Wednesday, August 29, 2012


બિન સત્તાવાર માહિતી મુજબ એકાદ અઠવાડિયામાં વર્ગ વધારા ફાળવવામાં આવે તેવી શક્યતા છે ત્યારબાદ તરતજ ફાજલ સેટલમેંટ થશે. બીજી બાજુ રોસ્ટરના કેમ્પ યોજાશે અને રોસ્ટર તૈયાર થયા પછી ઉચ્ચત્તર માધ્યમિકમાં ભરતી થશે. આચાર્ય અને 6 થી 8 માં ભરતી પણ ચૂંટણીની આચારસંહિતા પહેલા પૂરી થાયતો નવાઈ નહિ. ટૂંકમાં મારા વ્યક્તિગત મંતવ્ય મુજબ ચૂંટણી પહેલા શિક્ષણ જગતમાં ક્રાંતિકારી ફેરફારો આવે તો નવાઈ નહિ.

 મારા વ્યક્તિગત મંતવ્ય મુજબ  શિક્ષકોની નીચેની માગણીઓ ચૂંટણીના કારણે વત્તા ઓછા પ્રમાણમાં ચૂંટણી આચારસંહિતા પહેલા સ્વીકારાય તો ચોંકી ઉઠતા નહિ. 
   
1. ૧૯૯૮ પછી બધાને ફાજલ રક્ષણ  
2.  ૩૦૦ રજાનું રોકડમાં રૂપાંતર  
૩.  ટ્રાન્સપોર્ટ એલાઉન્સ  
૪.  છ્ઠ્ઠા પગાર પંચ મુજબ ડીએ  
૫. પરીક્ષક મહેનતામાં સુધારો   
૬. સહાયકને પગાર અંતર્ગત સુપ્રિમના ૦૭/૦૯/૨૦૧૨ નો ચુકાદો  
૭. ભરતીમાં જૂના ( મદદનીશ ) શિક્ષકની જાહેરાતનું મહેકમ તથા સ્થળ
૮. ક્લાર્ક તથા સાથીસહાયકની ભરતી 
૯. ઉચ્ચત્તર શિક્ષક માટે ૯૩૦૦ - ૩૪૮૦૦ ની જગ્યાએ નવા સ્કેલના પરિપત્રનો અમલ

  
પિતૃત્વની રજાનો પરિપત્ર વારંવાર શિક્ષકો માગે છે. આપણા બ્લોગ ઉપર અગત્યના પરિપત્ર મેનુમાં પણ આ પરિપત્રનો સમાવેશ છે. 

પ્રસુતિ તથા પિતૃત્વ રજાનો પરિપત્ર

Monday, August 27, 2012

ચંદ્ર પર પ્રથમ પગ મુકનાર નીલ આર્મસ્ટ્રોંગ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. તેમનુ ૮૨ વર્ષની ઉંમરના અંતે ગઈ કાલે શનિવારે નિધન થયુ છે.થોડા દિવસો પહેલા તેમની બાયપાસ સર્જરી થઈહતી

Thursday, August 23, 2012

Special Leave Petition (Civil)    14124 -14125    OF   2012   પગાર અંતર્ગતના ચુકાદામાં સુપ્રિમમાં તા. ૦૭/૦૯/૨૦૧૨ ની મુદત પડી છે. કેસ સ્ટેટસ જોવા નીચેની લિંક પર ક્લીક કરો. 
Special Leave Petition (Civil) 14124 -14125 OF 2012 Case Status

છેલ્લા અઠવાડિયાથી   તુલશીશ્યામ - સાસણગીર - દિવ - સોમનાથ - પોરબંદર - દ્વારકા - જામનગર - ચોટીલા - નવારણુજા ફેમેલી સાથે પ્રવાસ અંતર્ગત જવાનું થયું હોવાથી બ્લોગ છેલ્લા અઠવાડિયાથી અપડેટ થઈ શકેલ નથી. હવે બ્લોગની પોસ્ટ રેગ્યુલર અપડેટ થશે.

આભાર 
જિતેન્દ્ર પટેલ - ગોઝારિયા. તા.જિ. મહેસાણા 

Monday, August 6, 2012

મિત્રો - નીચે બે સારીવેબસાઈટની લિંક મૂકેલ છે. જે આપ સૌને મદદરૂપ બનશે. 

મારૂગુજરાત નામની વેબસાઈટમાં UPSC/GPSC/LATTEST JOB/TET/TAT/OLD PAPERS તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા વિશે લેટેસ્ટ માહિતી મૂકવામાં આવે છે.

http://www.marugujarat.co.cc/ ( રણજીત ઠાકોર )
http://theesky.com/default.php

Sunday, August 5, 2012




ખાસ નોંધ - જો ઉપરોક્ત બે  પ્રેઝન્ટેશનના અક્ષરો આપ વાંચી શક્તા ન હોયતો નીચે ફોન્ટ પર ક્લીક કરી ફોન્ટની કોપી કરી આપના કમ્પ્યૂટરના Control પેનલમાં Font ફોલ્ડરમાં Paste કરવા. ત્યારબાદ પ્રેઝન્ટેશન ફરી ખોલવું.