તાજેતરમાં જાણવા મળ્યા મુજબ ધોરણ - 12 સામાન્ય પ્રવાહના કોમ્પ્યુટર વિષયના પ્રશ્નપત્રમાં નવા કોર્ષની જગ્યાએ જૂના કોર્ષનું પ્રશ્નપત્ર આપવામાં આવ્યું.
ગુજરાત સમાચારમાં વાંચવામાં આવ્યું કે બોર્ડના ચેરમેન વરસાણી સાહેબના મતે નવા અધિકારીની ભૂલના કારણે આવી ભૂલ થઈ છે.
જોવાનું એ રહે છે કે સદર જૂના કોર્ષના પેપર સિલેક્શનમાં જવાબદાર પેપરસેટર કે અધિકારીને કેવી સજા થાય છે ?
શિક્ષકની કે આચાર્યની ભૂલ હોય તો બોર્ડ તૂટી પડે છે. પરીક્ષાના સુપરવિઝન દરમ્યાન સી.સી.ટી.વી કેમેરામાં શિક્ષક જરૂરી પત્રકો ભરવામાં વ્યસ્ત હોય તે વખતે શિક્ષકની વ્યસ્તતાનો લાભ લઈ કોઈ પરીક્ષાર્થી કોપી કરવામાં સફળ રહ્યો હોય અને કેમેરા નિદર્શનમાં બોર્ડ દ્વારા કોપી કેસ કરવામાં આવે ત્યારે શિક્ષકને ખુલાસા કરવા માટે ધક્કા ખાવા પડે છે. અને અહી એક સાથે લાખો વિદ્યાર્થીઓને કમ્પ્યૂટરના નવા કોર્ષની જગ્યાએ જૂના કોર્ષના પ્રશ્નપત્રો પહોંચે અને પરીક્ષા દરમ્યાન તથા પછી અફડાતફડી ફેલાય તે માટે જવાબદાર કોણ ?
માની લો કે ફરી પરીક્ષા લેવાય તો ---
પ્રશનપત્રો ફરી છપામણીના ખર્ચા તથા પરીક્ષા સાથે સંકળાયેલ લાખો કર્મચારીઓના મહેનતાણાના ખર્ચાનો બોજ જવાબદાર અધિકારીના પગારમાંથી વસૂલવો જોઈએ જેથી ફરી આવી ગંભીર ભૂલ પ્રત્યે બેદરકારી ના દાખવે.
જો બાયોલોજીનું પેપર લીક થાય અને પોલીસ કેસ કરી શકાતો હોય તો આવી અફડા તફડી ફેલાવવા બદલ અને બોર્ડની પરીક્ષાની કામગીરીમાં ભૂલથી જૂના કોર્ષનું પેપર સિલેક્શન કરનાર પેપરસેટર કે જવાબદાર અધિકારી સામે પણ પોલીસ કેસ કરવો જોઈએ. અને તાત્કાલિક અસરથી સસ્પેંડ કરવો જોઈએ જેથી આવી ભૂલોનું ભવિષ્યમાં પણ પુનરાવર્તન ન થાય.
No comments:
Post a Comment