Sunday, September 30, 2012

તા. ૦૧/૧૦/૨૦૧૨ થી તા. ૩૧/૧૦/૨૦૧૨ સુધી ધોરણ ૧૦ ના પરીક્ષાના ફોર્મ ઓનલાઈન ભરવાના છે. ઓનલાઈન પ્રક્રિયા દરમ્યાન વિદ્યાર્થીઓના ફોટા તથા સહી 20 કેબી કે તેનાથી ઓછી સાઈઝમાંઅપલોડ કરવાની છે. આ માટે કામમાં સરળતા રહે તે માટે નીચે મુજબના પગલાને અનુસરશો તો ફોટા તથા સહી સ્કેન કરી ૨૦ કેબી થી નીચેની સાઈઝ કરવામાં સરળતા રહેશે. 

પગલું - 1  સૌ પ્રથમ અહી નીચે એટેચ કરેલ એક્સેલ શીટ ખોલી   ફોટા તથા સહીના પેઈઝની પ્રિંટ કરો


પગલું - 2   ફોટાના પેઈઝ ઉપર ફોટાઓ  તથા સહીના પેઈઝ ઉપર કાળી પેનથી વિદ્યાર્થીઓની સહી કરાવો. 

પગલું - 3  ફોટા તથા સહીના નમુનાના પેઈઝ સ્કેન કરો. એક કાગળ ઉપર ૨૦ ફોટા ફેવીસ્ટીક કે સામાન્ય ગુંદરથી ચોટાડો.ત્યારબાદ તે કાગળ સ્કેન કરો. એટલેકે  એક કાગળ સ્કેન કરવાથી એક સાથે ૨૦ ફોટા કમ્પ્યૂટરમાં સ્કેન થશે. બીજા કાગળ ઉપર બીજા ૨૦ ફોટા ચોટાડી સ્કેન કરવા. વર્ગમાં ૬૦ વિદ્યાર્થીઓ હશે તો  ત્રણ કાગળમાં બધાજ ફોટા આવી જશે. આનાથી ફાયદો એ થશે કે  ૬૦ વખત ફોટા સ્કેન કરવા નહિ પડે. આજ રીતે એક સાથે ૩૦ થી ૩૫ સહી સ્કેન થશે.બે જ કાગળમાં આખા વર્ગની સહી સ્કેન થઈ જશે.   

પગલું - 4  હવે સ્કેન કરેલ ફોટાવાળી ફાઈલ ઓપન કરો. તેના પર રાઈટ ક્લીક કરો અને ઓપન વીથ પેઈંટ પર ક્લીક કરો  જેથી તે સ્કેન કરેલ પેઈઝ પેઈંટમાં ખુલશે. જે ફોટો કોપી કરવો છે તે ફોટાને ડાબી બાજુના ટુલ બોક્ષમાં રહેલા બીજા નંબરના સિલેક્શન ટુલ વડે સિલેક્ટ કરો. અને સિલેક્શનની અંદર રહી રાઈટ ક્લીક વડે કોપી કરો. 

પગલું - 5   ફોટાની કોપી કર્યા બાદ સ્ટાર્ટ - પ્રોગ્રામ માં જઈ અન્ય પેઈંટની ફાઈલ ખોલો અને તેમાં એડીટ મેનુમાં જઈ પેસ્ટ કરો. અહિ ફોટાને ડ્રેગ કરી નાનો મોટો કરી શકાશે.  

પગલું - 6   હવે  ફાઈલ મેનુમાં જઈ સેવએઝ  પર ક્લીક કરો અને ફાઈલના નામમાં રોલનંબર પ્રમાણે નંબર આપી    File as Type માં   JPEG ખાસ કરો અને ઓકે કરો. JPEG કરવાથીજ ફોટાની સાઈઝ ઘટશે. JPEG કરવાનું ભૂલવું નહિ. 

પગલું - 7   હવે બીજો ફોટો ૨૦ કેબીથી નાનો બનાવવા અગાઉના જેમ પગલા - 5 અને 6 ને અનુસરો. આ રીતે કામ કરવાથી લગભગ  ૧ કલાકમાં આરામથી ૭૦ થી ૮૦ ફોટાઓ ૨૦ કેબીથી નાની સાઈઝના બનાવી શકાય છે.  સહી માટે પણ ઉપરના પગલા અનુસરો. 

Thursday, September 27, 2012

વિદ્યાસહાયક ૨૦૧૨ અરજીપત્રક (તા.૨૮-૯-૨૦૧૨ સવારે ૧૦:૦૦ કલાકથી ભરી શકાશે.)

જાહેરાત

ઠરાવો  
ખાલી જગ્યાઓની યાદી(જીલ્લા શિક્ષણ સમિતિ-ગુજરાતી માધ્યમ) 
ખાલી જગ્યાઓની યાદી (જીલ્લા શિક્ષણ સમિતિ-અન્ય માધ્યમ) 
ખાલી જગ્યાઓની યાદી(નગર શિક્ષણ સમિતિ-ગુજરાતી માધ્યમ) 
ખાલી જગ્યાઓની યાદી (નગર શિક્ષણ સમિતિ-અન્ય માધ્યમ) 
ભાષાઓની વર્ગીકૃત ખાલી જગ્યાઓની યાદી(જીલ્લા શિક્ષણ સમિતિ-ગુજરાતી માધ્યમ) 
ભાષાઓની વર્ગીકૃત ખાલી જગ્યાઓની યાદી (જીલ્લા શિક્ષણ સમિતિ-અન્ય માધ્યમ) 
ભાષાઓની વર્ગીકૃત ખાલી જગ્યાઓની યાદી(નગર શિક્ષણ સમિતિ-ગુજરાતી માધ્યમ) 
ભાષાઓની વર્ગીકૃત ખાલી જગ્યાઓની યાદી (નગર શિક્ષણ સમિતિ-અન્ય માધ્યમ)

Wednesday, September 26, 2012

આજના ખુશ ખબર 

ધોરણ ૬ થી ૮ માં વિદ્યાસહાયક પ્રાથમિક શિક્ષકોની કુલ ૮૮૦૦ શિક્ષકોની ભરતી ( ગણિત - વિજ્ઞાન  ૩૦૦૦ શિક્ષકો -  ભાષાઓના ૨૩૦૦ શિક્ષકોની જગ્યાઓ તથા સામાજિક વિજ્ઞાનના કુલ ૩૫૦૦ શિક્ષકો)ની  ભરતી તા. ૨૮/૦૯/૨૦૧૨ સવારે ૯ -૦૦ કલાકથી તા. ૧૦/૧૦/૨૦૧૨ ના રોજ બપોરે ૩-૦૦ કલાક સુધી www.vidyasahayakgujarat.org  www.ptcgujarat.org પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે આ વેબસાઈટ જોતા રહેવું. 

મિત્રો - આ એકજ વેબસાઈટ એવી છે કે જેમાં સારસ્વત મિત્રોને ઉપયોગી માહિતી વિનામૂલ્યે આપવામાં આવે છે.તેથીજ આજ સુધી ૧૧ લાખ લોકોએ આ વેબસાઈટની મુલાકાત લીધી છે. જે કામ  શિક્ષકસંઘોએ કરેલ નથી તે કામ વેબસાઈટના માધ્યમ દ્વારા લોકોના પ્રશ્નો સાંભળી યોગ્ય સ્તરે રજૂઆત કરેલ છે તથા સારસ્વત મિત્રોને હકારાત્મક માર્ગદર્શન પણ આપેલ છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે પણ આપણે અવારનવાર શિક્ષક મિત્રો દ્વારા તૈયાર થયેલ ઉપયોગી પ્રેઝંટેશન આ સાઈટ ઉપર તથા અમારી બીજી સાઈટ wwww.edusafar.com  ઉપર પણ અપડેટ કરીએ છીએ. આપને ફરી વિનંતી કે શિક્ષણના સમાચાર માટે wwww.edusafar.com તથા  www.jitugozaria.blogspot ની મુલાકાત લેશો અને અન્ય મિત્રોને આ સાઈટની મુલાકાત લેવાનું કહેશો. આપના અભિપ્રાય આવકાર્ય છે.
આભાર 

જિતેન્દ્ર પટેલ ( મદદનીશ શિક્ષક - ગોઝારિયા હાઈસ્કૂલ . ગોઝારિયા.તા.જિ મહેસાણા )

Tuesday, September 25, 2012

મિત્રો - તા. ૨૮/૦૯/૨૦૧૨ ના રોજ ગુ.મા.શિ.બોર્ડ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવા માટે બાયસેગ પર માર્ગદર્શન આપવામાં આવનાર છે. મારી દ્રષ્ટીએ ઓનલાઈન ફોર્મ ભરવા માટે અગાઉથી જો નીચે બતાવેલ નમૂના પર વિદ્યાર્થીઓના ડેટા તૈયાર કરેલ હોયતો ફોર્મ ભરતી વખતે બધીજ માહિતી હાજર હોવાથી સરળતાથી ફોર્મ ભરી શકાય. નીચે એક્સેલની શીટ્સ આપેલ છે.

પહેલી શીટની પ્રિંટ કરી જેટલા વિદ્યાર્થીઓ હોય તેની વિગતો ધોરણ ૧૦ ના વર્ગ શિક્ષકો પાસે જી.આર મુજબ ભરાવી વિદ્યાર્થીઓ પાસે ચેક કરાવી શકાય.

બીજી શીટમાં વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ્સ લગાવી સ્કેન કરવાથી એક પેઈઝમાં એકસાથે ૨૦ ફોટોગ્રાફ્સ સ્કેન થઈ શકે ત્યારબાદ કોપી - પેસ્ટ કરવામાં સરળતા રહે છે. 

આજ રીતે ત્રીજી શીટમાં એકજ પેઈઝમાં એકસાથે ૩૫  વિદ્યાર્થીઓની સહી  સરળતાથી સ્કેન કરી શકાય છે જેનાથી વારંવાર સ્કેન કરવામાંથી મુક્તિ મળે છે. 

ચોથી શીટ 1 માં જો ડેટા ભરવામાં આવે અને પહેલી શીટમાં રોલ નંબર બદલવામાં આવે તો માહિતી આપોઆપ ભરાઈ જાય છે. રોલ નંબર બદલતા જાઓ અને પ્રિંટ કરતા જાઓ. 

આશા રાખું છું કે આ માહિતી ઓનલાઈન ફોર્મ ભરવા આપ સૌને ઉપયોગી થઈ પડશે.  

Tuesday, September 18, 2012




Monday, September 17, 2012

ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક ભરતી 

નિયામકશ્રી-અનુસૂચિત જાતિ કલ્યાણ-ગુજરાત રાજ્ય -ગાંધીનગર દ્વારા ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં ગણિત - રસાયણશાસ્ત્ર - ભોતિકવિજ્ઞાન - અંગ્રેજી અને મનોવિજ્ઞાન વિષયના  શિક્ષક ની કુલ ૪૯ જગ્યાની સીધી ભરતી  આજ રોજ તા. ૧૭/૦૯/૨૦૧૨ ના રોજ બપોરે ૨-૦૦ કલાકે  ખુલનાર છે. તે માટે નીચેની લીંક પર ક્લીક કરી બપોરે ૨-૦૦ કલાક પછી ઓનલાઈન ફોર્મ ભરવું. 

Friday, September 14, 2012

અહી નીચે  તા. ૧૩/૦૯/૨૦૧૨ થી તા. ૨૫/૦૯/૨૦૧૨ સુધી ગાંધીનગર ખાતે નવા બનાયેલા રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરવાનો કેમ્પ રાખેલ છે. કેમ્પની તારીખ માટે નીચે ક્લીક કરો. 
ઉ.મા.વિભાગના રોસ્ટર રજીસ્ટર પ્રમાણિત કરવાના કેમ્પની તારીખ ( દરેક જિલ્લા માટે ) 
  
અમરેલી જિલ્લા માટે રોસ્ટર રજીસ્ટર કેમ્પ તારીખ - સમય - સ્થળ

 આ સાથે એક્સેલ ફાઈલમાં બનાવેલ રોસ્ટરના પત્રકો સામેલ છે.આવતીકાલે તા.૧૫/૦૯/૨૦૧૨ ના રોજ STTI-GANDHINAGAR ખાતે સવારે ૧૦-૩૦ કલાકે મહેસાણા - પંચમહાલ - વડોદરા જિલ્લાનો ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના રોસ્ટર પ્રમાણિત કરવાનો કેમ્પ છે. અન્ય જિલ્લાના કેમ્પ પણ ગોઠવાશે. અન્ય મિત્રોને સરળતા રહે તે માટે એક્સેલના પત્રકો ડાઉનલોડ કરી મૂકેલ છે. આપ ઉપયોગ કરી શકો છો.

રોસ્ટર પત્રક ક
રોસ્ટર પત્રક ખ
પત્રક ગ
પરિશિષ્ટ 3

Sunday, September 2, 2012

તા.28/08/2012 ના રોજ બાયસેગ દ્વારા રોસ્ટરની જાણકારી માટે શિક્ષણવિભાગના અધિકારીશ્રીઓ દ્વારા માહિતી આપવામાં આવી તેની નોંધનીય બાબતો અત્રે આપવામાં આવી છે. માહિતી રોસ્ટર રજિસ્ટર તૈયાર કરવા મદદરૂપ થાય તે હેતુથી અહી આપવામાં આવી છે. નીચેની લિંક પર ક્લીક કરવાથી માહિતી જોઈ શકાશે.