પ્રિય મિત્રો,
નમસ્કાર.
મિત્રો – મોંઘવારીએ માઝા મૂકી છે અને આજની
કારમી મોંઘવારીમાં ફિક્સ પગારના બજેટ સાથે જ્યારે વાસ્તવિક જીવનમાં ખરીદી/આરોગ્ય
કે બાળકોના પાલન-પોષણ-અભ્યાસ કે ઘરડાં મા બાપની જરૂરિયાતોના આંકડાનો તાળો
મિલાવવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે માનસિક સંતુલન ગુમાવી બેસાય છે.
સમાન કામ સમાન
વેતનની ક્રૂર મશ્કરી સમાન ફિક્સ પગાર શબ્દથી કાનમાં બહેરાશ આવી છે. માસ્ટર ડિગ્રી ધારક
કે પી.એચ.ડી શિક્ષક જ્યારે ફિક્સ પગારના આંકડા બેંકની પાસબુકમાં જુએ છે ત્યારે આંખની
કીકીની ભીનાશ ઘણુબધુ કહી જાય છે. ફિક્સ પગારના આંકડા જોતાવેંત જ પત્નીના અરમાનો કે બાળકોના
ભવિષ્ય ધૂળમાં રગડાતા જોવા મળે છે. ફિક્સ પગારના પાંચ વર્ષ પૂરા થવાના દિવસોની કે સુપ્રિમ
કોર્ટના ફિક્સ પગારના ચુકાદાના દિવસોની આંગળીના વેઢા વડે અવળી ગણતરી કરતા કર્મચારીના
આંગળીના વેઢા પણ ઘસાઈ જવા લાગ્યા છે.
મારા મિત્ર શ્રી નિલેશભાઈ જોષી ( લાલપુર ) એ ફિક્સ પગાર ઉપર અગાઉ પણ પોતાના વિચારો આપ સૌની સમક્ષ મૂકેલ હતા. અને આજે પણ પોતાની તથા આપ સૌની વેદના એમના લેખના શબ્દોમાં સ્પષ્ટ જોવા મળી રહી છે.
અત્રે એટેચ કરેલ એમના લેખમાં સુપ્રિમ કોર્ટના કેસની સ્થિતી - વકીલો સાથેની વાતચીતનો નિચોડ તથા કેસ બાબતે સરકારશ્રીનું વલણ અને કેસ લડનાર યોગક્ષેમ સંસ્થાની સાથે રહી સંગઠિત રહેવાની હાકલ કરી છે.
No comments:
Post a Comment