીની ચોરી કરી -  વાઈબ્રન્ટ   ગુજરાતના આ સમાચાર વિશે આપનું મંતવ્ય જણાવો.   એક ચોરે દુકાનમાંથી ડુંગળીની ચોરી કરી  આ અંતર્ગત આપના વિચારો કોમેંટસમાં જણાવો.   

Sunday, October 6, 2013


બનાસકાંઠા જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા પ્રકાશિત થતા બનાસગંગા માસિક માં છપાયેલ કાર્ટૂન  આજની પરિસ્થિતિમાં ઘણુબધુ કહી જાય છે. સારસ્વત મિત્રો - જરા વિચારજો  


Friday, October 4, 2013

માધ્યમિક - ઉચ્ચત્તર તથા આચાર્ય સંઘ માટે લડાયક મુદ્દાઓ

1.  ફાજલનું રક્ષણ 
2.  ૩૦૦ રૂપિયા મેડીકલ 
૩.  શિક્ષકો તથા આચાર્યની ભરતી શરૂ કરાવવી
4.  પરિણામ આધારિત ગ્રાન્ટ નો વિરોધ 
5.  શિક્ષણ સહાયકને   CPF માંથી  GPF
6.  DEO ઓફિસોમાં થતો ભષ્ટાચાર રોકાવવો. 
7.  નોનગ્રાંટેબલ સંસ્થા પર અંકુશ  

8. શિક્ષણ સહાયકની 5 વર્ષની નોકરી સળંગ ગણી 9 વર્ષે ઉચ્ચત્તર પગાર ધોરણ 


આજનો કોયડો 
એક રૂમમાં   7 બલ્બ છે. દરેક બલ્બને સ્વતંત્ર સ્વીચ છે. રૂમને કેટલી રીતે પ્રકાશિત કરી શકાય ?

જવાબ  કોમેંટ્સમાં આવકાર્ય છે.  


ધોરણ 10 ઓનલાઈન ફોર્મ ભરવા અંતર્ગત બાયસેગ પ્રોગ્રામ અંતર્ગત 

Thursday, October 3, 2013

ધો 10ના વિદ્યાર્થીઓના ઓનલાઈન ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીઓના ફોટા તથા સહી કટીગનો excel


ઓક્ટોબર માસમાં રેગ્યુલર તથા રીપીટર વિદ્યાર્થીઓના  ધોરણ ૧૦ ના પરીક્ષાના ફોર્મ ઓનલાઈન ભરવાના છે. ઓનલાઈન પ્રક્રિયા દરમ્યાન વિદ્યાર્થીઓના ફોટા તથા સહી 20 કેબી કે તેનાથી ઓછી સાઈઝમાંઅપલોડ કરવાની છે. આ માટે કામમાં સરળતા રહે તે માટે નીચે મુજબના પગલાને અનુસરશો તો ફોટા તથા સહી સ્કેન કરી ૨૦ કેબી થી નીચેની સાઈઝ કરવામાં સરળતા રહેશે. 

પગલું - 1  સૌ પ્રથમ અહી નીચે એટેચ કરેલ એક્સેલ શીટ ખોલી   ફોટા તથા સહીના પેઈઝની પ્રિંટ કરો
પગલું - 2   ફોટાના પેઈઝ ઉપર ફોટાઓ  તથા સહીના પેઈઝ ઉપર કાળી પેનથી વિદ્યાર્થીઓની સહી કરાવો. 
પગલું - 3  ફોટા તથા સહીના નમુનાના પેઈઝ સ્કેન કરો. એક કાગળ ઉપર ૨૦ ફોટા ફેવીસ્ટીક કે સામાન્ય ગુંદરથી ચોટાડો.ત્યારબાદ તે કાગળ સ્કેન કરો. એટલેકે  એક કાગળ સ્કેન કરવાથી એક સાથે ૨૦ ફોટા કમ્પ્યૂટરમાં સ્કેન થશે. બીજા કાગળ ઉપર બીજા ૨૦ ફોટા ચોટાડી સ્કેન કરવા. વર્ગમાં ૬૦ વિદ્યાર્થીઓ હશે તો  ત્રણ કાગળમાં બધાજ ફોટા આવી જશે. આનાથી ફાયદો એ થશે કે  ૬૦ વખત ફોટા સ્કેન કરવા નહિ પડે. આજ રીતે એક સાથે ૩૦ થી ૩૫ સહી સ્કેન થશે.બે જ કાગળમાં આખા વર્ગની સહી સ્કેન થઈ જશે.   

પગલું - 4  હવે સ્કેન કરેલ ફોટાવાળી ફાઈલ ઓપન કરો. તેના પર રાઈટ ક્લીક કરો અને ઓપન વીથ પેઈંટ પર ક્લીક કરો  જેથી તે સ્કેન કરેલ પેઈઝ પેઈંટમાં ખુલશે. જે ફોટો કોપી કરવો છે તે ફોટાને ડાબી બાજુના ટુલ બોક્ષમાં રહેલા બીજા નંબરના સિલેક્શન ટુલ વડે સિલેક્ટ કરો. અને સિલેક્શનની અંદર રહી રાઈટ ક્લીક વડે કોપી કરો. 

પગલું - 5   ફોટાની કોપી કર્યા બાદ સ્ટાર્ટ - પ્રોગ્રામ માં જઈ અન્ય પેઈંટની ફાઈલ ખોલો અને તેમાં એડીટ મેનુમાં જઈ પેસ્ટ કરો. અહિ ફોટાને ડ્રેગ કરી નાનો મોટો કરી શકાશે.  

પગલું - 6   હવે  ફાઈલ મેનુમાં જઈ સેવએઝ  પર ક્લીક કરો અને ફાઈલના નામમાં રોલનંબર પ્રમાણે નંબર આપી    File as Type માં   JPEG ખાસ કરો અને ઓકે કરો. JPEG કરવાથીજ ફોટાની સાઈઝ ઘટશે. JPEG કરવાનું ભૂલવું નહિ. 

પગલું - 7   હવે બીજો ફોટો ૨૦ કેબીથી નાનો બનાવવા અગાઉના જેમ પગલા - 5 અને 6 ને અનુસરો. આ રીતે કામ કરવાથી લગભગ  ૧ કલાકમાં આરામથી ૭૦ થી ૮૦ ફોટાઓ ૨૦ કેબીથી નાની સાઈઝના બનાવી શકાય છે.  સહી માટે પણ ઉપરના પગલા અનુસરો. 

આજનો કોયડો -

  એક સમારંભમાં દરેક વ્યક્તિ એકબીજા સાથે હસ્તધૂનન કરે છે. જો કુલ ૧૦૫ વખત હસ્તધૂનન ( હાથ મિલાવવાની ) પ્રક્રિયા બની હોય તો સમારંભમાં હાજર વ્યક્તિઓની કુલ સંખ્યા કેટલી હશે ?  

 કોયડાનો જવાબ કોમેંટ્સ માં આપી શકો છો. 


ઘણા પૂછે છે કે સાતમું પગાર પંચ ક્યારે અમલમાં આવે ?

મિત્રો Six Pay ૦૧/૦૧/૨૦૦૬ થી અમલમાં આવેલ છે. પણ ગુજરાત સરકારે ૦૧/૦૧/૨૦૦૯ થી રોકડમાં આપેલ હતું. તેમ સાતમું પગાર પંચ   ૦૧/૦૧/૨૦૧૬ થી અમલમાં  આવી શકે. ગુજરાત સરકાર  ૦૧/૦૧/૨૦૧૮ કે ૨૦૧૯ માં  રોકડમાં  આપવાનો અમલ કરી શકે.