Friday, September 26, 2014

ચિંતા અને ચિંતન

આજે મોટાભાગે દરેક શાળાઓમાં ડી.ઈ.ઓ દ્વારા પરિપત્રો કે જરૂરી માહિતી/માર્ગદર્શન ઈ-મેઈલ કે વેબસાઈટ દ્વારા પહોંચાડવામાં આવે છે. ડી.ઈ.ઓ ને જરૂરી માહિતી માટેનો સંદેશો તાત્કાલિક ઈ-મેઈલ કે વેબસાઈટ દ્વારા પહોંચાડવામાં આવે છે જે ખૂબજ આવકારદાયક છે. 

પરંતુ મોટાભાગે જોવા મળે છે કે વિવિધ ડી.ઈ.ઓ દ્વારા માહિતી તાત્કાલિક હાર્ડકોપીમાં મંગાવવામાં આવે છે જેના કારણે સ્ટેશનરી અને સમયનો બગાડ જોવા મળે છે તેમજ ઘણી વખતે માહિતી સમયસર પહોંચી શક્તી નથી. 

જેમ ઓનલાઈન ઈ-મેઈલ કે વેબસાઈટ દ્વારા પરિપત્રો કે માહિતી મંગાવવાના સંદેશ પહોંચાડાય છે તો શાળાઓ દ્વારા તરતજ ઈ-મેઈલમાં માહિતી સ્વીકારવી જોઈએ જેથી સમય - નાણા - સ્ટેશનરીનો બચાવ થાય. 

આશા રાખીએ કે આ અંતર્ગત શાળાઓ દ્વારા સીધી જ ઓનલાઈન માહિતી સ્વીકારાય કે જેથી વહીવટી સરળતા રહે. 

1 comment:

  1. આ માટે જે તે ડી.ઈ.ઓ. ઓફિસ દ્વારા ફોર્મેટ તૈયાર કરી ડ્રાઇવમાજ માહિતી મોકલી તેમાજ મંગાવવાથી તેમની તેનુ એકત્રીકરણ પણ ખુબ જ ઝડપથી તથા સરળતાથી થાય . ફોન્ટ પણ શ્રુતી નક્કિ કરી નાખવામા આવે તો ગુજરાતી- અંગ્રેજી મા પણ ફેરફાર ના થાય ,માત્ર કોપી-પેસ્ટ જ કરવાનુ રહે . .. .. કાગળ- સમય-નાણા-મહેનત ની ખુબ જ બચત થાય....

    ReplyDelete