Tuesday, March 27, 2012

અબ્રાહમ લિંકને તેના પુત્રને સ્કૂલમાં મૂક્યો ત્યારે આચાર્યશ્રી ને કરેલી ભલામણો
આદરણીય શિક્ષકશ્રી,

==>>    હું જાણું છુ કે તેને શીખવવું પડશે કે બધા માણસો ન્યાય પૂર્વક વર્તતા નથી અને ઘણા બધા માણસો સાચા હોતા પણ નથી  એને એ શીખવજો કે સમાજમાં જેમ લુચ્ચા અને સ્વાર્થી માણસો હોય છે એમ સારા માણસો પણ હોય છે.  તેવી જ રીતે સમર્પણની ભાવનાવાળા આગેવાનો પણ હોય છે. એને એ પણ શીખવજો કે દુશ્મન હોય છે તો સાથે સાથે સારા મિત્રો પણ હોય છે.  હું જાણું છુ કે આપને આ શીખવતા  સમય લાગશે પણ બની શકે તો શીખવજો કે સાચી રીતે કમાયેલો ડોલર મફતમાં મળેલા પાંચ ડોલર કરતા અનેક ગણો કીંમતી છે અને ખેલદિલીથી હારતા શીખવજો અને જીતવાનો આનંદ માનવાનું પણ શીખવજો. 
==>> એને અત્યારથી જ બોધ આપશો કે  ગુંડાઓને મહાત  કરવા એ સહેલું છે. તમારાથી બની શકે તો તેને પુસ્તકોની આ દુનિયામાં તેને સમાજ આપજો એને થોડોક નિરાતનો સમય પણ આપજો કે જેથી તે શાંતિથી એકલો બેસીને આકાશમાં ઉડતા પક્ષીઓ, સૂર્યના પ્રકાશમાં ગણગણતી મધમાખીઓ અને સુંદર લીલીછમ ટેકરીઓ ઉપર ઉગેલા અનુપમ પુષ્પોનું શાશ્વત રહસ્ય શોધવાનો આનંદ માણી શકે. શાળામાં એને એટલું જરૂર શીખવજો કે પરીક્ષામાં ચોરી કરી પાસ થવું એના કરતા નાપાસ થવું એ ઘણું વધારે માનભર્યું છે. 
==>>બીજા બધા એના વિચારો ખોટા છે એમ કહે તો પણ જો એ ખરેખર માનતો હોય કે એના વિચારો ખરા છે, તો એમાં શ્રધ્ધા રાખી એને સારા માણસો સાથે આકરી રીતે વર્તવાનું શીખવજો. મારા પુત્રમાં એ શક્તિ પણ હોય કે જો બધા જ જયારે પવન પ્રમાણે બદલાતા હોય ત્યારે તે ટોળાને અનુસરવા ને બદલે તે એકલ વીર બની શકે. 
==>>એને બધાની વાત શાંતિથી સાંભળવાની ટેવ પાડજો, પણ એ શીખવજો કે તેમાંથી સત્યની ચાળણીમાંથી ચાળીને જ સારું હોય તે જ ગ્રહણ કરે. તમારાથી બને તો તેને દુ:ખ માં પણ હસતા શીખવજો, એને એ પણ સમજાવજો કે આંસુ પાડવામાં કોઈ શરમ નથી. વક્ર દૃષ્ટિ વાળામાણસને તરછોડવાનું અને ખુશામતિયાઓથી ચેતવવાનું પણ શીખવજો, એને પોતાની બુદ્ધી અને શક્તિ ની વધારેમાં વધારે કીમત ઉપજાવતા શીખવાડજો, પણ પોતાના આત્મા અને હૃદયને પૈસા માટે વેચી ન દે તેવું પણ શીખવજો.  ટોળાની બુમોથી ઝુકી ન પડે અને તે સાચો છે એમ માનતો હોય તો અડગ ઉભો રહી  લડત આપે તેવું શીખવાડજો એને પ્રેમથી સાંભરજો પણ વધુ પડતા લાડ લડાવી બગાડશો નહિ, કારણ કે અગ્નિમાંથી તપીને જ લોખંડ પોલાદ બને છે.  એને અહીષ્ણું બનવાની હિમત આપજો. અને તેનામાં શક્તિશાળી બનવાની ધીરજ પણ કેળવજો. પોતાની જીતમાં અડગ વિશ્વાસ રાખતા પણ શીખવજો કારણ કે તેથી જ માનવજાતમાં એને અડગ વિશ્વાસ આવશે. હું જાણું છુ કે આ બધું જ શીખવવું અતિશય મૂશકેલ  છે, પણ હું આપને વિનંતી  કરું છુ કે તમારાથી આ અંગે જે પણ કંઈ કરી શકાય તે જરૂર કરજો. 
                                                                                                                                                                                     ==>> અબ્રાહમ લિંકન

Wednesday, March 14, 2012

 ધોરણ 8 અને 11 માં 33 ગુણ - પાસ નો પરિપત્ર 

નીચેના સોફ્ટવેર આપના કમ્પ્યૂટરમાં લેવા માટે નીચેની લિંક પર ક્લીક કરી File મેનુમાં જઈ Download પર ક્લીક કરો. આપના કમ્પ્યૂટરમાં ફ્લેશ પ્લેયર હોવું જરૂરી છે.  

ધો. 12 ગુજરાતી માધ્યમ - કમ્પ્યૂટર વિષય સૉફ્ટવેર-1 

ધો. 12 ગુજરાતી માધ્યમ - કમ્પ્યૂટર વિષય સૉફ્ટવેર-2 


સત્તાવાર સમાચાર નહિ પણ મિત્ર વર્તુળ દ્વારા જાણવા મળ્યા મુજબ  માધ્યમિક/ઉચ્ચ માધ્યમિક શાળાના આચાર્ય ભરતી અંતર્ગત  તા ૧૨/૦૩/૨૦૧૨ ના રોજ Special Leave Petition (Civil) 30921 / 2011  તથા Special Leave Petition (Civil) 29978 / 2011 સુપ્રિમ કોર્ટના ચુકાદામાં તા  ૧૩/૦૪/૨૦૧૨ ની મુદત પડી છે. 

આચાર્ય ભરતી સુપ્રિમ કોર્ટ કેસ સ્ટેટસ  



પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક થવાના અનુભવ બાબતે 

Friday, March 9, 2012

 Direct-and-Indirect-speech.ppt By Chetna Bhatt

ધોરણ - 10 સજીવોમાં પોષણ અને શ્વસન ( ડો. એ.વી વ્યાસ )  

H-TAT પરીક્ષા પાસ કરી હોય અને પ્રાથમિક શાળામાં આચાર્ય ભરતી માટે નોનગ્રાન્ટેબલ સંસ્થાના કર્મચારીઓના અનુભવના સર્ટિફિકેટમાં કર્મચારીનો પગાર બેંકમાં તેના Account માં થતો હોવો જોઈએ તેવો પરિપત્ર થયેલ છે. મોટાભાગના નોનગ્રાન્ટેબલ સંસ્થાના કર્મચારીઓનો પગાર સંચાલકો રોકડથી કરે છે.આ પરિપત્રના લીધે ઘણા અનુભવી પાસ થયેલા મિત્રો માટે ભરતીમાં થી બહાર ફેકાય જાય તો નવાઈ નહિ. ઉંમરની મર્યાદા પણ જટિલ પ્રશ્ન છે. 

આ પરિપત્ર અંતર્ગત પ્રચંડ વિરોધ કરવા અને વકીલ માર્ગદર્શન લઈ જરૂર લાગે તો કોર્ટ મેટર કરી લડત આપવા ઉપરોક્ત પ્રશ્ન  લાગુ પડતા હોય તેવા કર્મચારી મિત્રોની એક બેઠક તારીખ ૧૧/૦૩/૨૦૧૨ રવિવારના રોજ  બપોરે ૧૨ કલાકે  જહાનારા બાગ - ડેરી રોડ - પાલનપુર ખાતે  રાખેલ છે તો વધુમાં વધુ મિત્રોને પધારવા નમ્ર વિનંતી.  બીજા તબક્કાની મિટીંગ મહેસાણા મુકામે રાખવાનું આયોજન છે. જેની તારીખ - સ્થળ - સમય હવે પછી જાહેર કરવામાં આવશે. 

પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક થવાના અનુભવ બાબતે