Wednesday, October 3, 2012

ગુજરાતમાં તા. નાં 13 અને તા.17 ડિસેમ્બરએમ બે તબક્કામાં ચૂંટણીઓ યોજાશે.આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ, 20મી ડિસેમ્બરનાં ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે
દેશનાં ચૂંટણીપંચ દ્વારા બુધવારની સાંજે ગુજરાત અને હિમાચલપ્રદેશની ચૂંટણીઓની તારીખો જાહેર કરી હતી. ગુજરાતમાં તા. નાં 13 અને તા.17 ડિસેમ્બરએમ બે તબક્કામાં ચૂંટણીઓ યોજાશે. તા. 20મી ડિસેમ્બરનાં ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે. ચૂંટણી અંગેની તમામ પ્રક્રિયાઓ તા. 25મી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરી દેવાની રહેશે. આ સાથે જ ગુજરાતમાં આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર સંપટની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી


ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણીઓ યોજાશે. પ્રથમ તબક્કા માટે તા. 17-11 અને બીજા તબક્કા માટે તા. 23/11ના જાહેરનામું બહાર પાડવામાં આવશે. ઉમેદવારી નોંધાવવા માટેની અંતિમ તારીખ પ્રથમ તબક્કા માટે તા. 24/11 અને બીજા તબક્કા માટે 30/11 રહેશે. પ્રથમ તબક્કા માટે ફોર્મ્સની ચકાસણી કરવા માટેની તા. 26/11 અને બીજા તબક્કા માટે 1/12 રહેશે. 

પ્રથમ તબક્કાની ચૂંટણીનાં ઉમેદવારો તા. 28/11 સુધીમાં જ્યારે બીજા તબક્કાનાં ઉમેદવારો તા. 3/12 સુધીમાં ઉમેદવારી પાછી ખેંચી શકશે. પ્રથમ તબક્કાનું મતદાન તા. 13/12 અને બીજા તબક્કાનું મતદાન તા. 17/12ના યોજાશે. મતગણતરી તારીખ 20-12ના થશે. 
અત્યારે ઉચ્ચત્તર ભરતીમાં એમ.ફીલના ગુણ ગણાતા નથી. અહિ નીચે ઉચ્ચત્તર ભરતીમાં એમ.ફીલના ગુણ ગણવા માટે અરજીનો નમૂનો શ્રી નિલેશભાઈ જોષી તરફથી તૈયાર કરેલ અરજીનો નમૂનો મૂકેલ છે. લાગતા વળગતાઓએ ધારદાર રજૂઆત માટે નમૂનાની પ્રિંટ કાઢી પોતાના નામજોગ શિક્ષણમંત્રી તથા સચિવશ્રીને રજૂઆત માટે રજિ.એડીથી મોકલવો. જેથી ભરતી પહેલા હકારાત્મક પ્રતિસાદ મળે. વધુ માહિતી માટે શ્રી નિલેશભાઈ જોષીના ઈ-મેઈલ પર nileshjoshi119@gmail.com  પર કોંટેક્ટ કરવો. 




Tuesday, October 2, 2012

આજે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે  મારા ગામ ગોઝારિયાને તાલુકો જાહેર કરેલ છે. 
SSC પરીક્ષાના આવેદનપત્રો ( ફોર્મ્સ ) ભરવા અહિ ક્લીક કરો.


અત્યાર સુધી ફાજલનું રક્ષણ ૧૯૯૮ સુધી છે. સરકારશ્રી ફાજલનું  રક્ષણ ૨૦૧૨ સુધી લંબાવે તો ચોંકી જતા નહિ. ફાજલ રક્ષણ લંબાવવામાં સરકારશ્રીને કોઈ આર્થિક નુક્શાન નથી. 
રાહ જુઓ. નજીકના સમયમાં ફાજલ રક્ષણ - ઉચ્ચત્તર ભરતી તથા અન્ય માગણીઓ પ્રત્યે હકારાત્મક સમાચાર કદાચ મળી શકે. ચૂંટણી આચારસંહિતા પહેલાં ઘણા બધા સારા સમાચાર મળી શકે. 


New Press Note For Science Students about Entrance Test for Medical & Engineering
New Advertisement For the Recrutment

Sunday, September 30, 2012

તા. ૦૧/૧૦/૨૦૧૨ થી તા. ૩૧/૧૦/૨૦૧૨ સુધી ધોરણ ૧૦ ના પરીક્ષાના ફોર્મ ઓનલાઈન ભરવાના છે. ઓનલાઈન પ્રક્રિયા દરમ્યાન વિદ્યાર્થીઓના ફોટા તથા સહી 20 કેબી કે તેનાથી ઓછી સાઈઝમાંઅપલોડ કરવાની છે. આ માટે કામમાં સરળતા રહે તે માટે નીચે મુજબના પગલાને અનુસરશો તો ફોટા તથા સહી સ્કેન કરી ૨૦ કેબી થી નીચેની સાઈઝ કરવામાં સરળતા રહેશે. 

પગલું - 1  સૌ પ્રથમ અહી નીચે એટેચ કરેલ એક્સેલ શીટ ખોલી   ફોટા તથા સહીના પેઈઝની પ્રિંટ કરો


પગલું - 2   ફોટાના પેઈઝ ઉપર ફોટાઓ  તથા સહીના પેઈઝ ઉપર કાળી પેનથી વિદ્યાર્થીઓની સહી કરાવો. 

પગલું - 3  ફોટા તથા સહીના નમુનાના પેઈઝ સ્કેન કરો. એક કાગળ ઉપર ૨૦ ફોટા ફેવીસ્ટીક કે સામાન્ય ગુંદરથી ચોટાડો.ત્યારબાદ તે કાગળ સ્કેન કરો. એટલેકે  એક કાગળ સ્કેન કરવાથી એક સાથે ૨૦ ફોટા કમ્પ્યૂટરમાં સ્કેન થશે. બીજા કાગળ ઉપર બીજા ૨૦ ફોટા ચોટાડી સ્કેન કરવા. વર્ગમાં ૬૦ વિદ્યાર્થીઓ હશે તો  ત્રણ કાગળમાં બધાજ ફોટા આવી જશે. આનાથી ફાયદો એ થશે કે  ૬૦ વખત ફોટા સ્કેન કરવા નહિ પડે. આજ રીતે એક સાથે ૩૦ થી ૩૫ સહી સ્કેન થશે.બે જ કાગળમાં આખા વર્ગની સહી સ્કેન થઈ જશે.   

પગલું - 4  હવે સ્કેન કરેલ ફોટાવાળી ફાઈલ ઓપન કરો. તેના પર રાઈટ ક્લીક કરો અને ઓપન વીથ પેઈંટ પર ક્લીક કરો  જેથી તે સ્કેન કરેલ પેઈઝ પેઈંટમાં ખુલશે. જે ફોટો કોપી કરવો છે તે ફોટાને ડાબી બાજુના ટુલ બોક્ષમાં રહેલા બીજા નંબરના સિલેક્શન ટુલ વડે સિલેક્ટ કરો. અને સિલેક્શનની અંદર રહી રાઈટ ક્લીક વડે કોપી કરો. 

પગલું - 5   ફોટાની કોપી કર્યા બાદ સ્ટાર્ટ - પ્રોગ્રામ માં જઈ અન્ય પેઈંટની ફાઈલ ખોલો અને તેમાં એડીટ મેનુમાં જઈ પેસ્ટ કરો. અહિ ફોટાને ડ્રેગ કરી નાનો મોટો કરી શકાશે.  

પગલું - 6   હવે  ફાઈલ મેનુમાં જઈ સેવએઝ  પર ક્લીક કરો અને ફાઈલના નામમાં રોલનંબર પ્રમાણે નંબર આપી    File as Type માં   JPEG ખાસ કરો અને ઓકે કરો. JPEG કરવાથીજ ફોટાની સાઈઝ ઘટશે. JPEG કરવાનું ભૂલવું નહિ. 

પગલું - 7   હવે બીજો ફોટો ૨૦ કેબીથી નાનો બનાવવા અગાઉના જેમ પગલા - 5 અને 6 ને અનુસરો. આ રીતે કામ કરવાથી લગભગ  ૧ કલાકમાં આરામથી ૭૦ થી ૮૦ ફોટાઓ ૨૦ કેબીથી નાની સાઈઝના બનાવી શકાય છે.  સહી માટે પણ ઉપરના પગલા અનુસરો. 

Thursday, September 27, 2012

વિદ્યાસહાયક ૨૦૧૨ અરજીપત્રક (તા.૨૮-૯-૨૦૧૨ સવારે ૧૦:૦૦ કલાકથી ભરી શકાશે.)

જાહેરાત

ઠરાવો  
ખાલી જગ્યાઓની યાદી(જીલ્લા શિક્ષણ સમિતિ-ગુજરાતી માધ્યમ) 
ખાલી જગ્યાઓની યાદી (જીલ્લા શિક્ષણ સમિતિ-અન્ય માધ્યમ) 
ખાલી જગ્યાઓની યાદી(નગર શિક્ષણ સમિતિ-ગુજરાતી માધ્યમ) 
ખાલી જગ્યાઓની યાદી (નગર શિક્ષણ સમિતિ-અન્ય માધ્યમ) 
ભાષાઓની વર્ગીકૃત ખાલી જગ્યાઓની યાદી(જીલ્લા શિક્ષણ સમિતિ-ગુજરાતી માધ્યમ) 
ભાષાઓની વર્ગીકૃત ખાલી જગ્યાઓની યાદી (જીલ્લા શિક્ષણ સમિતિ-અન્ય માધ્યમ) 
ભાષાઓની વર્ગીકૃત ખાલી જગ્યાઓની યાદી(નગર શિક્ષણ સમિતિ-ગુજરાતી માધ્યમ) 
ભાષાઓની વર્ગીકૃત ખાલી જગ્યાઓની યાદી (નગર શિક્ષણ સમિતિ-અન્ય માધ્યમ)

Wednesday, September 26, 2012

આજના ખુશ ખબર 

ધોરણ ૬ થી ૮ માં વિદ્યાસહાયક પ્રાથમિક શિક્ષકોની કુલ ૮૮૦૦ શિક્ષકોની ભરતી ( ગણિત - વિજ્ઞાન  ૩૦૦૦ શિક્ષકો -  ભાષાઓના ૨૩૦૦ શિક્ષકોની જગ્યાઓ તથા સામાજિક વિજ્ઞાનના કુલ ૩૫૦૦ શિક્ષકો)ની  ભરતી તા. ૨૮/૦૯/૨૦૧૨ સવારે ૯ -૦૦ કલાકથી તા. ૧૦/૧૦/૨૦૧૨ ના રોજ બપોરે ૩-૦૦ કલાક સુધી www.vidyasahayakgujarat.org  www.ptcgujarat.org પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે આ વેબસાઈટ જોતા રહેવું. 

મિત્રો - આ એકજ વેબસાઈટ એવી છે કે જેમાં સારસ્વત મિત્રોને ઉપયોગી માહિતી વિનામૂલ્યે આપવામાં આવે છે.તેથીજ આજ સુધી ૧૧ લાખ લોકોએ આ વેબસાઈટની મુલાકાત લીધી છે. જે કામ  શિક્ષકસંઘોએ કરેલ નથી તે કામ વેબસાઈટના માધ્યમ દ્વારા લોકોના પ્રશ્નો સાંભળી યોગ્ય સ્તરે રજૂઆત કરેલ છે તથા સારસ્વત મિત્રોને હકારાત્મક માર્ગદર્શન પણ આપેલ છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે પણ આપણે અવારનવાર શિક્ષક મિત્રો દ્વારા તૈયાર થયેલ ઉપયોગી પ્રેઝંટેશન આ સાઈટ ઉપર તથા અમારી બીજી સાઈટ wwww.edusafar.com  ઉપર પણ અપડેટ કરીએ છીએ. આપને ફરી વિનંતી કે શિક્ષણના સમાચાર માટે wwww.edusafar.com તથા  www.jitugozaria.blogspot ની મુલાકાત લેશો અને અન્ય મિત્રોને આ સાઈટની મુલાકાત લેવાનું કહેશો. આપના અભિપ્રાય આવકાર્ય છે.
આભાર 

જિતેન્દ્ર પટેલ ( મદદનીશ શિક્ષક - ગોઝારિયા હાઈસ્કૂલ . ગોઝારિયા.તા.જિ મહેસાણા )

Tuesday, September 25, 2012

મિત્રો - તા. ૨૮/૦૯/૨૦૧૨ ના રોજ ગુ.મા.શિ.બોર્ડ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવા માટે બાયસેગ પર માર્ગદર્શન આપવામાં આવનાર છે. મારી દ્રષ્ટીએ ઓનલાઈન ફોર્મ ભરવા માટે અગાઉથી જો નીચે બતાવેલ નમૂના પર વિદ્યાર્થીઓના ડેટા તૈયાર કરેલ હોયતો ફોર્મ ભરતી વખતે બધીજ માહિતી હાજર હોવાથી સરળતાથી ફોર્મ ભરી શકાય. નીચે એક્સેલની શીટ્સ આપેલ છે.

પહેલી શીટની પ્રિંટ કરી જેટલા વિદ્યાર્થીઓ હોય તેની વિગતો ધોરણ ૧૦ ના વર્ગ શિક્ષકો પાસે જી.આર મુજબ ભરાવી વિદ્યાર્થીઓ પાસે ચેક કરાવી શકાય.

બીજી શીટમાં વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ્સ લગાવી સ્કેન કરવાથી એક પેઈઝમાં એકસાથે ૨૦ ફોટોગ્રાફ્સ સ્કેન થઈ શકે ત્યારબાદ કોપી - પેસ્ટ કરવામાં સરળતા રહે છે. 

આજ રીતે ત્રીજી શીટમાં એકજ પેઈઝમાં એકસાથે ૩૫  વિદ્યાર્થીઓની સહી  સરળતાથી સ્કેન કરી શકાય છે જેનાથી વારંવાર સ્કેન કરવામાંથી મુક્તિ મળે છે. 

ચોથી શીટ 1 માં જો ડેટા ભરવામાં આવે અને પહેલી શીટમાં રોલ નંબર બદલવામાં આવે તો માહિતી આપોઆપ ભરાઈ જાય છે. રોલ નંબર બદલતા જાઓ અને પ્રિંટ કરતા જાઓ. 

આશા રાખું છું કે આ માહિતી ઓનલાઈન ફોર્મ ભરવા આપ સૌને ઉપયોગી થઈ પડશે.  

Tuesday, September 18, 2012




Monday, September 17, 2012

ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક ભરતી 

નિયામકશ્રી-અનુસૂચિત જાતિ કલ્યાણ-ગુજરાત રાજ્ય -ગાંધીનગર દ્વારા ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં ગણિત - રસાયણશાસ્ત્ર - ભોતિકવિજ્ઞાન - અંગ્રેજી અને મનોવિજ્ઞાન વિષયના  શિક્ષક ની કુલ ૪૯ જગ્યાની સીધી ભરતી  આજ રોજ તા. ૧૭/૦૯/૨૦૧૨ ના રોજ બપોરે ૨-૦૦ કલાકે  ખુલનાર છે. તે માટે નીચેની લીંક પર ક્લીક કરી બપોરે ૨-૦૦ કલાક પછી ઓનલાઈન ફોર્મ ભરવું. 

Friday, September 14, 2012

અહી નીચે  તા. ૧૩/૦૯/૨૦૧૨ થી તા. ૨૫/૦૯/૨૦૧૨ સુધી ગાંધીનગર ખાતે નવા બનાયેલા રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરવાનો કેમ્પ રાખેલ છે. કેમ્પની તારીખ માટે નીચે ક્લીક કરો. 
ઉ.મા.વિભાગના રોસ્ટર રજીસ્ટર પ્રમાણિત કરવાના કેમ્પની તારીખ ( દરેક જિલ્લા માટે ) 
  
અમરેલી જિલ્લા માટે રોસ્ટર રજીસ્ટર કેમ્પ તારીખ - સમય - સ્થળ

 આ સાથે એક્સેલ ફાઈલમાં બનાવેલ રોસ્ટરના પત્રકો સામેલ છે.આવતીકાલે તા.૧૫/૦૯/૨૦૧૨ ના રોજ STTI-GANDHINAGAR ખાતે સવારે ૧૦-૩૦ કલાકે મહેસાણા - પંચમહાલ - વડોદરા જિલ્લાનો ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના રોસ્ટર પ્રમાણિત કરવાનો કેમ્પ છે. અન્ય જિલ્લાના કેમ્પ પણ ગોઠવાશે. અન્ય મિત્રોને સરળતા રહે તે માટે એક્સેલના પત્રકો ડાઉનલોડ કરી મૂકેલ છે. આપ ઉપયોગ કરી શકો છો.

રોસ્ટર પત્રક ક
રોસ્ટર પત્રક ખ
પત્રક ગ
પરિશિષ્ટ 3

Sunday, September 2, 2012

તા.28/08/2012 ના રોજ બાયસેગ દ્વારા રોસ્ટરની જાણકારી માટે શિક્ષણવિભાગના અધિકારીશ્રીઓ દ્વારા માહિતી આપવામાં આવી તેની નોંધનીય બાબતો અત્રે આપવામાં આવી છે. માહિતી રોસ્ટર રજિસ્ટર તૈયાર કરવા મદદરૂપ થાય તે હેતુથી અહી આપવામાં આવી છે. નીચેની લિંક પર ક્લીક કરવાથી માહિતી જોઈ શકાશે. 

Wednesday, August 29, 2012


બિન સત્તાવાર માહિતી મુજબ એકાદ અઠવાડિયામાં વર્ગ વધારા ફાળવવામાં આવે તેવી શક્યતા છે ત્યારબાદ તરતજ ફાજલ સેટલમેંટ થશે. બીજી બાજુ રોસ્ટરના કેમ્પ યોજાશે અને રોસ્ટર તૈયાર થયા પછી ઉચ્ચત્તર માધ્યમિકમાં ભરતી થશે. આચાર્ય અને 6 થી 8 માં ભરતી પણ ચૂંટણીની આચારસંહિતા પહેલા પૂરી થાયતો નવાઈ નહિ. ટૂંકમાં મારા વ્યક્તિગત મંતવ્ય મુજબ ચૂંટણી પહેલા શિક્ષણ જગતમાં ક્રાંતિકારી ફેરફારો આવે તો નવાઈ નહિ.

 મારા વ્યક્તિગત મંતવ્ય મુજબ  શિક્ષકોની નીચેની માગણીઓ ચૂંટણીના કારણે વત્તા ઓછા પ્રમાણમાં ચૂંટણી આચારસંહિતા પહેલા સ્વીકારાય તો ચોંકી ઉઠતા નહિ. 
   
1. ૧૯૯૮ પછી બધાને ફાજલ રક્ષણ  
2.  ૩૦૦ રજાનું રોકડમાં રૂપાંતર  
૩.  ટ્રાન્સપોર્ટ એલાઉન્સ  
૪.  છ્ઠ્ઠા પગાર પંચ મુજબ ડીએ  
૫. પરીક્ષક મહેનતામાં સુધારો   
૬. સહાયકને પગાર અંતર્ગત સુપ્રિમના ૦૭/૦૯/૨૦૧૨ નો ચુકાદો  
૭. ભરતીમાં જૂના ( મદદનીશ ) શિક્ષકની જાહેરાતનું મહેકમ તથા સ્થળ
૮. ક્લાર્ક તથા સાથીસહાયકની ભરતી 
૯. ઉચ્ચત્તર શિક્ષક માટે ૯૩૦૦ - ૩૪૮૦૦ ની જગ્યાએ નવા સ્કેલના પરિપત્રનો અમલ

  
પિતૃત્વની રજાનો પરિપત્ર વારંવાર શિક્ષકો માગે છે. આપણા બ્લોગ ઉપર અગત્યના પરિપત્ર મેનુમાં પણ આ પરિપત્રનો સમાવેશ છે. 

પ્રસુતિ તથા પિતૃત્વ રજાનો પરિપત્ર

Monday, August 27, 2012

ચંદ્ર પર પ્રથમ પગ મુકનાર નીલ આર્મસ્ટ્રોંગ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. તેમનુ ૮૨ વર્ષની ઉંમરના અંતે ગઈ કાલે શનિવારે નિધન થયુ છે.થોડા દિવસો પહેલા તેમની બાયપાસ સર્જરી થઈહતી

Thursday, August 23, 2012

Special Leave Petition (Civil)    14124 -14125    OF   2012   પગાર અંતર્ગતના ચુકાદામાં સુપ્રિમમાં તા. ૦૭/૦૯/૨૦૧૨ ની મુદત પડી છે. કેસ સ્ટેટસ જોવા નીચેની લિંક પર ક્લીક કરો. 
Special Leave Petition (Civil) 14124 -14125 OF 2012 Case Status

છેલ્લા અઠવાડિયાથી   તુલશીશ્યામ - સાસણગીર - દિવ - સોમનાથ - પોરબંદર - દ્વારકા - જામનગર - ચોટીલા - નવારણુજા ફેમેલી સાથે પ્રવાસ અંતર્ગત જવાનું થયું હોવાથી બ્લોગ છેલ્લા અઠવાડિયાથી અપડેટ થઈ શકેલ નથી. હવે બ્લોગની પોસ્ટ રેગ્યુલર અપડેટ થશે.

આભાર 
જિતેન્દ્ર પટેલ - ગોઝારિયા. તા.જિ. મહેસાણા 

Monday, August 6, 2012

મિત્રો - નીચે બે સારીવેબસાઈટની લિંક મૂકેલ છે. જે આપ સૌને મદદરૂપ બનશે. 

મારૂગુજરાત નામની વેબસાઈટમાં UPSC/GPSC/LATTEST JOB/TET/TAT/OLD PAPERS તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા વિશે લેટેસ્ટ માહિતી મૂકવામાં આવે છે.

http://www.marugujarat.co.cc/ ( રણજીત ઠાકોર )
http://theesky.com/default.php

Sunday, August 5, 2012




ખાસ નોંધ - જો ઉપરોક્ત બે  પ્રેઝન્ટેશનના અક્ષરો આપ વાંચી શક્તા ન હોયતો નીચે ફોન્ટ પર ક્લીક કરી ફોન્ટની કોપી કરી આપના કમ્પ્યૂટરના Control પેનલમાં Font ફોલ્ડરમાં Paste કરવા. ત્યારબાદ પ્રેઝન્ટેશન ફરી ખોલવું.  

Tuesday, July 31, 2012

LTC ( Leave Travel Concession ) - અંતર્ગતના બધાજ પરિપત્રો

LTC  ( Leave Travel Concession ) - અંતર્ગતના બધાજ પરિપત્રો  
જિતેન્દ્ર પટેલ ( ગોઝારિયા )

ઘણા મિત્રો પૂછે છે કે હાલ LTC બ્લોક ચાલે છે કે કેમ ? મિત્રો, હું જાણું છું તે મુજબ  ૨૦૦૮-૧૧ નો LTC બ્લોક નાણા વિભાગના ૧૧-૧૦-૧૯૯૯ ના ઠરાવ ક્રમાંક મસબ/૧૦૯૯૯/૧૨૫૩(ચ)ની જોગવાઈ મુજબ આપમેળે એક વર્ષ લંબાઈ ગયેલ છે. તથા ૨૦૧૨-૧૫ નો નવો બ્લોક પણ આ ઠરાવ મુજબ ચાલુ થઈ ગયેલ કહેવાય. આ પરિપત્ર અહિ સામેલ છે. તે ડાઉનલોડ કરવા લખાણ પર ક્લીક કરો.

LTC પ્રવાસ માટે શીપ ( દરિયાઈ) અને હવાઈ બંને મુસાફરી માન્ય છે. તે અંતર્ગતનો પરિપત્ર જોવા નીચે લખાણ પર ક્લીક કરો


હું જાણું છું ત્યાં સુધી નાણા વિભાગના તા. ૧૫/૦૧/૨૦૧૦ તથા ૦૨/૦૨/૨૦૧૦ ના પે સેલના જી.આર. મુજબ સચિવાલયના કર્મચારીઓને ૧૦ દિવસની રજાઓનું એલ.ટી.સી. માં જવા માટે નવા પગાર ધોરણ મુજબ રોકડમાં પણ રૂપાંતર થાય છે.તથા આ ૧૦ દિવસની રજા ૩૦૦ રજાઓમાંથી કપાત થતી નથી. આ હેતુ માટે ૧૦ દિવસનો પ્રવાસ કરવો જરૂરી નથી. જી.આર જોવા નીચેના લખાણ પર ક્લીક કરો.

Sunday, July 29, 2012




મિત્રો - LTCનો લાભ લઈ પાંચ - સાત દિવસના પ્રવાસનું આયોજન કરતા હોય તો  આંદામાન - નિકોબાર  દ્વિપસમૂહની મુલાકાત લેવા જેવી છે. ચેન્નાઈથી વિમાન કે દરિયાઈ માર્ગે જવાય છે.
આંદામાન - નિકોબાર - પ્રવાસનું રળિયામણું સ્થળ ( સંદેશ દૈનિક નવેમ્બર ૨૦૧૧ ) 

S.S.C પૂરક પરીક્ષા પરિણામ અંગે અખબારી યાદી  

સી.સી.સી પરીક્ષા માળખુ અને ગુજરાતી ઈન્ડીક ભાષા સેટઅપ રીત 

વિદ્યાર્થીઓના આઈકાર્ડ બનાવવાનો સરળ પ્રોગ્રામ ( ડાભી રાજેશ )

  ટેટ - ટાટની સંગતતાઓ અને વિસંગતતાઓ ( નિલેશ જોષી - લાલપુર - જામનગર ) 
   ટેટ - ટાટની સંગતતાઓ અને વિસંગતતાઓ ( પીડીએફ ફાઈલ )  
 પરિવર્તનનો પયંગબર એ જ આચાર્ય નહિ તો લાચાર્ય ( નિલેષ જોષી ) 

Tuesday, July 24, 2012

 

વિવિધ વિષયોના માસવાર આયોજન ( જાદવ નરેન્દ્રકુમાર - www.edusafar.com )


 ધોરણ 6, 7 અને 8 ગુજરાતી
 ધોરણ 6, 7 અને 8 અંગ્રેજી
 ધોરણ 6, 7 અને 8 ગણિત
 ધોરણ 6, 7 અને 8 વિજ્ઞાન
 ધોરણ 6, 7 અને 8 સંસ્કૃત
 ધોરણ 6, 7 અને 8 સામાજિક વિજ્ઞાન 



Bhikhu ( Jamnagar)
- Jamnagar jilla ma teacher na badali camp date 24/7/2012 na roj khambhaliya,kalyanpur and dwaraka taluka na thai gaya.
-  Std 1 to 5 na magani mujab na camp pahela ne tarat j std 6 to 8 na trarbad yojai gaya.
-  Std 6 to 8 ma je teacher vikalp thi hamna j date 4/7/12and 5/7/12 na hajar thaya tene a badali no   labh malyo.
- badali mate school (station) siniyority dhyane levai 6e. jo sarkhi hoy to join date, ne te pan saman  hoy to birth day dhane levai 6e.
- sim(vadi) school temaj je school ma std 8 nathi tya std 1 to 5 na ptcvala teacher ni badali thayel 6e.
-  std 8 hoy tevi school ma j std 6 to 8 ma bhasha, math and samajik na viklp valao ni badali thayel 6e.
  std- 6 to 8 ma sidhi bharati k tet pass kari bharati thayel ne badali ma labh malel nathi.
- temne date 31/7/2012 na office hour bad 7 day ma chhuta karvana adesh che.

Tuesday, July 17, 2012

બનાસગંગા શિક્ષણનો આ અંક પીડીએફ કરી મૂકેલ છે જેથી વાંચવામાં ફોંટની તકલીફ પડશે નહી.
 બનાસગંગા શિક્ષણ - જુલાઈ ૨૦૧૨ અંક ( પીડીએફ)


ઘણા મિત્રો પૂછે કે - TET ની પરીક્ષા એક કરતા વધુ પ્રયત્ને આપી હોય તો કયા ગુણ ગણાશે ?
મિત્રો - તા. ૨૭/૦૪/૨૦૧૧ ના ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક -પીઆરઈ -૧૧૧૧- ૭૧૧-ક મુજબ  શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્રની માન્ય અવધિ પાંચ વર્ષની રહેશે તથા એક કરતા વધુ વખત પરીક્ષા આપી શક્શે અને તેવી સ્થિતિમાં છેલ્લી કસોટીના ગુણ પસંદગી માટે માન્ય ગણાશે.

મારી સમજ પ્રમાણે આનો અર્થ એવો થાય કે પ્રથમ પ્રયત્ને નાપાસ હોઈએ અને બીજા પ્રયત્ને પાસ થઈએ તો બીજા પ્રયત્ન(છેલ્લી પરીક્ષા ) નું પાસનું પ્રમાણપત્ર ગણાશે અને તેજ રીતે પ્રથમ પ્રયત્ને માનીલો કે સારા ગુણ સાથે પાસ થયા છીએ પરંતુ બીજા પ્રયત્નમાં નાપાસ થયા હોઈએ તો છેલ્લી પરીક્ષા એટલેકે બીજી પરીક્ષાના ગુણ એટલેકે નાપાસ પ્રમાણપત્રના ગુણ ધ્યાનમાં લેવાય. જે અરજી માટે ક્વોલિફાય ગણાય નહિ. 
વધુ માહિતી માટે આ સાથે તા. ૨૭/૦૪/૨૦૧૧ નો પરિપત્ર સામેલ છે. પરિપત્રના અંતમાં નોંધ નંબર (૫) ખાસ વાંચવી.  
TET અંતર્ગત તા. ૨૭/૦૪/૨૦૧૧ નો પરિપત્ર  
TET - 2  પરીક્ષાનું પરિણામ આવેલ છે. પરિણામ જાણવા નીચે ક્લીક કરો . આગળ TET -1 નું પરિણામ ૩.૭૨ ટકા જેટલું હતું. TET -2 નું પરિણામ  ૧૦ થી ૧૫ ટકા રહેવાની સંભાવના દેખાય છે.  


TET 2 પરિણામ માટે અહિ ક્લીક કરો

da circular for milage

Monday, July 16, 2012


 TET - 2  પરીક્ષાનું પરિણામ  ૨૪ કલાકમાં આવવાની સંભાવના છે. પરિણામ આવશે કે તરતજ આ સાઈટ પર મૂકવામાં આવશે.

શિક્ષણમાં ભષ્ટાચાર શું ન રોકી શકાય ? 

શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન - ધોરણ 10 માટે - 100 વિદ્યાર્થીઓ માટે ( સતનામ પટેલ - www.edusafar.com ) 

 બનાસગંગા શિક્ષણ - જુલાઈ ૨૦૧૨ અંક ( પીડીએફ)

ઓફિસ ઈન - આઉટ ટાઈમ શીટ  ( શીટ ઓપન કરો ત્યારે એનેબલ ઓપ્શન સિલેક્ટ કરવું - કારણકે શીટમાં મેક્રો પ્રોગ્રામિંગ છે. શીટ બરાબર વર્ક ન કરેતો tools---macro---security---medium પર ક્લીક કરવું.શીટ સેવ કરી ક્લોઝ કરી ફરી ઓપન કરવી અને એનેબલ ઓપ્શન કરવું  )

 રહેમરાહે નોકરી પરિપત્ર પેઈઝ 1 

 રહેમરાહે નોકરી પરિપત્ર પેઈઝ 2 


રહેમરાહે નોકરી ચેકલિસ્ટ 1


રહેમરાહે નોકરી ચેકલીસ્ટ 2
આ નવા પરિપત્ર માટેનો ૦૫/૦૭/૨૦૧૧ નો રેફરન્સ પરિપત્ર નીચે છે.  


ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામનાર કર્મચારીના આશ્રિત કુંટુંબને ઉચ્ચક નાણાકીય સહાય 
ચૂકવવા બાબતનો - ૦૫-૦૭-૨૦૧૧ નો પરિપત્ર

Tuesday, July 10, 2012


eMPOWER - રજીસ્ટ્રેશન


સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે રાજ્યમાં સ્કીલ ડેવલપમેન્ટનો વ્યાપ વધે અને રાજ્યના યુવાધનને ઇન્ફોર્મેશન ટેકનોલોજીની તાલીમ ઉપલબ્ધ કરાવવા અંગે ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ તથા રોજગાર અને તાલીમ નિયામકશ્રી દ્વારા eMPOWER એટલે કે ઇલેક્ટ્રોનિક મેનપાવર કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. જે અંતર્ગત રાજ્યના પ્રત્યેક તાલુકાઓ ઉપરાંત મ્યુનીસીપલ કોર્પોરેશન હેઠળના વિસ્તારોને આવરી લઇ સમગ્ર રાજ્યનાં યુવક-યુવતીઓને કોમ્પ્યુટર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીની તાલીમ આપવાનું આયોજન કરેલ છે.
રજીસ્ટ્રેશન ફોર્મમાં મોબાઇલ નંબર આપવાથી SMS ALERT મળશે.
eMPOWER નાં વર્ગો શરૂ થઇ ગયેલ છે.

eMPOWER - રજીસ્ટ્રેશન

Sunday, July 8, 2012

સર્વગ્રાહી મૂલ્યાંકન ધો.૧૦ (SCE) લેટેસ્ટ - શ્રી સતનામભાઈ એ ખૂબજ મહેનતથી અને ઉત્સાહથી તૈયાર કરેલ છે. જે તેમની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે. તેમની વેબસાઈટ www.edusafar.com છે. ધોરણ 10 નો આ એક્સેલ પ્રોગ્રામ તેમને ખૂબજ કાળજી રાખી સારસ્વત મિત્રોને ઉપયોગી થઈ રહે તે માટે તેમની વેબસાઈટ પર છે તો તે સાઈટની મુલાકાત લઈ ડાઉનલોડ કરશો. તેમની વેબસાઈટ પર સીધા જવા ઉઅપર મેનું વિભાગમાં edusafar પર ક્લીક કરવી

Tuesday, July 3, 2012

ધોરણ - 11/12 વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર અંતર્ગત સૂચના પરિપત્ર  

 CCC પરીક્ષા તાલીમ તથા ફી બાબત 


 એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરી જનરલ સમયપત્રકમાં શિક્ષકના નામ તથા ડેટા નાખો. બીજી શીટમાં ફક્ત રંગીન ખાનામાં શિક્ષકનો ક્રમ લખતાં જે તે શિક્ષકનું સમય પત્રક વર્કલોડ સાથે તૈયાર થશે. લેઝર પેપર પર પ્રિન્ટ લઈ શકાય. 
 School and teacher Time Table with workload calculation

 સર્વગ્રાહી મુલ્યાંકન પરિણામ ધોરણ ૧૦ નો પ્રોગ્રામ ( Jayantbhai Joshi - મહામંત્રી-અમરેલી જિલ્લા આચાર્ય સંઘ )