મિત્રો - તા. ૨૮/૦૯/૨૦૧૨ ના રોજ ગુ.મા.શિ.બોર્ડ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવા માટે બાયસેગ પર માર્ગદર્શન આપવામાં આવનાર છે. મારી દ્રષ્ટીએ ઓનલાઈન ફોર્મ ભરવા માટે અગાઉથી જો નીચે બતાવેલ નમૂના પર વિદ્યાર્થીઓના ડેટા તૈયાર કરેલ હોયતો ફોર્મ ભરતી વખતે બધીજ માહિતી હાજર હોવાથી સરળતાથી ફોર્મ ભરી શકાય. નીચે એક્સેલની શીટ્સ આપેલ છે.
પહેલી શીટની પ્રિંટ કરી જેટલા વિદ્યાર્થીઓ હોય તેની વિગતો ધોરણ ૧૦ ના વર્ગ શિક્ષકો પાસે જી.આર મુજબ ભરાવી વિદ્યાર્થીઓ પાસે ચેક કરાવી શકાય.
બીજી શીટમાં વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ્સ લગાવી સ્કેન કરવાથી એક પેઈઝમાં એકસાથે ૨૦ ફોટોગ્રાફ્સ સ્કેન થઈ શકે ત્યારબાદ કોપી - પેસ્ટ કરવામાં સરળતા રહે છે.
આજ રીતે ત્રીજી શીટમાં એકજ પેઈઝમાં એકસાથે ૩૫ વિદ્યાર્થીઓની સહી સરળતાથી સ્કેન કરી શકાય છે જેનાથી વારંવાર સ્કેન કરવામાંથી મુક્તિ મળે છે.
ચોથી શીટ 1 માં જો ડેટા ભરવામાં આવે અને પહેલી શીટમાં રોલ નંબર બદલવામાં આવે તો માહિતી આપોઆપ ભરાઈ જાય છે. રોલ નંબર બદલતા જાઓ અને પ્રિંટ કરતા જાઓ.
આશા રાખું છું કે આ માહિતી ઓનલાઈન ફોર્મ ભરવા આપ સૌને ઉપયોગી થઈ પડશે.
No comments:
Post a Comment