બિન સત્તાવાર માહિતી મુજબ એકાદ અઠવાડિયામાં વર્ગ વધારા ફાળવવામાં આવે તેવી શક્યતા છે ત્યારબાદ તરતજ ફાજલ સેટલમેંટ થશે. બીજી બાજુ રોસ્ટરના કેમ્પ યોજાશે અને રોસ્ટર તૈયાર થયા પછી ઉચ્ચત્તર માધ્યમિકમાં ભરતી થશે. આચાર્ય અને 6 થી 8 માં ભરતી પણ ચૂંટણીની આચારસંહિતા પહેલા પૂરી થાયતો નવાઈ નહિ. ટૂંકમાં મારા વ્યક્તિગત મંતવ્ય મુજબ ચૂંટણી પહેલા શિક્ષણ જગતમાં ક્રાંતિકારી ફેરફારો આવે તો નવાઈ નહિ.
મારા વ્યક્તિગત મંતવ્ય મુજબ શિક્ષકોની નીચેની માગણીઓ ચૂંટણીના કારણે વત્તા ઓછા પ્રમાણમાં ચૂંટણી આચારસંહિતા પહેલા સ્વીકારાય તો ચોંકી ઉઠતા નહિ.
1. ૧૯૯૮ પછી બધાને ફાજલ રક્ષણ
2. ૩૦૦ રજાનું રોકડમાં રૂપાંતર
૩. ટ્રાન્સપોર્ટ એલાઉન્સ
૪. છ્ઠ્ઠા પગાર પંચ મુજબ ડીએ
૫. પરીક્ષક મહેનતામાં સુધારો
૬. સહાયકને પગાર અંતર્ગત સુપ્રિમના ૦૭/૦૯/૨૦૧૨ નો ચુકાદો
૭. ભરતીમાં જૂના ( મદદનીશ ) શિક્ષકની જાહેરાતનું મહેકમ તથા સ્થળ
૮. ક્લાર્ક તથા સાથીસહાયકની ભરતી
૯. ઉચ્ચત્તર શિક્ષક માટે ૯૩૦૦ - ૩૪૮૦૦ ની જગ્યાએ નવા સ્કેલના પરિપત્રનો અમલ
પિતૃત્વની રજાનો પરિપત્ર વારંવાર શિક્ષકો માગે છે. આપણા બ્લોગ ઉપર અગત્યના પરિપત્ર મેનુમાં પણ આ પરિપત્રનો સમાવેશ છે.
પ્રસુતિ તથા પિતૃત્વ રજાનો પરિપત્ર
aa mahina maj bharati thase sir?
ReplyDelete