આ વિશે પણ ચિંતા અને ચિંતન કરી મગજને કસરત કરાવજો. 

ઉચ્ચત્તરની ભરતીમાં ત્રીજા તબક્કાના સિલેક્શન પછી ભરતી કયા કારણસર અટકી ગઈ છે તે સમજાતું નથી. લાખો શિક્ષિત બેકારો  નોકરીની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. 
આજના કમ્પ્યૂટરના જમાનામાં ભરતી પૂરી કરવામાં આટલો વિલંબ કરવા પાછળ કયું ગણિત છે તે સમજાતુ નથી.  ભરતીના નિયમો સ્પષ્ટ છે છતાં  ભરતીમાં વિલંબ કરવામાં અધિકારીઓને કેમ આનંદ આવે છે તે સમજાતું નથી. 

મારા મંતવ્ય મુજબ અગાઉ પ્રથમ ત્રણ તબક્કા દરમ્યાન જ લાગતું હતુ કે ભરતી અવળા રસ્તે જઈ રહી છે.  ઉંચા મેરીટવાળા અનામત ઉમેદવારને દૂરની શાળાઓ મળે છે. અનામતની શાળાઓ અનામત ઉમેદવારને કયા કારણથી જોવા ન મળી તે સમજાતું નથી.  ચૂંટણી આચારસંહિતા પહેલાં ભગવાન જવાબદાર અધિકારીને સદબુધ્ધિ આપે કે જેથી  આચારસંહિતા પહેલાં ભરતી પૂરી કરી શકે. જરા વિચારો - 

ગુજરાતની કેટલીયે શાળાઓમાં આચાર્ય નથી. અગાઉ મંડળ દ્વારા આચાર્યની તથા શિક્ષકોની ભરતી થતી હતી ત્યારે ખૂબજ ઝડપી આચાર્ય તથા શિક્ષકોની ભરતી થતી હતી જ્યારે આજે છેલ્લા કેટલાયે સમયથી શાળાઓમાં આચાર્યો કે શિક્ષકો નથી. ભરતી બોર્ડ બનેલ છે. ટાટની આચાર્ય તેમજ શિક્ષકો માટે પરીક્ષાઓ લેવાય છે પરંતુ કયા કારણથી ભરતીમાં વિલંબ થાય છે તે સમજાતું નથી. લાખો શિક્ષિત બેકારો ભરતીની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. 
ઉચ્ચત્તરમાં ઓનલાઈન અરજી મંગાવ્યાના ચાર માસ પછી પણ કમ્પ્યૂટરના આ વાઈબ્રન્ટ  ગુજરાતમાં ભરતી તો ઠીક પરંતુ મેરીટ પણ જાહેર થઈ શકેલ નથી. 

ખરેખર તો કમ્પ્યૂટરના આ જમાનામાં કમ્પૂટર દ્વારા લાખો લોકોનું મેરીટ પલવારમાં ગણાઈ જાય છે તો મેરીટ જાહેર થવામાં વિલંબ કેમ ? કેટલીયે ઉચત્તર શાળાઓમાં શિક્ષકો વિના પ્રથમ સત્ર પણ પૂર્ણ થઈ ગયેલ છે. લાખો શિક્ષિત બેકારોની માનસિક હાલત ડામાડોળ છે. ઉચ્ચત્તર ભરતી ઝડપથી શરૂ થાય તેમ શિક્ષિત અરજદારો ઈચ્છી રહ્યા છે. 
3 comments:

 1. jara vicharo ekdum perfect chhe tame press ma apo to saru effect padshe tamari vat 100percent sure chhe gujarti newspaper ma apvo or gandhinagar education department ma complain karo to better chhe.dhaval trivedi jamnagar

  ReplyDelete
 2. Aa vatne to..Open catagory na j student samji sake.....sir....

  ReplyDelete
 3. 1 question aa badha karta vadhu important chhe sir
  brastachar / corruption kari ne 2010 / TET pahela sidhi bharti ma teacher banela ane Gandhinagar thi j support vada aava brastachari teachers kyare suspend thase.

  ReplyDelete

 
Top