Saturday, April 16, 2011

અગત્યના પરિપત્રો તથા શાળા ઉપયોગી કામગીરી

 શ્રદ્ધાગોળી
જે પદાર્થની કોઇ જાતની વૈદકીય અસર ના થતી હોય એને દવાના સ્વરૂપે આપવાથી દર્દીની દાક્તર તથા દવા પ્રત્યેની શ્રદ્ધાના કારણે દર્દીને મનોશારીરિક ફાયદાઓ થાય તો એવા પદાર્થને 'પ્લેસીબો’ (શ્રદ્ધાગોળી!) કહેવાય છે.
પપ્પા મારે સાયન્સ લેવું છે….

“પપ્પા, ૮૫ % આવ્યા …. હા…. ધારેલા એના કરતાં ઓછા છે.. પણ સારાં છે…
” એક કોડીલો દીકરો પપ્પા ને પોતાનું SSC નું રીઝલ્ટ જણાવતા રાજી થાય છે…. વિચારે છે..હવે સાયન્સ લેવામાં કોઇ વાંધો નથી….. આ બાજુ પપ્પાનું મન આવતાં ૨ વર્ષ માટ સાયન્સ ભણાવવા માટ, અને ત્યાર પછી એન્જિનીયરીંગ કે મેડીકલ ભણાવવા માટે જોઈતા પૈસાના પર્વતની ઊંચાઈ કેટલી થશે તેની ગણતરી કરવામાં લાગી જાય છે…”હે પ્રભુ, મર્યાદીત આવકમાં ૪ જણાનું કુટુંબ ચલાવવું અને હવે ટ્યુશન, અને દુર સુધી ટ્યુશન જવા માટે scooty, પેટ્રોલ, …………………. એક પછી એક ખર્ચાઓ નું લિસ્ટ નજર સામે આવવા માંડ્યું, શું થશે??”………..
આ પરિસ્થિતી આજે ગુજરાતનાં દરેક નાના-મોટા શહેરની છે… દરેક મધ્યમ વર્ગીય પપ્પાઓ ને બાળકનું SSC નું રીઝલ્ટ સારું આવ્યુ એના આનંદ કરતાં હવે પછી આવનારા વિકટ સંજોગોની ચિંતા વધુ સતાવે છે…… કટાક્ષ તો છે.. પણ એક કડવું સત્ય પણ છે…

વાંક કોનો છે??
વધતી જતી હરીફાઈનો??
ઘેટાંવાળી આંધળી દોટ મુકવાની ટેવનો?? આપણી શિક્ષણ પધ્ધતિનો??
કે બાળ-માનસ પર કસમયે અને પોતાની અભિરુચી પારખી શકવાની પૂરતી ક્ષમતા આવે તે પહેલાં જ પોતાની કારકીર્દી પસંદ કરવા પર મજબુર કરતો સમય….. ???

કોણ છે જવાબદાર???
કદાચ આપણે સૌએ વિચારવાની જરુર છે…

શૈક્ષણિક સંસ્થાઓ, અને finally વિદ્યાર્થી જ્યારે જેમતેમ ૧૨ સાયન્સમાં ઉત્તીર્ણ થાય ત્યાર બાદ ખર્ચાઓ નો ડુંગર ખડકી દેતી technical institutes એ બધાનો શું કોઇ વિકલ્પ નથી???
વિકલ્પ છે… અને તે એ કે પૂરતું માર્ગદર્શન આપવામાં આવે, વાલીઓ અને વિદ્યાર્થી બન્ને ને…. available courses, જેના માટે સાયન્સ માત્ર જ એક વિકલ્પ નથી…. ઘણા બીજા કોર્સીસ છે, જેમાં ૧૨ કોમર્સ અને આર્ટસ પછી જોડાઈને ઘણી સારી કારકીર્દી ઘડી શકાય એમ છે….. જરુર છે તો ફક્ત એ કે passed out students કે જેઓ ઈશ્વર કૃપાએ [ ] કે આપબળે સારું ભણી ગયા તેઓ પોત-પોતાની શાળાઓ માં નિયમિત સમયાંતરે જઈ ને guidance આપે….. મારા જાતઅનુભવે મેં જોયું છે કે પુરતાં માર્ગદર્શનના અભાવે ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓ, શહેર તથા ગામડાંઓ બન્નેમાં, deserving તક ગુમાવે છે….. જરુર છે તો ફક્ત થોડો સમય ફાળવવાની…. અને તમારી અથવા આજુબાજું ના ગામડાઓની શાળાઓ માં જઈ ને બાળકો સાથે વાતચીત કરવાની…. મેં જોયું છે કે ગામડાઓમાં બિચારાં માતા-પિતા ભણેલાં ન હોવાના લીધે પૂરતું માર્ગદર્શન આપી નથી શકતાં…..
બીજાં કોઇ સુધારાની અપેક્ષા રાખવાની સાથે આવો પ્રયત્ન જો કરવામાં આવે તો???

ઉચ્ચત્તર શિક્ષક માટે ટાટ પરીક્ષા ૨૦/૧૧/૨૦૧૧ ના બદલે હવે તારીખ
૧૮/૧૨/૨૦૧૧ ના રોજ યોજાશે. માધ્યમિક શિક્ષક માટે હજુ સુધી તારીખ જાહેર થઈ નથી
  • પગારબિલ અંતર્ગતના પત્રકો  
ડી ઈ ઓડિટ પત્રકો      
માહિતી અધિકાર કાયદો (RTI ACT)
વર્ધિત પેન્શન યોજના સંપૂર્ણ માહિતી
ધોરણ ૧૦ નમૂનાના પ્રશ્નપત્રો
સીસીસી પરીક્ષા મટેરિયલ્સ
 શાળા ઉપયોગી ફાઈલ

TET( Teacher Eligibility Test ) &
TAT( Teacher Aptitude Test ) GR