Thursday, November 24, 2011
Tuesday, November 22, 2011
શિક્ષક રજિસ્ટ્રેશન પરિપત્ર
વર્ગની ઓળખનો નમૂનો (વર્ગ બહાર ભરાવવા)
ઓપ્ટિકલ ઈલ્યુઝન
નોંધ -
જો આપ એક્સેલ ફાઈલ ઓપન કરતા હોય ત્યારે enable option પર ક્લીક કરવું. જેથી મેક્રો રન થશે. છતાં જોવા ન મળે તો tools --- security ---- medium પર ક્લીક કરી ફાઈલ સેવ કરી ક્લોઝ કરી ફરી ઓપન કરવી જેથી મેક્રો રન થશે.અને એક્સેલ ફાઈલ બરાબર ઓપન થશે
Salary slip
ઝડપથી કોઈપણ સંખ્યાના અવયવ પાડો
કોઈપણ બે સંખ્યા વચ્ચેની અવિભાજ્ય સંખ્યા શોધો
Sunday, November 20, 2011
ભાર વિનાનું ભણતર!
ભાર વિનાનું ભણતર!
સવારે ઉઠીને શાળાના દરવાજે જ્યારે જોઈએ છીએ ત્યારે ૩ થી ૫ કિલોગ્રામના દફ્તર સાથે બાળકની કરોડરજ્જુ વળેલી જોવા મળે છે. ઠાંસી ઠાંસીને ભરેલ નોટ્સ - ગાઈડો - પોથીઓ ( ચિત્રપોથી-નક્શાપોથી- સ્વાધ્યાયપોથી વગેરે વગેરે ) થી ભરેલ દફ્તર જોઈને વાલીના ચહેરા પર બાળક દાક્તર બની જવાનો આનંદ છે. બૂટ-મોજા - ટાઈથી સજ્જ બાળકને જોઈને ઘડી બે ઘડી વાલી ખુશ થઈ જાય છે. અને અન્ય બાળક કરતાં પોતાનો બાળક કેટલો સ્માર્ટ દેખાય છે તેવા ધોળા દિવસે સ્વપ્નો જોતો જોવા મળે છે. વળી આજના આ યુગમાં રીક્ષા-વાનમાં ઘેટા- બકરાંના જેમ ઠાંસી ઠાંસીને ભરવામાં આવતા બાળકોને જોઈને પણ વિદાય સાથે હાથ લાંબો કરતી મા ના ચહેરા પર આનંદની કરચલીઓ ઉડીને આંખે વળગે તેવી છે. આનંદ એ વાતનો હોય છે કે પોતાનો બાળક kg1/kg2 કે નર્સરીમાં દાક્તર બનવા જઈ રહ્યો છે. પોતાના બાળક માટે ધોરણ - 1 થી જ પુસ્તકો નહિ પરંતુ ગાઈડો ખરીદી તથા તેના પૂંઠા ચડાવવા કલાક બે કલાક દુકાને લાઈનોમાં ઉભો રહે છે. કારણકે તેનો બાળક ધોરણ - 1 માં દાક્તર બનવા જઈ રહ્યો છે. ધોરણ - 1 ની ગાઈડોના ત્રણસો - ચારસો રૂપિયા હસતા હસતા આપે છે કારણકે
તેનો બાળક ધોરણ - 1 માં દાક્તર બનવા જઈ રહ્યો છે. ગામની સરકારી શાળા છોડીને સેલ્ફ ફાયનાન્સ શાળામાં એડમિશન મેળવવા બાળકના જન્મના બીજા જ દિવસથી પાંચ વર્ષ પછીના એડમિશન માટે હાંફતો હાંફતો વાલી દોડતો જોવા મળે છે
કારણકે તેનો બાળક ધોરણ - 1 માં દાક્તર બનવા જઈ રહ્યો છે.
અને હવે મિત્રો - ભૂતકાળમાં ડોકિયું કરીએ તો
મિત્રો આજથી ત્રણ દાયકા પહેલાંનો વિદ્યાર્થી - ફાટેલી થીગડા વાળી ચડ્ડી – સુતરાઉ કાપડની કે ખાતરની થેલીની બેગ કે સામાન્ય કોથળી વાળુ દફ્તર – તેમાં દેશી હિસાબ, બે-એક પુસ્તકો, સ્લેટ અને પેન.
પ્રાથમિક શાળામાં નોટબુક ભાગ્યે જ વપરાતી. રૂટીન કામ સ્લેટમાં જ થતું.
આજે વિદ્યાર્થીઓ પ્રશ્ન કરે છે: “સર, સ્લેટ એટલે શું?”
સ્લેટ એટલે લાકડાની ફ્રેમમાં જડેલો કાળા પથ્થરનો સપાટ , “flat piece”. તેની બંને બાજુની લીસી સપાટી પર તમે માટીની પેન વડે લખી શકો. સાઈઝ આશરે આઠ ઈંચ બાય દસ-બાર ઈંચ.
ત્રણ દાયકા પહેલા સ્કૂલે જતા પહેલા વિદ્યાર્થીઓ ઘરના કંપાઉંડમાં પેનને અણી કાઢવા દોડતા. ક્યારાને કિનારે ગોઠવેલી ઈંટોની કરકરી સપાટી પર સંભાળીને પેનને ઘસતા. “અણીદાર” બનાવતા. તે અણી જળવાઈ રહે તે માટે ક્યારાની ભીની માટીમાં પેનને હળવેથી ફેરવીએ અને “પાક્કી” કરીએ. બસ, “મોતીના દાણા” જેવા સુંદર અક્ષર લખવા માટે પેન તૈયાર કરતા.
સ્કૂલમાં સ્લેટ-પેન એજ સર્વસ્વ. ગુજરાતીના પાઠ હોય, ગણિતના દાખલા કે આંક કે વિજ્ઞાનના જવાબ .... બધું કામ સ્લેટ પર કરો. કામ કરો, શીખી લો; ભીના કપડાથી ભૂસી નાખો.
ભીની સ્લેટ સૂકવવા થોડી રમત કરી લો .... ભીની સ્લેટને હાથમાં પકડી હલાવતા રહો અને ગાતા જાવ:
”ચકી ચકી પાણી પી .... બે પૈસાનો બરફ લાવ ...”
ચકી પાણી પી જાય(!) અને સ્લેટ નવા કામ માટે કોરીકટ તૈયાર!
ઘડિયા જ્ઞાન – ૩૦ એકા સુધીના ઘડિયા તો મોઢેજ હોય. શિક્ષક પ્રત્યે આદર-પ્રેમ.કુદરતી વાતારણમાં પ્રાયોગિક જ્ઞાન. કોઈ કેલ્ક્યુલેટર કે કમ્પ્યૂટર નહી છતાં વ્યવહારૂ કોયડા પલવારમાં ઉકેલાય.
આજના નાનકડા ભૂલકાઓને “ઈન્ફર્મેશન એજ”માં માહિતીના ભાર નીચે દબાયેલા જોઈને વેદના થાય છે. આપણે તેમના બાળપણને કચડી નાખ્યું છે. ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી ચાર-પાંચ-સાત વિષયો; ઘડિયા દસ એકાથી આગળ આવડે નહી જ. સાદા સરવાળા માટે પણ પરાવલંબી. દરેક વિષયના એક-બે પુસ્તકો, ગાઈડો- વ્યાયામ વિષયની પણ વસાવે અને વળી વ્યાયામ વિષયના પણ ટ્યુશનના પાંચ હજાર આપતાં વાલી આનંદ અનુભવે. ધોરણ 1 થી જ ચશ્માના નંબરતો ખરાજ. કંપાસમાં ચાર પાંચ પેન. દરેક વિષયની ક્લાસવર્ક અને હોમવર્ક અલગ નોટબુકસ ...કેટલીતો પોથીઓ(ચિત્રપોથી-નક્શાપોથી-ગ્રાફપોથી વગેરે વગેરે) આપણે બાળકોને બોજાથી બેવડ કરી દીધાં છે. આપણે બુક્સ-નોટબુક્સમાં માહિતી ઠાંસી ઠાંસીને ભરી દીધી, તેમાં જ્ઞાન તો તલભારનું જ! આજનો કોલેજનો વિદ્યાર્થી બેંકમાં જતાં ગભરાય છે.મીટરને ફૂટમાં ફેરવતાં કે લાકડાનું ઘનફૂટ શોધતાં તેના મોતિયા મરી જાય છે.ઘરની ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય છે તે ગણવું તેના માટે લોઢાના ચણા ચાવવા બરાબર છે. માતૃભાષામાં ૧૦૦ માંથી ૧૦ થી નીચે આવે છે. અંગ્રેજી બોલતાં આવડતું નથી. રાષ્ટ્રભાષા હિન્દી તો હવે નાશપ્રાય થઈ છે. ભારેખમ ગણિત પચાવવા દાખલા ગોખતો થયો છે.ગણિત વાંચતો જોવા મળે છે ત્યારે આજના બાળક પર દયા આવે છે.આજના બારમાનો કે ગુજરાતી વિષય સાથે MA થયેલ વિદ્યાર્થી વંદેમાતરમના ગાનમાં કે બારાખડી(કક્કો) માં પણ લોચા મારે છે.આજે બાળકને આપણે શું આપીએ છીએ?
ભાર વગરનું ભણતર કે જીવનને રગડોળી નાખવાનું ભણતર.
Monday, January 25, 2010
તમારા કોમ્પ્યુટરમાં Gujarati Indic ઇન્ટોલ કરવાની રીત
તમારા કોમ્પ્યુટરમાં Gujarati Indic ઇન્ટોલ કરવાની રીત
ફોન્ટ ડાઉનલોડ કરો (Gujarati indic IME 1 [ v 5.1]
અથવા ફોન્ટ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી લેવા http://www.bhashaindia.com/ આ સાઇટ પરથી અથવા ગુજરાતી emi-ડાઉનલોડ કરો)
સૌપ્રથમ Gujarati indic તમારા કોમ્પ્યુટરમાં ઇન્સોટલ કરીલો અને તેને રન કરો
(Windows xp ની સીડિની જરૂર પડશે એટલે પાસે રાખવી)
(Windows 7 માં સીડિની જરૂર પડતી નથી ફોન્ટ ઇન્ટોલ કરી આગળની પ્રોસેસ કરવી)
હવે પ્રથમ control panel પર ક્લિક કરો

control panel ઓપન થતા નીચે regional languages ના આઇકોન પર ક્લિક કરો અને તેને ઓપન કરો

regional languages ઓપન થતા નીચે પ્રમાણે એક ડયલોગ બોક્સ ઓપન થછે.

હવે તમારે Windows xp ની સીડીને સીડી ડ્રાઇવમાં મૂકો અને supplemental language support માં જે ચેક બોક્સ આપેલા છે તેમા પહેલા બોક્સમાં ચેક કરો ચેક કરતાજ એક અન્ય ઓપશન આવછે તેને ok કરો ફરી વખત નીચે આપેલા બોક્સમાં ચેક કરો આવેલા ઓપશનમાં ok કરો એટલે વિન્ડો એક્સ.પી માંથી language કોપી થવાની પ્રક્રિયા ચાલુ થછે. આ પ્રક્રિયા પુરીથાય પછી નેચી આપેલા એપલાય અને ઓકે બટન પર ઓકે કરવું હવે

હવે details ના બોકસ પર ક્લિક કરો અને નીચે પ્રમાણે એક ડાયલોગ બોક્સ ખૂલસે

અહિ Add…બટન પર ક્લિક કરો એટલે એક નીચે પ્રમાણેનુ ડાયલોગ બોક્સ ખુલશે

હવે તમારે Add input language ના પ્રથમ બોક્સમાં ગુજરાતી ભાષા પસંદ કરવાની છે અને બીજા બોક્સમાં ગુજરાતી કિબોર્ડ પસંદ કરવાનુ છે અને ઓકે કરવાનુ (જો કિબોર્ડમાં Gujarati indic IME 1 [ v 5.1] આવેતો પહેલા તે પસંદ કરવું)
નીચે આપેલ સ્ક્રિન સોટ પ્રમાણે દેખાય એટલે ઓકે કરવું અને એક વખત કોમ્પ્યુટરને રિસ્ટાટ કરવું હવે જ્યારે પણ તમારે ગુજરાતી ભાષામાં લખવું હોય ત્યારે Shift અને Alt કિ દબાવવાની એટલે ગુજરાતી ભાષામાં લખાશે અને ફરી વખત અંગ્રેજી ભાષામાં લખવું હોયતો Shift અને Alt કિ દબાવવાની એટલે અંગ્રેજી માં લખાશે
ગુજરાતી લખવા માટે નીચેના સ્ક્રિન સોટ પ્રમાણે સેટીંગ કરી શકો છો.



Sunday, January 25, 2009
Subscribe to:
Posts (Atom)
