Thursday, January 30, 2014

ચિંતન

કેન્દ્ર સરકારની જાહેરાત - ગેસના ૯  સિલિન્ડરની જગ્યાએ હવે ૧૨   સિલિન્ડરમાં સબસીડી મળશે.  
મિત્રો- હાલ મોંઘવારી ૯૯ % છે. આગામી મોંઘવારી વધારો ૧૧ % મળવાની સંભાવના છે. આગામી લોકસભાનીચૂંટણીને કારણે કેન્દ્ર સરકાર  મોંઘવારી મર્જ કરે તો નવાઈ નહિ. વળી બજેટમાં ઈંકમટેક્ષના સ્લેબમાં પણ ચોંકાવનારા ફાયદારૂપ ફેરફારો આવી શકે તો ચોંકી જતા નહિ. કારણકે નજીકમાં ચૂંટણી આવે છે.અને બધાને સત્તા મેળવવી અને ભોગવવી ગમે છે. 
રાજ્ય સરકાર ફિક્સ પગારવાળાને નિમણૂંક તારીખથી ફૂલ પગાર આપે તેવું  ફિક્સ પગાર કર્મચારીઓની માગણી છે. આશા રાખીએ કે સુપ્રિમ કેસના ચુકાદા પહેલાં ગુજરાત સરકાર આ વિશે કોઈક જાહેરાત કરે.





Monday, January 27, 2014

Probability  -    Higher Bharti order will be declared today or tommorrow 

Friday, January 24, 2014

ચિંતા અને ચિંતન



તાજેતરમાં જાણવા મળેલ સમાચાર મુજબ પરીક્ષાકેન્દ્રો ઉપર ગેરરીતી અટકાવવા અને પરીક્ષાનું સંચાલન શાંતિમય અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે બોર્ડ દરેક પરીક્ષા કેન્દ્રો પર સી.સી.ટી.વી કેમેરા મૂકાવવાનું આયોજન કરી રહી છે. બોર્ડનું સી.સી.ટી.વી કેમેરા મૂકાવવાનું પગલું સમયની માંગ છે તથા આવકારદાયક છે. પરંતુ શું તેના માટેનો જંગી ખર્ચ નિભાવગ્રાંટમાં નાખવાથી ચાલી શક્શે. ?

બોર્ડ પરીક્ષા માટે વિધ્યાર્થીઓ પાસેથી અલગથી પરીક્ષા ફી લે છે. અને સ્કોર્ડની કામગીરી માટે તેમાંથી મહેનતાણા ચૂકવે છે. સ્કોર્ડની કામગીરી પણ ગેરરીતી અટકાવવાની છે. તો શું સ્કોર્ડના મહેનતાણા બોર્ડ પરીક્ષા ફી માંથી ચૂકવતી હોય તો સી.સી.ટી.વી કેમેરા વસાવવા માટે પરીક્ષા ફી માંથી અલગથી ગ્રાંટ આપવી ન જોઈએ. ?

Thursday, January 23, 2014

ઉચ્ચત્તર ભરતી અંતર્ગત સંભાવના


શનિવાર સાંજ સુધીમાં ઉચ્ચત્તર ભરતી માટે પસંદ થયેલ શાળાનો ઓનલાઈન ઓર્ડર મળશે તેવી મારી ધારણા છે. અને ૩૧/૦૧/૨૦૧૪ સુધીમાં શિક્ષકો શાળામાં હાજર થઈ જાય તેવું મારુ વ્યક્તિગત માનવું છે.

મારા મંતવ્ય મુજબ આગામી પ્રોસિજર નીચે મુજબ હશે.
ઉચ્ચત્તર ભરતી અંતર્ગત ઉમેદવારો પાસેથી પ્રથમ તબક્કામાં શાળા પસંદગી કરાવી છે. હવે શનિવાર સાંજ સુધીમાં જે તે ઉમેદવારને કમ્પ્યૂટર દ્વારા મેરીટ પ્રમાણે પોતાની પસંદગીની શાળામાંથી એક શાળા પસંદગી મળશે. જે તેના માટે ફાઈનલ શાળા હશે.  જેનો લેખિત ઓર્ડર ઓનલાઈન કાઢવાનો રહેશે. અને જે તે ડી.ઈ.ઓ કચેરીએ કે શાળામાં જે તે ઓર્ડર લઈને હાજર થવાનું રહેશે.
લગભગ તા. ૩૧/૦૧/૨૦૧૪ સુધીમાં ઉમેદવારને શાળામાં હાજર કરી શકાય. ત્યારબાદ જે તે પસંદગી થયેલ શાળામાં શિક્ષકો હાજર ન થાય તો તે વિષયની જગ્યા માટે બીજો તબક્કો પડશે તેવું મારુ માનવું છે. માની લો કે પહેલા તબક્કા માં જ બધીજ જગ્યા ઉપર બધાજ શિક્ષકો હાજર થઈ જાયતો બીજો તબક્કો ન પણ પડે. 





Wednesday, January 22, 2014

Fix case status

Fix pay case new date is 28/01/2014.

Fix salary case status

અગાઉના જેમ આજે પણ ફિક્સ સેલેરી કેસ બોર્ડ પર જ આવેલ નથી. જેથી એક બે દિવસમાં ફરી નવી તારીખ જાહેર થશે. 

મિત્રો - નવી મુદતની રાહ જુઓ. ત્યારબાદ પણ નવી મુદતની રાહ જુઓ. અને ત્યારબાદ પણ નવી મુદતની રાહ જોવાની છે. મારી ધારણા મુજબ બે થી ત્રણ મુદત બાદ કેસનો ચુકાદો આવી શકે છે. 



Saturday, January 18, 2014

શિક્ષક સંઘો માટે લડાયક મુદ્દાઓ



શિક્ષક સંઘો માટે લડાયક મુદ્દાઓ 
રાવવી.
1.   ૧૯૯૮ પછી ફાજલનું રક્ષણ 

2.  ૩૦૦ રૂ. મેડીકલ તથા વાહનભથ્થુ 

3.  શાળાઓમાં આચાર્યોની તેમજ બિનશૈક્ષણિક કર્મચારીઓની ભરતી તાત્કાલિક કરાવવી.

4.  પરિણામ આધારિત ગ્રાન્ટનો વિરોધ 

5   ડી.ઈ.ઓ  ઓફિસોમાં થતા ભષ્ટાચાર પર અંકુશ લાવવા સેમિનાર - તાલીમ - શિક્ષકજાગૃતિ લાવવાના પ્રયત્નો 

ફિક્સ પગાર કેસ સ્ટેટસ અંતર્ગત


મિત્રો - ફિક્સ પગાર કેસ અંતર્ગત સુપ્રિમ કોર્ટમાં  તા. ૨૧/૦૧/૨૦૧૪ ના રોજ  કેસ હિયરીંગ છે. હું જાણું છું ત્યાં સુધી તા. ૨૧/૦૧/૨૦૧૪ ના રોજ  ચુકાદાનું લાસ્ટ જજમેંટ નથી. તેથી હજી એકાદ બે મુદત પડવાની સંભાવના વિચારી શકાય. ખોટી અફવાઓથી દોરાતા નહિ. સૌથી વધુ અફવાઓ  શિક્ષણ જગતમાંથી જ શિક્ષિત લોકો દ્વારા  ફેલાય છે. લગભગ ઓછામાં ઓછી બે મુદત આવી શકે છે. કદાચ ચુકાદા પહેલાં ચૂંટણી પહેલાં સરકાર સમાધાનકારી રસ્તો અપનાવી અમુક માંગણી સ્વીકારી પણ શકે. 
ગમે તે થાય લાડવા કર્મચારીઓના હાથમાંજ આવવાના છે. અત્રે ખાસ નોંધ લે જો કે  સુપ્રિમમાં સરકાર સામે ફિક્સ પગાર માટે કોઈ શિક્ષક સંઘ કે કર્મચારી સંઘ લડતો નથી પરંતુ યોગક્ષેમ નામની સંસ્થા કેસ લડે છે . તેનો આભાર માનો એટલો ઓછો છે. 

ઉચ્ચત્તર ભરતી નવીન સમાચાર

ઉચ્ચત્તર ભરતી નવીન સમાચાર - 

ખેડા જીલ્લાની શાળાઓ શરત ચુકથી કચ્છ જીલ્લામાં દર્શાવેલ છે. જે ધ્યાન ઉપર આવતા જરૂરી સુધારો કરેલ છે. જેથી જે ઉમેદવારોએ ખેડા/કચ્છ જિલ્લાની શાળાઓ પસંદ કરેલ હોય તેમણે પૂન: શાળા પસંદગી કરી Confirm કરવા વિનંતી છે.

Tuesday, January 14, 2014

વિચાર

પ્રવર્તમાન મોંઘવારી ધ્યાનમાં લેતાં મોંઘવારી 101% થવાની સંભાવના છે. ખરેખર મોઘવારી 100% થાય ત્યારે મોઘવારી મર્જ કરી શકાય અને કર્મચારીઓને લાભ થાય. પરંતુ મોંઘવારી મર્જ થાય તેવા કોઈ સંકેત દેખાતા નથી. ચૂંટણીના કારણે જાદુ થાય તો નવાઈ નહિ. 

Useful Excel Sheets


નીચે  8 % DA ની ગણતરી કરવાની એક્સેલ શીટ આપેલ છે. શીટ ખોલી ફક્ત પીળા રંગના ખાનામાં બેઝિક પગાર તથા ગ્રેડ પે નાખવો.કોમેન્ટમાં આપના સૂચનો આવકાર્ય છે.  













ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યર્થીઓ માટે મારી સમજ મુજબ  એક્સેલ ફાઈલ બનાવી છે કોઈ ભૂલ હોયતો મોબાઈલ નંબર પર જાણ કરશો. 
Merit Calculator - 12 Science
  
Calculate Your Merit for Higher Secondary Teacher ( Merit Calculator )

 


મધ્યસ્થ મૂલ્યાંકન માટે - ઉપયોગી પત્રક 3  Income tax Calculator ( F.Y 2011-12) - For School Employee

 એરિયર્સ ગણતરી ( Due to Pay band effect ) April 2010 to Dec 2011

ઈટાદરા હાઈસ્કૂલ - તા. માણસાના ઉત્સાહી શિક્ષકશ્રી વિજયભાઈ પટેલે ધોરણ - ૯ SCE અંતર્ગત પત્રકો માટે એક્સેલ ફાઈલ બનાવી છે જે અત્રે નીચેની લીંક પર ક્લીક કરવાથી ખુલશે.  વિજયભાઈનો મોબાઈલ નંબર ૯૮૭૯૦૩૧૮૫૫ છે. 
ધોરણ - ૯ SCE અંતર્ગત પત્રકો

કોઈપણ બે સંખ્યા વચ્ચેની અવિભાજ્ય સંખ્યા શોધો

Salary slip 
  ઝડપથી કોઈપણ સંખ્યાના અવયવ પાડો  
ઉંમર શોધક કેલ્ક્યુલેટર (Age Calculation Calculator) life time calender ચિત્ર બારીકાઈથી જોઈ મગજ 








  • દેશના કોઈપણ સ્થળનો એસ.ટી.ડી કોડ સરળતાથી શોધો










  • ગ્રેજ્યુએટી ગણનયંત્ર









  • વાહન - ઘર લોન વ્યાજ ગણન યંત્ર









  • જી.પી.એફ સ્લીપ









  • ઘરેલું બજેટને ઓળખો ( HOME BUDGET PLANNER )









  • 6 Pay Arrears Calculation ( New Pay Band Effect )









  • Change Currency in word format ( Open file and click on enable button )
  • લાઈફ ટાઈમ કેલેન્ડર  







  • ધોરણ- ૧૦ પરીક્ષા પરિણામ પત્રક નમૂનો તથા ગુણપત્રક નમૂનો
  • Saturday, January 11, 2014

    Income Tax Return Efiling Guideline

    Here You have see all procedure to fill Income Tax return online 

    Procedure - for income tax - efiling using excel utility (Online Retuen fiing )



    MERIT CALCULATOR

    સારસ્વત મિત્રોના ઉપયોગ માટે ભરત ચૌહાણ તથા પૂરણ ગોંડલિયા દ્વારા મળેલ મેરીટ ગણતરી માટેના કેલ્ક્યુલેટર અહિ સામેલ છે. જે આપને ઉપયોગી નિવડશે. 

    HTAT PRINCIPAL MERIT CALCULATOR


    SECONDARY TEACHER MERIT CALCULATOR

    SEC.PRINCIPAL MERIT CALCULATOR

    PRIMARY 6 TO 8 MATHS/SCIENCE MERIT CALCULATOR

    PRIMARY 6 TO 8 SOCIAL SCIENCE MERIT CALCULATOR

      

    Friday, January 10, 2014

    ચિંતા અને ચિંતન

    મિત્રો - આજના આ વાઈબ્રન્ટ ગુજરાતમાં ઘણીબધી સરકારી કચેરીઓ તેમજ કેટલીક ડી.ઈ.ઓ ઓફિસોમાં આપણું  સાચુ કામ કરાવવા માટે પણ અધિકારીઓ તથા કારકુનો દ્વારા નાણા માંગવામાં આવે છે. નાણા આપવામાં ન આવે તો ફાઈલ અટકાવે છે. ઠેર ઠેર ઓફિસોમાં આપણામાંના જ  દલાલોનું કામ કરતા જોયેલા છે.સાહેબ આગળ આવા લોકો વ્હાલા થાય છે. સાહેબને આવા તત્વો દ્વારા નાણાના દલ્લા મળે છે. અને ભષ્ટાચારની ગંગોત્રી આગળ વધે છે. 
    સમાજમાં પ્રવર્તમાન ભ્રષ્‍ટાચારના સંદર્ભમાં લાંચ રૂશ્વત શબ્દ પ્રચલિત છે. સામાન્ય નાગરિક લાંચ એટલે કાયદેસરનું કામ કરાવવા માટે આપવી પડતી નાણાકીય રકમ તેટલું જ સમજે છે, પરંતુ લાંચ શબ્દનો વિસ્‍તૃત અર્થ છે. લાંચ એટલે ફક્ત નાણાકીય વ્યવહાર જ નહીં, પરંતુ જાહેર સેવકને કામગીરી કરવા કે ન કરવા માટે આપવામાં આવતી ભેટ કે બક્ષિસ સ્વરૂપની વસ્તુનો પણ સમાવેશ થાય છે.
    મિત્રો - ભલે કામમાં વિલંબ થાય પરંતુ આવા લેભાગુ તત્વો સામે હારશો નહિ. કેમેરાની મદદથી સ્ટીંગ ઓપરેશન કરી રેડ પડાવો. આવા અધિકારી કે કારકુનો આપણું કામ કરવા તગડો સરકારી પગાર લે છે. કોઈ દયાદાન કરતા નથી. જરૂર છે નિડર બની રજૂઆત કરવાની અને ભષ્ટાચારીઓને ખુલ્લા પાડવાની. આવા લેભાગુ તત્વો  અંદરથી ખૂબજ બીકણ હોય છે. લાંચ આપવી તે લાંચ સ્વીકારવા કરતાં મોટો ગુનો અને પાપ છે.
    આજે જ્યારે આખા દેશમાં ભષ્ટાચારને રોકવા પરિવર્તનનો વાયરો ફૂંકાઈ રહ્યો છે ત્યારે વર્ગખંડોમાં નિતીના પાઠો શીખવતા સારસ્વતો ઉંઘતા રહે તે  ૨૧ મી સદીના નવનિર્માણ ભારત માટે ચાલી શકે તેમ નથી.ભ્રષ્ટાચાર ઊભી પૂંછડીએ ભાગશે, પણ જ્યારે દરેક નાગરિક સાબદો થઈ સ્વાભિમાનથી તલવાર વીંઝશે.ભ્રષ્ટાચારનો ભરડો દેશના વિકાસને થંભાવી સામાજિક સુવ્યવસ્થાને ઉધઇની જેમ કોરી ખાય છે અને રાષ્ટ્રીય તંત્ર ખોખલું બનાવે છે.  
    કોઈ પણ વ્‍યક્તિ પાસે કોઈ પણ ખાતાના કર્મચારી દ્વારા લાંચ  રૂશ્વત ની માગણી કરવામાં આવે ત્યારે તે વ્‍યક્તિની વિરુદ્ધમાં ફરિયાદ કરવા માટે સરકારે લાંચ  રૂશ્વત  વિરોધી ખાતાની રચના કરેલી છે. જેની મુખ્ય ઓફિસ અમદાવાદ ખાતે શાહીબાગમાં છે, જ્યારે રાજકોટ, મહેસાણા, જૂનાગઢ, વડોદરા અને સુરત ખાતે વિભાગીય કચેરીઓ આવેલી છે 
    જાહેર સેવક કાયદેસરના મહેનતાણાં સિવાય કોઈપણ જાહેર હિતનું કામ કરવા કે ન કરવા માટે રોકડ નાણું, ભેટ કે કીમતી વસ્તુની માંગણી કરે તો આ અધિનિયમની કલમ ૭ મુજબ ગુનો કરે છે અને ગુનો સાબિત થયે પાંચ વર્ષ સુધીની (કેદ તથા દંડની) શિક્ષા થઈ શકે છે.  

    Wednesday, January 8, 2014





    મિત્રો - ઉચ્ચત્તરની ભરતી અંતર્ગત મેરીટ જાહેર કરવા તથા ચૂંટણી આચાર સંહિતા આવે તે પહેલાં ભરતી પૂરી કરી દેવા માટે  બે દિવસ પહેલાં  શિક્ષણમંત્રીશ્રી થી માંડીને મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય સુધી ધારદાર રજૂઆત કરવામાં આવી છે. ત્યાંથી હકારાત્મક સમાચાર મળ્યા છે. એટલે આ અઠવાડિયા દરમ્યાન ભરતી અંતર્ગત સારા સમાચાર મળવાની શક્યતા છે.