Thursday, September 26, 2013

સુપ્રિમ કોર્ટ ફિક્સ પગાર આગામી તારીખ  ૦૧/૧૦/૨૦૧૩.  વોટ્સઅપ તથા વીચેટ માં લોકો તારીખોની ખોટી અફવાઓ ફેલાવે છે. અગાઉ આ બ્લોગ ઉઅપર ધ્યાન દોરવામાં આવેલ હતુ કે કેસનો ચુકાદો આવતા અવતા છ માસ લાગશે. મિત્રો - હજુ ત્રણ માસ સુધી મુદતો પડી શકે છે. 

Friday, September 13, 2013

Deo Exam માં પ્રશ્ન હતો. 

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કઈ તારીખે ઉજવાય છે ?

GPSC   સોલ્યુસનમાં  22 માર્ચ આપેલ છે. 
પરંતુ સાચો જવાબ 28 ફેબ્રુઆરી આવે. 

In 1986, the National Council for Science and Technology Communication (NCSTC) asked the Government of India to designate February 28 as National Science Day. The event is now celebrated all over the country in schools, colleges, universities and other academic, scientific, technical, medical and research institutions.

બીજો એક પ્રશ્ન હતો . 
GCERT નું આખુ નામ જણાવો. 
બધાજ વિકલ્પમાં Educational  ની જગ્યાએ Education  આપેલ હતુ.  Educational  અને Education  માં ઘણોજ ફેર છે.
જવાબ - Gujarat Council of Educational Research and Training  હોવો જોઈએ.

Thursday, September 12, 2013

તાજેતરમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ HTAT તથા TAT પરીક્ષાની પ્રોવિઝનલ ન્સર  કી પહેલાં મૂકવામાં આવી હતી.પ્રશ્નોના ઉત્તર અંતર્ગત ઉમેદવારો પાસેથી વાંધા માંગવામાં આવે છે. ઉમેદવારોની રજૂઆત સાંભળવી તે પારદર્શક વહીવટ માટે સારી વાત છે.
 પરંતુ 
પ્રશ્ન એ થાય છે કે શું પેપર સેટર પ્રશ્નનું ચોક્કસ સોલ્યુસન કરી શક્તા નથી ? શું પેપરસેટર પણ પ્રશ્નના ચોક્કસ ઉત્તર શોધી શક્તા નથી ? તજજ્ઞ દ્વારા પેપર સેટ કરાવવામાં આવે છે છતાં પ્રશ્નપત્રમાં ભૂલો કેમ થાય છે ? આજે જ્યારે મેરીટમાં  સામાન્ય પોઈન્ટના તફાવતને કારણે ઉમેદવારની હથેળીમાં આવેલી નોકરી ઝૂંટવાઈ જતી હોય છે અને આજીવન રડવાનો વારો આવે છે ત્યારે પ્રશ્નપત્રમાં થતી આવી ભૂલો કોઈ સંજોગોમાં ચલાવી લેવાય નહિ.
    

વી બાબત શાળાકીય પરીક્ષા દરમ્યાન  જો સામાન્ય શિક્ષક દ્વારા થાય તો તેના પર ગંભીર આક્ષેપો મૂકી કડકમાં કડક કાર્યવાહી થાય છે.  રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં પ્રશ્નપત્રમાં કે ન્સર કી માં થતી ભૂલો માટે જે તે  અધિકારી કે પેપરસેટર ઉપર પણ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ કે જેથી ભવિષ્યમાં પ્રશ્નપત્રમાં અને તેની ન્સર કી માં થતી ભૂલો નિવારી શકાય. અને પ્રોવિઝનલ ન્સર કી ની જગ્યાએ સીધી  ફાઈનલ ન્સર  કી જાહેર કરી શકાય.    

Entry Level Pay Scale - Mehsana Data Collection Circular 


Sunday, September 8, 2013


ગઈકાલે ડી.ઈ.ઓ ની પરીક્ષા આપવાની તક મળી. મારા મતે એક પ્રશ્નનો 
જવાબ ખોટો જણાયો. 
પ્રશ્ન તથા વિકલ્પો નીચે મુજબ હતા. 

જો   BOY = 42 તથા GIRL = 46  તો  MOTER = ........... થાય. 
(A) 68         (B) 88     (C) 79        (D) 78

ઉપરોક્ત પ્રશ્નમાં MOTER  ની જગ્યાએ MOTHER  હોયતો જ જવાબ સાચો 79  મળે. પરંતુ પરીક્ષામાં MOTER પૂછેલ છે અને તેનો જવાબ 71 આવે જે વિકલ્પમાં નથી.

જવાબ ગણતરી -

ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ પ્રમાણે ગણિતના   A=1 B=2 C=3 D=4 E=5 એમ અંક લેતાં છેલ્લે Z=26  અંક થાય. હવે BOY=2+15+25 =42   તેજ રીતે GIRL=7+9+18+12=46  સાચા છે તો હવે  MOTER = 13+15+20+5+18 =71   થાય. વિકલ્પમાં 71 જવાબ નથી.
MOTHER = 13+15+20+8+5+18 =79  થાય. પરંતુ પરીક્ષામાં MOTER પૂછેલ છે MOTHER  નહિ.

બીજો એક પ્રશ્ન હતો કે

 મધ્યાહન ભોજન યોજના ક્યારે અમલમાં આવી ?
(A)1995     (B) 1990      (C) 1999    ( D) 2000

જવાબ કદાચ 1990  હોઈ શકે. 

હું જાણુ છું ત્યાં સુધી ગુજરાતમાં આ યોજના 1984 માં 
અમલમાં આવી હતી. પરંતુ થોડા સમય પછી પડતી મુકાઈ. ત્યારબાદ
 ઓગષ્ટ 1990 થી ઓક્ટોબર 1991 વચ્ચે 70 % હાજરીવાળા વિદ્યાર્થીઓને 

10 કિલોગ્રામ અનાજ મફત આપવામાં આવતું હતુ. પરંતુ સાચી રીતે લગભગ 
15 January 1992 MDM Scheme was re-introduced.

નોંધ -  મારો જવાબ ખોટો પણ હોઈ શકે છે કદાચ આપ અન્ય રીતે સાચો જવાબ મેળવી શક્તા હોય તો કોમેંટમાં જણાવશો. જેથી સાચા જવાબ વિશે જાણકારી મળે.