Tuesday, January 29, 2013

મહેસાણા જિલ્લા શિક્ષકોની ખાલી જગ્યાઓની યાદી

ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહ સેમેસ્ટર -૪ માટે રસાયણવિજ્ઞાન ,જીવવિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાનના પ્રાયોગિક વિષયોના પરીરૂપની જાણ તેમજ અમલ કરવા બાબત.....

સંભાવના -  પ્રવર્તમાન મોંઘવારી પરથી એવું લાગે છે કે કેન્દ્ર સરકાર એકાદ અઠવાડિયામાં જાન્યુઆરી ૨૦૧૩ થી મોંઘવારી  ૯ % વધારશે. 

ફાજલ થવાના મુખ્ય કારણો -

0.  ધોરણ 8 અપર પ્રાથમિકમાં જવાથી1.  સરાસરી હાજરીમાં ફેરફાર 
2.  ધોરણ ૧૧ નો ક્રમિક વર્ગ વધારો આપતાં નજીક નજીક શાળાઓ થવાથી વર્ગ સંખ્યા ઘટી. 
3.   હિન્દી જેવી રાષ્ટ્રીય ભાષા મરજિયાત થતા હિન્દી વિષયના શિક્ષકો ફાજલ 

ઉપરના બધાજ પરિબળોમાં સરકારની નિતીજ જવાબદાર ગણાય. એમાં ૧૯૯૮ પછીની નિમણૂંક વાળા ફાજલ થાયતો કોણ જવાબદાર  ? સરકારની નિતીના કારણે ફાજલ થવાથી શિક્ષકોનો શો દોષ ?


Thursday, January 24, 2013

ગુજરાતના મોટાભાગના શિક્ષણ સહાયક મિત્રોની એવી માંગ છે કે ૧૯૯૮ સુધી જ શિક્ષકોને ફાજલનું રક્ષણ છે. ૧૯૯૮ પછી નિમણૂંક પામેલા અને વર્ગ બંધ થવાથી ફાજલ થનાર શિક્ષકને ફાજલનું રક્ષણ નથી.મોટાભાગના શિક્ષકો ૧૯૯૮ પછી નિમણૂંક પામેલા છે. તેથી સંઘ વાળા મિત્રોએ સરકારમાં ધારદાર રજૂઆત કરી સહાયક મિત્રો માટે ફાજલનું રક્ષણ ૧૯૯૮ થી લંબાવી ૨૦૧૩ કરાવવું જોઈએ.શિક્ષકના કપાળે જ્યારે ફાજલ શબ્દનું લેબલ લાગે છે ત્યારે તે માનસિક હતાશ થઈ જાય છે.  
ઘણા સંઘ વાળા મિત્રોને પૂછીએ તો કહે છે કે ફાજલનું રક્ષણ બધાને છે જ.

પરંતુ હું જાણું છું ત્યાં સુધીતો સરકારની ધોરણ 8 ની નિતીને કારણે ધોરણ ૮ પ્રાથમિકમાં જવાને કારણે જે તે શિક્ષકોને રક્ષણ આપેલ છે.અને બીજે ગયા પછી પણ વર્ગ બંધ થવાથી રક્ષણ નથી.અથવા જે તે શાળામાં  ધોરણ ૯ થી ૧૨ માં સંખ્યાના અભાવે વર્ગ બંધ થવાથી રક્ષણ નો કોઈ સ્પષ્ટ પરિપત્ર થયેલ નથી. પગાર વધારો એ જ પ્રાથમિકતા નથી. પગાર તો મોંઘવારી પ્રમાણે વધવાનો જ છે. મોટા સહાયક વર્ગની નોકરીની સલામતી વિશે પણ સંઘના મિત્રોએ  રજૂઆત કરવી જોઈએ. 

મોટાભાગે જોવા મળેલ છે કે  બોર્ડની ચૂંટણી આવે ત્યારે શિક્ષકોના વોટ ( મત ) લેવા વચનોની લ્હાણી કરતા થાકતા નથી અને ચૂંટાઈને શિક્ષકોના પ્રશ્નોની રજૂઆત કરવામાં નિરસતા જોવા મળે છે. ફક્ત સરકારી ગાડીઓમાં ધોરણ ૧૦ - ૧૨ ની પરીક્ષા વખતે સ્કોર્ડમાં ફરવાથી કે શૈક્ષણિક અધિવેશનો કરવાથી જ શિક્ષકોના પ્રશ્નો ઉકેલાતા નથી

મિત્રો - નજીકના ભવિષ્યમાં સરકાર ધોરણ ૯ ને પણ પ્રાથમિકમાં લઈ જાય અને નોનગ્રાન્ટેબલ શાળાની લ્હાણી થાય તો તો નવાઈ પામતા નહિ. શૈક્ષણિક સંઘોએ ગ્રાંટેબલ શાળાની ચિંતા અને ચિંતન કરવાની તાતી જરૂરિયાત છે.   

Tuesday, January 22, 2013

Students And Teacher ( Puran gGondaliya )


હમણાં સમાચારપત્રમાં વાંચવા મળ્યું કે ખેડા જિલ્લામાંથી ચાર બોગસ ડિગ્રીને આધારે ચાર વર્ષથી નોકરી કરી સરકારી પગાર પર  વિદ્યાસહાયકની નોકરી કરતા શિક્ષકો ઝડપાયા. વર્ગખંડમાં નિતીના પાઠ શીખવતા શિક્ષકો જ જો બનાવટી સર્ટીફિકેટ બનાવી નોકરી કરતા હોય તો તેવા શિક્ષકો સામે ફોજદારી કેસ કરી જેલને હવાલે કરવા જોઈએ. ફક્ત જે તે શિક્ષક જ નહિ પરંતુ તેની સાથે ભરતી વખતે આંખ આડા કાન કરી બનાવટી સર્ટીફિકેટને આધારે ભરતી કરવામાં સામેલ ડી.પી.ઓ - સર્ટીફિકેટ વેરીફાઈ ક્લાર્ક થી માંડીને ઉમેદવાર સુધી તમામ પર  બનાવટી સર્ટીફિકેટ મેળવી ગુનો કરવા બદલ ભારતીય ફોજદારી ધારાની નીચે કલમ લગાવી કેસ કરવો જોઈએ જેથી ભવિષ્યમાં શિક્ષણ સમાજને કલંકિત થતો અટકાવી શકાય. અને યોગ્ય સાચા પ્રમાણપત્રવાળા ઉમેદવારને નોકરી મળી રહે.
ગુજરાત શિક્ષણ વિભાગે અગાઉ થયેલી ભરતીના પ્રમાણપત્રો વેરીફાઈ કરાવવા જોઈએ અને જો કોઈ બનાવટી સર્ટીફિકેટ માલુમ પડેતો કઠોરમાં કઠોર શિક્ષા કરવી જોઈએ કે જેથી ભવિષ્યમાં આવો ગુનો આચરનાર લાખ વખત વિચાર કરે.   

કલમ - ૪૬૫    ખોટો દસ્તાવેજ બનાવવો
કલમ - ૧૮૨    ખોટી માહિતી આપવી
કલમ - ૧૧૪    ગુનામાં મદદગારી 
કલમ - ૨૧૮    ખોટુ રેકર્ડ - લખાણ બનાવવું 
કલમ - ૨૨૫    રાજ્ય સેવકની ફરજમાં ગફલત - બેદરકારી 

Monday, January 21, 2013

useful video


Puran Gondaliya દ્વારા ઉપયોગી વિડિયો મળેલ છે. જે અહિ પ્રસ્તુત છે. તેમના વધુ વિડિયો નિહાળવા www.youtube.com પર જઈને puran829 લખી સર્ચ કરો.


Dance Of India

Mahanubhavo

Rashtrapati Bhavan

Kutcha Ki Saher

Sunday, January 20, 2013

Contact Details of District Education Officers





ઈન્કમટેક્ષ ગણતરી યંત્ર નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩ માટે



હાઈકોર્ટના ચૂકાદાથી અંધ ઉમેદવારોને હવે ન્યાય મળવાની આશા જાગી
મેરીટ હોવા છતાં વિદ્યાસહાયકની ભરતીમાં અંધ ઉમેદવારોને નોકરીથી વંચિત રખાયા હ
તા

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે વિદ્યાસહાયકોની કરેલી ભરતીમાં અંધ ઉમેદવારોને અન્યાય થતા હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા. જે સંદર્ભે હાઈકોર્ટે મનાઈ હૂકમ આપતા અંધ ઉમેદવારોને ન્યાય મળવાની આશા જાગી હતી. અત્રેઉલ્લેખનિય છે કે આ પ્રશ્ને અખિલ ગુજરાત નેત્રહિન સંઘ દ્વારાં સરકારના આ મનસ્વી વલણ સામે લાંબી લડત પણ ચલાવવામાં આવી હતી.

વર્ષ ૨૦૧૦ અને વર્ષ ૨૦૧૧ એમ બે તબક્કે કરાયેલ ત્રેવિસ હજાર વિદ્યાસહાયકોની ભરતીમાં ગુણવત્તાયાદીમાં સ્થાન ધરાવતા નેત્રહિન ઉમેદવારોને નિમણુંકથી વંચિત રાખ્યા હતા તે પ્રશ્ને અખિલ ગુજરાત નેત્રહિન જાગૃત સંઘેરાજ્ય વ્યાપી લડત ચલાવી વિરોધ પ્રદર્શિત કરતા કાર્યક્રમો આપ્યા હતા. તેમ છતાં સરકારનાં પેટનું પાણી ન હલતા ગુજરાત હાઈકોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો.

૧લી નવેમ્બર ૨૦૧૨ ના રોજ ઉપરોક્ત પ્રશ્ને ગુણવત્તાયાદીમાં સ્થાન ધરાવતા અંધ ઉમેદવારોને વિદ્યાસહાયક તરીકે આઠ અઠવાડિયામાં નીમણુંક આપવાની કાર્યવાહી પુર્ણ કરવા ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ ચુકાદો આપ્યો હતો. આ અંગે માહિતી આપતા લાભુભાઈ સોનાણી પ્રમુખ અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત સંઘે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે હાઈકોર્ટનાં ચુકાદાની પરવાહ કર્યા વિના વિદ્યાસહાયકની જાહેરાત પ્રસિધ્ધ કરતા એડવોકેટ પાલે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ બહારપડેલ ભારતી અંગે મનાઈ હુકમની માંગણી કરી હતી જે હાઈકોર્ટ દ્વારા ગ્રાહ્ય રખાતા હવે નેત્રહિનો માટે ન્યાય મેળવવાનો માર્ગ મોકળો બન્યો છે. ઉપરોક્ત ચુકાદા બદલ વિકલાંગોમાં ખુશીનું મોજુ
ફેલાયું હતું.

http://www.facebook.com/trpuran.gondaliy

Friday, January 11, 2013

Gratuity

Gratuity ગણવાનું સરળ સૂત્ર 

Last drawn Basic * 15 days * No. of service in years / 26
એટલે કે

છેલ્લો બેઝિક ગુણ્યા ૧૫ ગુણ્યા કુલ નોકરી વર્ષમાં ભાગ્યા ૨૬ = કુલ ગ્રેજ્યુએટી 

અત્યાર સુધી ગ્રેજ્યુએટી વધુમાં વધુ ૩૫૦૦૦૦ રૂપિયા મળતી હતી હવે ગ્રેજ્યુએટી મહત્તમ ૧૦૦૦૦૦ રૂપિયા મળે. ગ્રેજ્યુએટી માટે ઓછામાં ઓછી પાંચ વર્ષ નોકરી હોવી જોઈએ.

માધ્યમિક વિભાગમાં ફાજલનું રક્ષણ છે કે કેમ ?

ઘણા પૂછે છે કે  માધ્યમિક વિભાગમાં ફાજલનું રક્ષણ છે કે કેમ ?


મારા અર્થગ્રહણ મુજબ ૨૫/૦૨/૨૦૧૨ ના ઠરાવ મુજબ સરકારશ્રીએ ધોરણ 8 ને પ્રાથમિકમાં લઈ જતાં  સરકારની નિતી ને કારણે ધોરણ 8 ના કારણે ફાજલ પડેલાને બીજે ગોઠવેલ છે. પરંતુ ધોરણ 8 સિવાય અન્ય વર્ગમાં સંખ્યાને અભાવે  વર્ગ બંધ થવાથી જો ૧૯૯૮ પછીની નિમણૂંક હોયતો ફાજલનું રક્ષણ નથી  એમ મારૂ અંગત મંતવ્ય છે. ક્દાચ કોઈ એની સાથે સંમંત ન પણ હોય .    ધોરણ ૯/૧૦/૧૧/૧૨  માં સંખ્યાના અભાવે વર્ગ બંધ થાય અને બધાને ફાજલનું રક્ષણ મળે તેવો સ્પષ્ટ લખાણ વાળો  હું જાણું છું ત્યાં સુધી તો  કોઈજ પરિપત્ર થયો નથી જ.  
કોઈ મિત્ર પાસે આવો ફાજલનો પરિપત્ર હોય તો મોકલશો. જેથી બ્લોગ ઉપર મૂકી શકાય. 

હું જાણુ છું ત્યાં સુધી પ્રોસિજર નીચે મુજબ હોઈ શકે 

1.  સંખ્યાના અભાવે ફાજલની પરિસ્થિતિ થાયતો આચાર્ય ( મંડળ ) વર્ગ બંધ તથા શિક્ષક ફાજલની દરખાસ્ત મોકલે છે.
2.     ત્યારબાદ ડી.ઈ.ઓ તપાસને અંતે જે તે કર્મચારીને   તથા મંડળને શિક્ષક ફાજલનો અને વર્ગ બંધનો  હુકમ આપે છે. જો ભરતી ૧૯૯૮ પહેલાં હોયતો ફાજલ કરી ડી.ઈ.ઓ અન્ય જગ્યાએ ગોઠવે અથવા અન્ય કામ સોંપે. અને જો ભરતી ૧૯૯૮ પછી હોયતો ફાજલ ( નોકરી સમાપ્તિ) થાય. કર્મચારી કદાચ ટ્રિબ્યુનલમાં જઈ શકે. કર્મચારી ૧૯૯૮ પછી ભરતી ફાજલ થાય તો વર્કલોડના અભાવે તે શાળામાં કામગીરી શું કરશે. ? મસ્ટર્ડમાં સહી ક્યાં કરે ? 

 




વિદ્યાસહાયક ભરતી અરજીઓ સ્વીકારવાની પ્રકિયા સ્થગિત કરવામાં આવે છે. 

Thursday, January 10, 2013



ઘણા પૂછે છે કે સાતમું પગાર પંચ ક્યારે અમલમાં આવે ?

મિત્રો Six Pay ૦૧/૦૧/૨૦૦૬ થી અમલમાં આવેલ છે. પણ ગુજરાત સરકારે ૦૧/૦૧/૨૦૦૯ થી રોકડમાં આપેલ હતું. તેમ સાતમું પગાર પંચ   ૦૧/૦૧/૨૦૧૬ થી અમલમાં  આવી શકે. ગુજરાત સરકાર  ૦૧/૦૧/૨૦૧૮ કે ૨૦૧૯ માં  રોકડમાં  આપવાનો અમલ કરી શકે. 


ફિક્સ પગાર કેસ સ્ટેટસ Pending  બતાવે છે. લોકો એવી અફવા ફેલાવે છે કે આજે 11-00 કલાકે કેસ ચાલેલ છે. પરંતુ સાઈટ ઉપર કેસ સ્ટેટસ   Pending   બતાવે છે.  Case Number       SLP(CIVIL) 14124        2012

Wednesday, January 9, 2013


મિત્રો - નીચે એક સાઈટ સૂચવેલ છે. જેની અચૂક મુલાકાત લેશો. 

          તે  સાઈટ પર તમને કમ્પ્યૂટર અને ઇન્ટરનેટ વિશે સામાન્ય માહિતી આપવા નો પ્રયત્ન કરેલ છે. તમે સરળતા થી સમજી શકો એટલા માટે તે સાઈટ પર ગુજરાતી વીડિઓ મુકવામાં આવેલ છે. આ પેજ પર તમને કમ્પ્યૂટર,ઇન્ટરનેટ અને એમ.એસ.ઓફિસ ના બેઝીક વીડિઓ જોવા મળશે. જે સી.સી.સી પરીક્ષાની તૈયારી કરતા મિત્રોને ઉપયોગી નિવડશે. વધુમાં આ સાઈટ પર 'M.S.Office','Basic Computer','C LANGAUGE'તે     જેવી લીંક જોઈ શકો છો.
          જો તમે કમ્પ્યૂટર ના ફીલ્ડ માટે નવા હોવ આ સાઈટની મુલાકાત અવશ્ય લો. અને માહિતી મેળવી શકો છો.ત્યાં તમને  બ્રાઉઝર શું છે?  સર્ચેન્જિન શું છે? ઇ-મેઈલ આઈડી કેવી રીતે બનાવવું , ફેસબુક આઈડી કેવી રીતે બનાવવું, ઓન લાઈન સ્ટોક માર્કેટ કેવી રીતે ચેક કરવું અને બીજું ઘણું તમને જાણવા મળશે. સાથે સાથે 'M.S.Office' ના અલગ અલગ સોફ્ટવેર અને તેની ખાસીયતો વિશે માહિતી મળશે.  
છતાં પણ તમને કોઈ તકલીફ હોય તો આ સાઈટ પર તમે તમારા પ્રશ્નો પણ મૂકી શકો તેવી વ્યવસ્થા કરવામાં આવી છે  અને તે પ્રશ્નોના જવાબ આપવાનો પૂરે પુરો પ્રયત્ન કરવામાં આવે છે. આશા રાખીએ કે આપ નીચે દર્શાવેલ સાઈટની મુલાકાત લઈ આપના કમ્યૂટર જ્ઞાનમાં વધારો કરશો. 

Friday, January 4, 2013

 ફાજલ રિકોલ પરિપત્ર ( મહેસાણા ) 
 પત્રક 1 
પત્રક 2 



ઘણા મિત્રો પૂછે છે કે વસ્તી ગણતરીની કામગીરી માટે રજાનો કોઈ પરિપત્ર હોયતો જણાવશો.સુરત ડી.ઈ.ઓ દ્વારા થયેલ પરિપત્ર અહિ જાણ સારૂ સામેલ છે. 


વસ્તી ગણતરીની કામગીરી - જમા રજા અંતર્ગત પરિપત્ર