Wednesday, July 2, 2014

૧૯૯૮ પછીના ફાજલ શિક્ષકોના રક્ષણ બાબતનો ૦૨/૦૭/૨૦૧૪ નો વચગાળાનો પરિપત્ર

મિત્રો - ફાજલનો આ  ૧૯૯૮ પછી  રક્ષણ લંબાવેલો પરિપત્ર નથી. પરિપત્રનો બરાબર અભ્યાસ કરો. વ્યવસ્થાના ભાગ સ્વરૂપે કુલડીમાં ગોળ ભાગ્યો  છે. પરિપત્રમાં  ગોળ ગોળ વાતો છે.  સરકારશ્રી ભવિષ્યમાં પણ કોઈને પણ ફાજલ કરશે નહિ  તે વાત સ્પષ્ટ સમજવી.  હાલ કોઈ પણ શિક્ષકને ફાજલ કરવા નહિ તે વાત સ્પષ્ટ છે. 
નજીકના ભવિષ્યમાં  ૧૯૯૮ પછી રક્ષણ ક્યાં સુધી ? ૨૦૧૧ સુધી કે ૨૦૧૪ ની હાલ છેલ્લી ભરતી સુધી ? કેવી શરતોને આધીન ? તે અંતર્ગત  ચર્ચા - ચિંતન ચાલે છે. ગુજરાત રાજ્ય માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ  તથા અન્ય જિલ્લા શિક્ષક સંઘો દ્વારા શિક્ષણમંત્રીશ્રીને  ફાજલ રક્ષણ લંબાવવા વિનંતી સાથેની રજૂઆતો કરેલ છે. જેનો નજીકના સમયમાં સાનુકૂળ પ્રતિસાદ મળશે. 




1 comment:

  1. 1998 pehala ccc/ccc+ or cic ambedkar uni ma karel hoy to higher grade ma velid ganay k nahi????????????? jan karva vinnati... thank

    ReplyDelete