Friday, February 28, 2014

કેન્દ્ર સરકારે આપી ચૂંટણીની ગીફ્ટ, મોંઘવારી ભથ્થામાં કર્યો 10 ટકાનો વધારો

કેન્દ્ર સરકારે આપી ચૂંટણીની ગીફ્ટ, મોંઘવારી ભથ્થામાં કર્યો 10 ટકાનો વધારો


લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે યુપીએ સરકાર લોકોને લ્હાણી કરવા બેઠી હોય તેમ લાગે છે. પહેલા સબસિડી વાળા એલપીજી ગેસ સિલિન્ડરની સંખ્યા 
9થી વધારીને 12 કરીને સામાન્ય જનતાને ખુશ કરી દીધા પછી હવે તેમણે સરકારી કર્મચારીઓને પણ ચૂંટણીની ગીફ્ટ આપી છે. આજે યુપીએ સરકારના કેબિન્ટ મંત્રી દ્વારા મોંઘવારી ભથ્થામાં 10 ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે. આમ કેન્દ્ર સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ 90 ટકાથી વધીને 100 ટકા કરી દેવામાં આવ્યુ છે. 

કેબિનેટ દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે કે આમાથી અડધો ભાગ કર્મચારીઓના મૂળ વેતન સાથે જોડી દેવામાં આવશે અને તેનાથી 50 લાખ કર્મચારીઓને ફાયદો થવાની શક્યતા છે. જ્યારે યુપીએ સરકારનીઆ જાહેરાતના કારણે 30 લાખ પેન્શન ધારકોને પણ પાયદો થશે. આ પહેલા સરકાર દ્વારા પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં મોંઘવારી ભથ્થામાં 10 ટકાના વધારાની જાહેરાત કરવામાં આવી હતી, જે 1 જુલાઈ 2013થી લાગુ કરવામાં આવી છે.

આગામી સમયમાં આવતી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એકથી બે સપ્તાહમાં આચાર સંહિતા લાગુ થવાની શક્યતા છે. સરકારે મોંઘવારી ભથ્થામાં આજે જે જાહેરાત કરી છે તેની એક જાન્યુઆરી 2014થી લાગુ થશે. સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો કરવા માટે રિટેલ પ્રાઈસ ઈન્ડેક્સના આધારે પાછલા 12 મહિનાના આંકડાની ગણતરી કરે છે.


ઉચ્ચત્તર ભરતી અંતર્ગત

ઉચ્ચત્તર ભરતી અંતર્ગત 

 સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ના શિક્ષણ સહાયકો ની પ્રતીક્ષા યાદી માં સમાવેશ થયેલ ઉમેદવારોએ તા. 01/03/2014 થી 03/03/2014 23:59 કલાક સુધી જીલ્લા પસંદગી ના વિકલ્પ ભરવાના રેહશે
 ઓનલાઇન જીલ્લા પસંદગી માટેના વિકલ્પની કાર્યવાહી તા. 01/03/2014 ના 11:00 કલાકે શરૂ કરવામાં આવશે.

વધુ માહિતી માટે  www.gserb.org  પર ક્લીક કરો.
Thursday, February 27, 2014

ડી.ઈ.ઓ મહેસાણા સાથે શુભેચ્છા મુલાકાત

મહેસાણા ડી.ઈ.ઓ શ્રી જાદવ સાહેબ સાથે મહેસાણા જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની શુભેચ્છા મુલાકાત અને શિક્ષકોના પડતર પ્રશ્નોના ઝડપી ઉકેલ માટેની રજૂઆત - કેમેરાની પાંખે 
Higher bharti

Higher Bharti will be start within two days.Reserve candidates will be see all seats and general candidates will be see only general seats.in one week selection will be finished.wait perhaps tomorrow bharti will be start.

Tuesday, February 25, 2014

ધોરણ ૧૦ - ૧૨ પરીક્ષા તાલીમ બાયસેગ

જરા હસો

માનવમાત્ર - ભૂલને પાત્ર 

લોકસભા ચૂંટણી ૨૦૧૪ માટે  મહેસાણા તાલુકાના ગોઝારિયા માધ્યમિક  શાળામાં  પટાવાળાને  પ્રમુખ અધિકારી ( પ્રિસાઈન્ડીગ ઓફિસરના ઓર્ડર અપાયા.  પટાવાળા ટેંન્શનમાં .  ઓર્ડર કેંન્સલ કરાવવા મહેસાણાના ધક્કા.  પટાવાળા ધોરણ ૧૦ પણ પાસ નથી. પટાવાળા પણ ઓર્ડર જોઈને  ઓર્ડર લખનાર પર મૂછમાં  હસવા લાગ્યા. 

પટાવાળા ઉપરાંત શાળાના વહિવટી કર્મચારીઓ ( ક્લાર્ક ) ને પણ પ્રમુખ અધિકારીના ઓર્ડર અપાયા.


DEO / DPEO ચાર્જમાં - લોકોને ધરમધક્કા

મહેસાણા જિલ્લાની બંને શિક્ષણ કચેરીઓ ચાર્જમાં - સાહેબ નથી તેવા જવાબો થી લોકો કંટાળે છે.ચિંતન

જરા વિચારજો -  

1.  પતિ - પત્ની બંને શિક્ષક હોય અને બંને સાથે એકજ મકાનમાં રહેતા હોય તો  બંનેને HRA મળે કે પછી એકને જ ? 

3.  HRA ત્યારે જ મળે  જો કોઈ કર્મચારી હેડક્વાર્ટર પર રહેતો હોય.  હેડક્વાર્ટર એટલે  શાળાથી 8  કિ.મીનું અંતર


સરકારના શિક્ષણ વિભાગ દ્વારા  ૧૯૯૮ પછીના નિમણૂંક પામેલા બધાજ શિક્ષકોને ફાજલનું રક્ષણ મળી ગયું છે એવો કોઈજ પરિપત્ર આજ દિન સુધી થયેલ નથી. 

ફક્ત  જૂન ૨૦૧૪ સુધી ફાજલ થયેલાને છૂટા કરવા નહિ તેવો પરિપત્ર થયેલ છે. 

Monday, February 24, 2014

કોયડો

આજનો કોયડો 

એક પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીએ જુદા જુદા ચાર વિષયોમાંથી દરેક વિષયમાં પાસ થવું ફરજિયાત છે. તો વિદ્યાર્થી કેટલી રીતે નાપાસ થઈ શકે ? 

જવાબ -  (1) 24    (2) 16      (3) 15      (4)  12  
જવાબ કોમેંટ્સમાં નામ - સરનામા સાથે આવકાર્ય છે. excel sheet to find percentile Rank

Excel Sheet To Find Percentile Rank 

Monday Puzzle ( Mind Map )

There is a bus with 8 girls. Each girl has 8 bags.In each bag there are 8 big cats. Each big cat has 8 Little cats Each cat has 4 legs.How many legs are present in bus ?

You can send your answer to  jitendra.teo@gmail.comincome tax

મિત્રો -  ઓનલાઈન રીટર્ન ભરવાનું ખૂબજ સરળ છે. ઓનલાઈન ઈ - રીટર્ન ફાઈલ કરવા નીચેની લિંક પર ક્લીક કરી New User  - Register Now  પર જઈને individual પર ક્લીક કરી આપના પાનકાર્ડ નંબરની મદદથી એકાઉન્ટ બનાવો. ત્યારબાદ આપ જ્યાં નોકરી કરો છો તે સંસ્થા દ્વારા આપવામાં આવેલ ફોર્મ નંબર  ૧૬ અથવા ૧૬ એ  લઈને ખૂબજ ઝડપથી ઓનલાઈન રીટર્ન ફાઈલ કરી શકાય છે.

ફાયદા -  આપના એકાઉન્ટમાં રીટર્ન તથા તેની એક્નોલેજમેન્ટ કોપી પીડીએફ ફાઈલમાં  તરતજ સેવ થાય છે. રીફંડ જમા થયેલ છે કે કેમ તેની જાણકારી સરળતાથી મળી શકે છે. સમય તથા નાણાનો બચાવ થાય છે. ટેક્ષની વધઘટ ચૂકવણી પણ જે તે બેંક દ્વારા ચલણ નંબર  ૨૮૦ ( સેલ્ફ એસેસમેંટ ) તથા ચલણ નંબર ૨૮૧ ( સંસ્થા ટાન નંબર દ્વારા ) સરળતાથી ભરી શકાય છે. ભરેલ ચલણની તરતજ પ્રિંટ કાઢી શકાય છે. ફોર્મ નંબર ૨૬એએસ ( ટેક્ષ ક્રેડિટ ) જોઈ શકાય છે. 


બેકારી ઘટાડવાનો રસ્તો

બેકારી ઓછી કરવાનો સરળ રસ્તો -

 ગુજરાતની બધીજ પે-સેન્ટર  પ્રાથમિક શાળામાં લેપટોપ  ન્ટરનેટ સાથે  ક્લાર્કની ભરતી કરવી જોઈએ. જેથી શિક્ષકો તથા આચાર્યનું 
પેપરવર્ક ઘટશે.અને 
વર્ગમાં શિક્ષકો  અસરકારક શિક્ષણકાર્ય પાછળ સમય આપી શક્શે.
બેકાર ગ્રેજ્યુએટ યુવાનોને કામ મળી રહેશે. અને સરકારની 

વાહ વાહ પણ થશે. 


આશા રાખીએ કે  નજીકના સમયમાં પ્રાથમિકમાં ક્લાર્કની ભરતી માટે 

સરકારશ્રી હકારાત્મક વિચારણા કરે. 


ઘણા શિક્ષકો પૂછે છે કે શાળામાં શિક્ષકોને કેવા પ્રકારની શિક્ષા થઈ શકે  ?

 મિત્રો વિનિમય ૨૭ અ () મુજબ નીચેના કોઈ કારણસર શિક્ષક શિક્ષાને પાત્ર બને છે.
(1) ગેરવર્તણૂક  (2) નૈતિક :પતન  (3) બિનકાર્યક્ષમતા  (4) જાહેર પરીક્ષામાં ગેરરીતિનું આચરણ  (5) ખાનગી ટ્યુશન  


ઉપરોક્ત કારણોસર વિનિમય ૨૭ (૨) માં બે પ્રકારની શિક્ષાની જોગવાઈ છે.
( 1) નાની શિક્ષા - જેમાં ચેતવણી( ઠપકો ) - એક વર્ષથી વધુ નહિ તેવા સમય માટે ભવિષ્યમાં અસર કરે તેમજ અસર કરે તેમ ઈજાફાની રૂકાવટ  - શાળાને થયેલ આર્થિક નુક્શાન માટે  પગારમાંથી વસુલાત -

(2) મોટી શિક્ષા -  પાયરીઉતાર - નોકરીમાંથી બરતરફ - ફરજિયાત નિવૃતિ   
ચિંતન અને ચિંતા

આ વિશે પણ ચિંતા અને ચિંતન કરી મગજને કસરત કરાવજો. 

ઉચ્ચત્તરની ભરતીમાં ત્રીજા તબક્કાના સિલેક્શન પછી ભરતી કયા કારણસર અટકી ગઈ છે તે સમજાતું નથી. લાખો શિક્ષિત બેકારો  નોકરીની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. 
આજના કમ્પ્યૂટરના જમાનામાં ભરતી પૂરી કરવામાં આટલો વિલંબ કરવા પાછળ કયું ગણિત છે તે સમજાતુ નથી.  ભરતીના નિયમો સ્પષ્ટ છે છતાં  ભરતીમાં વિલંબ કરવામાં અધિકારીઓને કેમ આનંદ આવે છે તે સમજાતું નથી. 

મારા મંતવ્ય મુજબ અગાઉ પ્રથમ ત્રણ તબક્કા દરમ્યાન જ લાગતું હતુ કે ભરતી અવળા રસ્તે જઈ રહી છે.  ઉંચા મેરીટવાળા અનામત ઉમેદવારને દૂરની શાળાઓ મળે છે. અનામતની શાળાઓ અનામત ઉમેદવારને કયા કારણથી જોવા ન મળી તે સમજાતું નથી.  ચૂંટણી આચારસંહિતા પહેલાં ભગવાન જવાબદાર અધિકારીને સદબુધ્ધિ આપે કે જેથી  આચારસંહિતા પહેલાં ભરતી પૂરી કરી શકે. જરા વિચારો - 

ગુજરાતની કેટલીયે શાળાઓમાં આચાર્ય નથી. અગાઉ મંડળ દ્વારા આચાર્યની તથા શિક્ષકોની ભરતી થતી હતી ત્યારે ખૂબજ ઝડપી આચાર્ય તથા શિક્ષકોની ભરતી થતી હતી જ્યારે આજે છેલ્લા કેટલાયે સમયથી શાળાઓમાં આચાર્યો કે શિક્ષકો નથી. ભરતી બોર્ડ બનેલ છે. ટાટની આચાર્ય તેમજ શિક્ષકો માટે પરીક્ષાઓ લેવાય છે પરંતુ કયા કારણથી ભરતીમાં વિલંબ થાય છે તે સમજાતું નથી. લાખો શિક્ષિત બેકારો ભરતીની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. 
ઉચ્ચત્તરમાં ઓનલાઈન અરજી મંગાવ્યાના ચાર માસ પછી પણ કમ્પ્યૂટરના આ વાઈબ્રન્ટ  ગુજરાતમાં ભરતી તો ઠીક પરંતુ મેરીટ પણ જાહેર થઈ શકેલ નથી. 

ખરેખર તો કમ્પ્યૂટરના આ જમાનામાં કમ્પૂટર દ્વારા લાખો લોકોનું મેરીટ પલવારમાં ગણાઈ જાય છે તો મેરીટ જાહેર થવામાં વિલંબ કેમ ? કેટલીયે ઉચત્તર શાળાઓમાં શિક્ષકો વિના પ્રથમ સત્ર પણ પૂર્ણ થઈ ગયેલ છે. લાખો શિક્ષિત બેકારોની માનસિક હાલત ડામાડોળ છે. ઉચ્ચત્તર ભરતી ઝડપથી શરૂ થાય તેમ શિક્ષિત અરજદારો ઈચ્છી રહ્યા છે. 
પ્રિસાઈડીગ ઓફિસર માટેનું ચેકલિસ્ટ

Friday, February 21, 2014

Online Internal & School Level Subject Marks Entry for SSC 2014 bisag videos

SSC 2014 Internal and School Level Subject Marks

SSC 2014 ના આંતરીક અને શાળાકીય વિષયના માર્ક્સ ની એન્ટ્રી માટેનું સોફ્ટવેર તારીખ 25/02/2014 બાદ શરુ(LIVE) કરવામાં આવશે, જેનો વિગતવાર પરિપત્ર તારીખ.25/02/2014 ના રોજ બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવશે અને શાળાઓને SMS થી જાણ કરવામાં આવશે.

Monday, February 17, 2014

તલાટીની પરીક્ષાના દલાલને ઓળખો

તલાટીની પરીક્ષા દરમ્યાન શિક્ષણ જગતનો ઠગ  કલ્યાણસિંહ ચંપાવત કરોડો રૂપિયા સાથે પકડાયો

ડો. કલ્યાણસિંહ ચંપાવત ભાજપનો કાર્યકર ઃ મોડી રાત્રે પોલીસનો દરોડો એક ઉમેદવાર દીઠ દસ લાખ રૃપિયા ઉઘરાવતો હતો
ગાંધીનગર, તા.૧૬
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી રહેલી તલાટીની પરીક્ષામાં પાસ કરાવવા માટે લે ભાગુ ટોળકીઓ ઉમેદવારો પાસેથી લાખો રૃપિયા પડાવી રહી છે ત્યારે ગાંધીનગર પોલીસે ગઈકાલે રાત્રે ઓપરેશન પાર પાડી ગાંધીનગરમાં સ્માર્ટ એકેડમી નામની સંસ્થાના સંચાલક અને ભાજપના કાર્યકર ડો.કલ્યાણસિંહ ચંપાવતને ૧.૪૩ કરોડ સાથે ઝડપી પાડયો હતો. પોલીસની તપાસમાં એવી વિગત બહાર આવી હતી કે, તલાટીની પરીક્ષામાં પાસ કરાવવા માટે ઉમેદવારો પાસેથી દસ-દસ લાખ રૃપિયા ઉઘરાવ્યા હતા. તેની સાથે રહેલા એક અમદાવાદના એજન્ટની પણ ધરપકડ કરવામાં આવી છે. એક બાજુ સરકારી ભરતીમાં કોઈ પણ પ્રકારની લાંચ નહીં લેવામાં આવતી હોવાની સરકાર વાતો કરી રહી છે ત્યારે ભાજપનું સભ્ય પદ ધરાવતો આ શખ્સ જ ઉમેદવારો પાસેથી ઉઘરાણાં કરતો ઝડપાઈ જતાં ભાજપમાં પણ સોંપો પડી ગયો છે.
સરકારી નોકરી મેળવવાનો હાલ યુવાનોમાં ક્રેઝ પેદા થયો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી વિવિધ ભરતીઓમાં લેભાગુ ટોળકીઓ સક્રિય થઈ જતી હોય છે અને ઉમેદવારો પાસેથી લાખો રૃપિયાના ઉઘરાણાં કરતી હોય છે. હાલમાં તલાટીની ૧પ૦૦ જેટલી જગ્યાઓ માટે મહેસુલ વિભાગ દ્વારા ભરતી કરવામાં આવી રહી અને તેની આજે લેખીત પરીક્ષા પણ હતી. ત્યારે ગઈ રાત્રીએ ગાંધીનગર એલસીબી અને એસઓજીએ ખાનગી ઓપરેશન પાર પાડીને ભાજપના કાર્યકરને ૧.૪૩ કરોડ રૃપિયા જેટલી રકમ સાથે ઝડપી પાડયો હતો. આ અંગે મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર એલસીબીના પીએસઆઈ એચ.કે.સોલંકીને બાતમી મળી હતી કે, ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા તલાટીની જગ્યાઓ માટે પરીક્ષા લેવામાં આવનાર છે જે પેટે ગાંધીનગરના સે-પ/સી પ્લોટ નં.૯૧૫/રમાં સ્માર્ટ એકેડમી અને પર્સનાલીટી ડેવલપમેન્ટ નામની સંસ્થા ચલાવતાં ડો.કલ્યાણસિંહ ચંપાવત આ પરિક્ષામાં અરજી કરનાર ઉમેદવારોને વિશ્વાસમાં લઈ પરીક્ષામાં પાસ કરાવી સરકારી નોકરી આપવાની બાંહેધરી આપી રૃપિયા ઉઘરાવી રહયો છે. જેથી આ બાતમીના આધારે એસઓજી પીઆઈ જે.ડી.બ્રહ્મભટ્ટ સહિતની ટીમે આ મકાનમાં દરોડો પાડતાં કલ્યાણસિંહ મુલસિંહ ચંપાવત તથા અમદાવાદમાં આંબાવાડી ખાતે વિરામ ફ્લેટ બી/રમાં રહેતો નિસલ ઉમેદભાઈ શાહ ઝડપાઈ ગયા હતા. આ મકાનમાંથી પોલીસને બિનહિસાબી રૃા.૧,૪૩,૯૦,૨૯૦ ની રોકડ તથા પાંચ નંગ મોબાઈલ મળી આવ્યા હતા. તેમજ ૮૮ જેટલા ઓનલાઈન પ્રવેશ પત્રોની નકલ મળી હતી. તેમજ દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. આ અંગે ગાંધીનગર ડીવાયએસપી જે.એ.જાડેજાએ જણાવ્યું હતું કે, કલ્યાણસિંહ ચંપાવત દરેક ઉમેદવાર પાસેથી દસ લાખ રૃપીયા વસુલતો અને તેમને નોકરી આપવાની બાંહેધરી આપતો હતો. અત્યાર સુધીની તપાસમાં આ બે વ્યક્તિઓના જ નામ બહાર આવ્યા છે. ચંપાવતે કેટલા કેટલા ઉમેદવારો પાસેથી રૃપિયા ઉઘરાવ્યા છે તેની તપાસ ચાલી રહી છે તેમજ ગઈકાલે રાત્રીએ પોલીસે દરોડો પાડયો ત્યારે એક ઉમેદવાર દસ લાખ લઈને આવ્યો હતો તે પણ કબ્જે લેવામાં આવ્યા છે. બીજી બાજુ આજે સાંજે પોલીસે કલ્યાણસિંહ ચંપાવત તેમજ નિસલ શાહને ગાંધીનગર કોર્ટમાં રજૂ  કરતાં કોર્ટે તેમને ચાર દિવસના પોલીસ રિમાન્ડ ઉપર સોંપ્યા છે. તો ગાંધીનગર મહાનગર ભાજપનું પ્રાથમિક સભ્ય પદ ધરાવતાં કલ્યાણસિંહ ચંપાવત ભાજપના ક્ષત્રિય મોરચામાં પણ સક્રિય હોવાનું  બહાર આવ્યું છે. જેના કારણે ભાજપના ખેમામાં પણ ભારે સોંપો જોવા મળી રહયો છે.

રૃપિયા ગણવા માટે મશીન પણ ખરીદયું!
ગાંધીનગર, તા.૧૬
તલાટીની પરીક્ષા પાસ કરાવવા માટે ઉમેદવારો પાસેથી લાખો રૃપિયા ઉઘરાવતાં કલ્યાણસિંહ ચંપાવતની સ્માર્ટ એકેડમીમાં ગઈકાલે રાત્રે ગાંધીનગર પોલીસે દરોડો પાડયો ત્યારે ૧.૪૩ લાખ રૃપિયાની રોકડ રકમ સાથે પોલીસને રૃપિયા ગણવાનું મશીન પણ મળી આવ્યું હતું.
છેલ્લા અઠવાડીયાથી રૃપિયા ઉઘરાવતા ચંપાવતને રૃપિયા ગણવાનો સમય ના હોવાથી મશીન મારફતે રૃપિયા ગણતાં હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આ મશીન પણ કબ્જે લીધું છે.

ચંપાવતનું સચિવાલય કનેકશન પણ તપાસાશે
ગાંધીનગર, તા.૧૬
તલાટીની પરીક્ષા પાસ કરાવવા માટે લાખો રૃપિયા ઉઘરાવતાં ડો.કલ્યાણસિંહ ચંપાવતને ગાંધીનગર પોલીસે ઝડપી લીધા છે ત્યારે પોલીસે જણાવ્યું હતું કે, આ આરોપીનો સચિવાલયમાં કોઈ કનેકશન છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. ચંપાવતની ડાયરી અને મોબાઈલ ઉપર થયેલી વાતચીતના આધારે પોલીસ અન્ય કોણ કોણ આ સમગ્ર કૌભાંડમાં સામેલ છે તેની તપાસ કરી રહી છે.

સીએમના સલાહકાર તરીકેની ઓળખ આપનાર
ડો. ચંપાવતે મોદીની સભાનું સંચાલન પણ કર્યું હતું!
ભાજપમાંથી ગાંધીનગર ઉત્તર વિધાનસભા સીટ માટે ટિકિટ માંગી હતીઃ સરકારી યોજનાઓના નામકરણનો પણ દાવો

ગાંધીનગર,તા.૧૬
ભાજપના કાર્યકર અને સરકારમાં ઉપર સુધી પહોંચ હોવાનો દાવો કરીને તલાટીના ઉમેદવારો પાસેથી લાખ્ખો રૃપિયા શેરવી લેનાર ડો.કલ્યાણસિંહ ચંપાવત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો સલાહકાર હોવાની પોતાની ઓળખ આપતો હતો. એટલુ જ નહીં, વિધાનસભાની ચૂંટણી વખતે ડો.ચંપાવતે ગાંધીનગર ઉત્તરની બેઠક માટે ભાજપમાં ટીકીટની પણ માંગણી કરી હતી. તે વખતે ગાંધીનગર જિલ્લામાં મોદીની સભાનું સંચાલન પણ ડો.ચંપાવત કરતો હતો. તો સરકારની વિવિધ યોજનાઓના નામાભિધાન પણ પોતે કર્યા હોવાનો  પણ તે દાવો કરતો હતો.
સરકારી નોકરીમાં પાસ કરાવીને સારી જગ્યાએ પોસ્ટીંગ અપાવવાની ગેરંટી આપી ઉમેદવારો સાથે લાખ્ખો રૃપિયાની છેતરપીંડી કરનાર ગાંધીનગરનો ડો.કલ્યાણસિંહ ચંપાવત અત્યારે તો પોલીસની ઝપટમાં આવી ગયો છે પણ ગાંધીનગર સહિત રાજ્યના ઘણા શહેરોમાં સ્માર્ટ એકેડમી ચલાવનાર અને ભાજપનો કાર્યકર ડો.કલ્યાણસિંહ ચંપાવત એક સમય સરકારનો ખાસ હોવાનો દાવો કરતો હતો. સરકારની વાંચે ગુજરાત,રમશે ગુજરાત તેમજ જીતશે ગુજરાત જેવી યોજનાઓના નામકરણ તેણે જ કર્યા હોવાનો તે દાવો કરતો હતો.
એટલુ જ નહીં, વિધાનસભાની ચૂંટણી વખતે ગાંધીનગર જિલ્લામાં જ્યાં જ્યાં મોદીની સભા હોય ત્યાં તે પહોંચી જતો હતો. તો ગાંધીનગર શહેરમાં મળેલી મોદીની સભા વખતે તો ડો.કલ્યાણસિંહે મોદીની હાજરીમાં જ સંચાલન પણ કર્યું હતું. તે જ વખતે એટલે કે, વિધાનસભાની ચૂંટણી વખતે ડો.કલ્યાણસિંહે ગાંધીનગર ઉત્તર તેમજ હિંમ્મતનગરની સીટ પર ભાજપ તરફથી લડવા માટે પ્રયત્નો પણ કર્યા હતા.આ માટે તેણે મોદી સુધી તેનો બાયોડેટા પણ મોકલાવ્યો હતો. આમ, બજારમાં મોદીનો ખાસ હોવાનો દાવો કરીને ઉમેદવારોને છેતરતા ડો.કલ્યાણસિંહને પોલીસે તો કોઇ પણ શરમ વગર પકડી જ પાડયો છે. ત્યારે પોતાના આ પ્રાથમિક  કાર્યકરને શુ ભાજપ સસ્પેન્ડ કરશે તે તો જોવુ જ રહ્યું ! 


Friday, February 14, 2014

પ્રશ્નો તથા ઉકેલ

ચૂંટણી પહેલાં નીચેના પ્રશ્નોના ઉકેલ હકારાત્મક આવે તેવું દેખાઈ રહ્યું છે. 

1.   ૩૦૦ રૂ. મેડીકલ 

2.   ઉચ્ચત્તર શિક્ષકને એન્ટ્રી લેવલ પે સ્કેલ તથા આચાર્ય પગાર વિસંગતતા 

3.   ફાજલ શિક્ષક રક્ષણની નવી નિતી

4.   ફિક્સ પગાર માં ફેરફાર તથા અજમાયશી સમયગાળામાં ઘટાડો

5.  ચિત્ર શિક્ષકોના પગાર વિસંગતતાના પ્રશ્નોના ઉકેલ 

ઉચ્ચત્તર ભરતીમાં વિલંબ કેમ ?

ઉચ્ચત્તર શિક્ષકની ભરતીનો ત્રીજો તબક્કો જાહેર થયે આજે  ૧૩ દિવસ થયા હોવા છતાં આગળ ભરતી બોર્ડ દ્વારા ચોથા તબક્કાની જાહેરાત પણ થતી નથી કે કોઈ સૂચના પણ મૂકવામાં આવતી નથી.
હજારો આશાસ્પદ ઉમેદવારો ભરતી આચારસંહિતા પહેલાં ઝડપી પૂરી થાય અને ઝડપી ઓર્ડર મળી પસંદ થયેલ શાળામાં ચૂંટણી પહેલાં હાજર થવાનું ઈચ્છી રહ્યા છે. પરંતુ કયા કારણસર કોના ઈશારે ભરતીમાં વિલંબ થઈ રહ્યો છે  તે સમજાતું નથી. કમ્પ્યૂટરના જમાનામાં ભરતીમાં ખરેખર ઝડપ થવી જોઈએ જ્યારે અહિ  વિલંબ કેમ કરવામાં આવે છે તે સમજાતુ નથી. લાખો ઉમેદવારોની કારકિર્દી સાથે કોના ઈશારે વિલંબ થઈ રહ્યો છે તે ઉમેદવારોના પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે.   

ઉમેદવારોમાં સતાવતા પ્રશ્નો

1.  ઓર્ડર ક્યારે મળશે  ?
2.  શું ચૂંટણી આચારસંહિતા પહેલાં ભરતી પૂરી થશે ?
3.  હવે ઓર્ડર મળશે કે પછી ચોથો રાઉન્ડ પડશે ?


Approve Secondary School Application

રેલી અંતર્ગત સમાચારTuesday, February 11, 2014

ઈન્કમટેક્ષ ગણતરી યંત્ર ૨૦૧૩-૧૪ ઓરિજનલ શીટ

મિત્રો - અહી નીચે એજ્યુસફર.કોમ વેબસાઈટ પર  સતનામ પટેલ દ્વારા તૈયાર કરેલ ઈન્કમટેક્ષ  ૨૦૧૩-૧૪ ની ગણતરી માટેની એક્સેલ સીટ મૂકેલ છે. શ્રી સતનામભાઈ - શ્રી બાબુભાઈ - શ્રી કમલેશભાઈ - શ્રી હસમુખભાઈ દ્વારા www.edusafar.com વેબસાઈટનું સુંદર સંચાલન થાય છે અને શિક્ષણ તથા શિક્ષકને લગતી અગત્યની માહિતી મુકવામાં આવે છે તે માટે તેઓ અભિનંદનને પાત્ર છે. શ્રી સતનામભાઈ    દ્વારા ઉપયોગી એક્સેલ સીટો -  તથા શ્રી બાબુભાઈ પટેલ દ્વારા ઉપયોગી પી.પી.ટી તેમજ વિડીયો જાતે મહેનત કરીને બનાવેલ છે.અને તેમની સાઈટ પર મૂકેલ છે. અહી શ્રી સતનામભાઈ દ્વારા બનાવેલ ઓરીજનલ ટેક્ષ ગણવાની એક્સેલ શીટ છે. તેને ડાઉનલોડ કરીને જુઓ. 

calculate-your-merge-pagar

Saturday, February 8, 2014

તલાટી પરીક્ષા માટે નું મટેરિયલ્સ

માધ્યમિક શાળાઓની ગુણોત્સવ માહિતી પુસ્તિકા

માધ્યમિક શાળાઓ માટે ગુણોત્સવની  માહિતી પુસ્તિકા
મિત્રો આ વર્ષથી ગુ.માં અને ઉ.માં શિક્ષણ બોર્ડ દ્વારા માધ્યમિક શાળાઓમાં પણ પ્રાથમિક શાળાઓની જેમ  ગુણોત્સવ  ઉજવવાનો છે.
તેમાં ધોરણ  4 થી 8 સુધીનાં પાઠ્યપુસ્તક  આધારિત MCQ  પ્રકારના પ્રશ્નો  હશે.
જેમાં પાંચ મુખ્ય વિષય ગુજરાતી, અગ્રેજી, સામાજિક વિજ્ઞાન , વિજ્ઞાન અને ટેકનોલોજી  તથા ગણિતનાં  50 ગુણનાં પેપેર ધોરણ 9 વિદ્યાર્થીઓ ને આપવાના છે.
આ પાંચ વિષયના શિક્ષક મિત્રોએ પેપર જોવાને બદલે તેની ડેટા એન્ટ્રી બોર્ડ દ્વારા આપવામાં આવેલ જે તે વિષયની Excel Sheet માં કરવાની છે. જેમો દરેક વિદ્યાર્થી માટે  જનરલ રજીસ્ટર નં , વર્ગ , કેટેગરી, જાતિ  તથા 50 પ્રશ્નોની વિગત ભરવાની છે.  

 ગુણોત્સવની પુસ્તિકા માટે અહી ક્લિક કરો 


Friday, February 7, 2014

ચિંતા અને ચિંતન


Jitendra Patel (M.Sc,B.Ed – Maths)
Asst.Teacher
Gozaria High School
Email-  jitendra.teo@gmail.com

હમણાં થોડા દિવસ પહેલા એક શિક્ષક મિત્રનો ફોન આવ્યો. ફોન માં તેમણે કહ્યું કે સાહેબ પાંચ વર્ષ સુધી કરકસર કરી ફિક્સ પગારમાં મહામહેનતે જીવન પસાર કર્યું. પત્નીના કેટકેટલાયે અરમાનો અને બાળકોના કેટલા કેટલાયે અરમાનોને હવે ફૂલ પગારમાં આવવાથી પૂરા કરી શકાશે તેવી આશા સાથે ફૂલ પગારની ફાઈલ ડી.ઈ.ઓ ઓફિસમાં મોકલી છે. આજે ચાર માસ થયા હોવા છતાં ફાઈલ ક્લીયર થતી નથી. ફાઈલ ક્લીયર કરાવવા ૩૦૦૦૦ જેટલી મોટી રકમ માગે છે. પૈસા આપતો નથી એટલે ફાઈલ ક્લીયર થતી નથી. મારા પછીના શિક્ષકો કે જેઓએ પ્રસાદી ચડાવી છે તેઓ ફૂલ પગાર લેતા થઈ ગયા છે. શિક્ષકનો પ્રશ્ન હતો સાહેબ મારે હવે શું કરવું જોઈએ. ?

મિત્રો ઉપરોક્ત પ્રશ્નથી તથા પોતાનાજ જી.પી.એફ નાણા ઉપાડવા મેડીકલ કે એલ.ટી.સી બિલ મેળવવા એરિયર્સ મેળવવા એનોસી મેળવવા સ્ટીકર મેળવવા ઉચ્ચત્તર પગાર ધોરણનો લાભ મેળવવા કે અન્ય કેટલાયે પ્રશ્નોથી કેટલાયે શિક્ષકો તથા આચાર્યશ્રીઓ પીડાય છે. અને કેટલાયે પીડાવાના છે. વર્ગમાં નિતીના પાઠો શીખવતા આપણે અધિકારીઓ આગળ લાચાર બની ભીખ માંગતા હોય તે રીતી કરગરીએ છીએ. આપણા હકનો ફૂલ પગાર મેળવતા આપણે પરસેવો છૂટી જાય છે. છેવટે આપણી ધીરજ ખૂટી જાય છે અને આપણે સામે ચાલીને પ્રસાદી રૂપે ૫૦૦૦ થી ૩૦૦૦૦ જેટલો વ્યવહાર કરીએ છીએ.
મિત્રો - પાંચ વર્ષની  રાહ  જોઈ છે તો બે ત્રણ મહિના વધુ રાહ જુઓ. પરંતુ મક્કમ બની રજૂઆતને વળગી રહો.
ઓફિસમાં જાતે જઈ પૂરી તાકાતથી નીડર બની ઉંચા અવાજે પૈસા માગનારને ખખડાવી નાખો. જરૂર જણાયતો એંટી કરપ્શન અધિકારીનો સંપર્ક કરી લાંચિયા કર્મચારીને પકડાવવા છટકુ ગોઠવો.
યાદ રાખજો પૈસા માગનાર અધિકારી કે ક્લાર્કના પગ હંમેશા કાચા હોય છે.જરૂર છે તમારે નીડર બની જાહેરમાં જે તે જવાબદાર અધિકારીને ખુલ્લા પાડવાની.
ફાઈલમાં વધુ સમય વિલંબ થાય તો જે તે જવાબદાર અધિકારીને પોતાની ફરજ તથા દરેક કામની સમયમર્યાદાનું ભાન કરાવો.
સમય મર્યાદા કરતાં પણ વધુ સમય ફાઈલ વિના રીમાર્ક્સ ખસતી ન હોય તો ડી.ઈ.ઓ ઓફિસમાં જ ભૂખ હડતાળ પર બેસવાની જે તે જવાબદાર ક્લાર્ક કે ડી.ઈ.ઓ ને ધમકી આપો.
ફાઈલ ક્લીયર કરનાર અધિકારી તમારો ભગવાન નથી. વ્યવસ્થાના ભાગરૂપે તેને તમારી ફાઈલ ચોક્કસ સમયમર્યાદામાં હા/કે ના સાથે ક્લીયર કરવાની હોય છે. કોઈ અપૂર્તતા હોય તો તે કાગળ પૂર્તતા કરાવી ફરી ફાઈલ મોકલો.
ડી.ઈ.ઓ કે કોઈ અધિકારી તમારા ઉપર દયાદાન કરતા નથી. તેઓ તેમના ખિસ્સામાંથી નાણા આપવાના નથી. તમે તમારા હકનો ન્યાય માગો છો.
વારંવાર રજૂઆતો કર્યા પછી પણ જાણીજોઈને પૈસા મેળવવાના ઈરાદે જ ફાઈલ ક્લીયર થતી ન હોય તો  ઓફિસમાં જ ભૂખ હડતાળ પર બેસવાની લેખિત જાણ જવાબદાર અધિકારી -  પ્રેસ પોલીસ સ્ટેશન તથા કલેક્ટરમાં કરી ભૂખ હડતાળનું શસ્ત્ર ઉપાડો. પછી જુઓ તમારી ફાઈલને પગ આવશે અને ફટાફટ દોડતી ના થાય તો મને કહેજો.
જરૂર છે સાચા ચાણક્ય બનવાની. ફક્ત નિતીના પાઠો વર્ગખંડોમાં જ ભણાવવાના નથી. આવા લેભાગુ લાંચિયા અધિકારીને પણ પોતાની ફરજનું ભાન કરાવવાની જરૂર છે. આવા અધિકારીઓને સરકાર તગડો પગાર તથા અન્ય ભથ્થા ચૂકવે છે. સરકારી કર્મચારી પ્રજાના કામ કરવા બંધાયેલો છે. તેને પણ નિયમો આચારસંહિતા પાળવાની છે.
આશા રાખીએ કે આ વિચારો વાંચી બે ચાર સારસ્વતો પણ હિંમત કેળવી યોગ્ય ધારદાર રજૂઆતો કરી પોતાનો હક સમયમર્યાદામાં મેળવશે તો આનંદ થશે.   
  

જિલ્લા ફેરબદલી માહિતી મોકલવા બાબત


ગુણોત્સવ માધ્યમિક ૨૦૧૪ગુણોત્સવ ૨૦૧૪  માધ્યમિક વિભાગ
આગામી પ્રસારણ  ૧૦/૦૨/૨૦૧૪  ૧૧-૦૦ થી ૦૧-૦૦ 
પરીક્ષા તારીખ ૧૩/૦૨/૨૦૧૪ તથા ૧૪/૦૨/૨૦૧૪ 
ઓનલાઈન ડેટા ભરવાની અંતિમ તારીખ - ૨૮/૦૨/૨૦૧૪ 

શાળાનું માહિતી પત્રક નીચેની લિંક પર ક્લીક કરી આપની શાળાનો ઈંડેક્ષ નંબર તથા  gun789 પાસવર્ડ લખી ઓકે કરવાથી નવો પાસવર્ડ માગશે. નવો પાસવર્ડ નક્કી કરી માહિતી ભરી શકાશે. 

http://secondarygunotsav.org/ 

gunostav page 1 
gunostav page 2 

સ્વમુલ્યાકન પુસ્તિકા ભર્યા પછી જ ONLINE ENTRY કરવાની છે.
ONLINE ENTRY તા.૧૨-૦૨-૨૦૧૪ થી ચાલુ થશે. 


Tuesday, February 4, 2014