Monday, September 29, 2014
Saturday, September 27, 2014
Friday, September 26, 2014
ચિંતા અને ચિંતન
આજે મોટાભાગે દરેક શાળાઓમાં ડી.ઈ.ઓ દ્વારા પરિપત્રો કે જરૂરી માહિતી/માર્ગદર્શન ઈ-મેઈલ કે વેબસાઈટ દ્વારા પહોંચાડવામાં આવે છે. ડી.ઈ.ઓ ને જરૂરી માહિતી માટેનો સંદેશો તાત્કાલિક ઈ-મેઈલ કે વેબસાઈટ દ્વારા પહોંચાડવામાં આવે છે જે ખૂબજ આવકારદાયક છે.
પરંતુ મોટાભાગે જોવા મળે છે કે વિવિધ ડી.ઈ.ઓ દ્વારા માહિતી તાત્કાલિક હાર્ડકોપીમાં મંગાવવામાં આવે છે જેના કારણે સ્ટેશનરી અને સમયનો બગાડ જોવા મળે છે તેમજ ઘણી વખતે માહિતી સમયસર પહોંચી શક્તી નથી.
જેમ ઓનલાઈન ઈ-મેઈલ કે વેબસાઈટ દ્વારા પરિપત્રો કે માહિતી મંગાવવાના સંદેશ પહોંચાડાય છે તો શાળાઓ દ્વારા તરતજ ઈ-મેઈલમાં માહિતી સ્વીકારવી જોઈએ જેથી સમય - નાણા - સ્ટેશનરીનો બચાવ થાય.
આશા રાખીએ કે આ અંતર્ગત શાળાઓ દ્વારા સીધી જ ઓનલાઈન માહિતી સ્વીકારાય કે જેથી વહીવટી સરળતા રહે.
દંડ અથવા દંડો
બોગસ સર્ટીફિકેટના આધારે પ્રાથમિકમાં નોકરી મેળવી હોય તેવા શિક્ષકો સામે નજીકના સમયમાં દરેક જિલ્લામાં તપાસ થવાની અને નોકરીમાંથી રૂખસદ તેમજ કાયદાકીય કાર્યવાહી થવાના સમાચાર મળી રહ્યા છે.
આ ઉપરાંત સી.સી.સી માં બોગસ સર્ટીફિકેટ મેળવનાર કર્મચારીઓ માટે પણ તપાસ તથા કાયદાકીય તપાસની પૂરેપૂરી શક્યતા છે.
Thursday, September 25, 2014
Wednesday, September 24, 2014
Monday, September 22, 2014
Sunday, September 21, 2014
Saturday, September 20, 2014
બિનસરકારી માધ્યમિક શાળાના કર્મચારીને પાસપોર્ટ માટે એનોસી કોણ આપી શકે ?
બિનસરકારી માધ્યમિક શાળાના કર્મચારીને પાસપોર્ટ માટે એનોસી કોણ આપી શકે ?
સારસ્વત મિત્રો-
કુશળ હશો.
પાસપોર્ટ એ ભારત સરકાર દ્વારા આપવામાં આવતો ખૂબજ અગત્યનો ડોક્યુમેંટ્સ છે. જ્યારે પાસપોર્ટ નવો મેળવવાનો હોય કે જૂનો પાસપોર્ટ રિન્યુ કરવાનો હોય ત્યારે નવુ ફોર્મ ભરવાનું થાય છે. ફોર્મની અંદરની વિગતોમાં સરકારી કર્મચારી માટે Governmenet અને અન્ય માટે Others નું ઓપ્શન સિલેક્ટ કરવાનું હોય છે. અને તે પ્રમાણે પાસપોર્ટ મળે છે. ભવિષ્યમાં સરકારી કર્મચારી વિદેશ જવા આવકમાં ઈંકમટેક્ષ રિટર્ન બતાવે છે.
સરકારી નોકરી કરતા પ્રાથમિક શિક્ષકોને ડી.પી.ઓ દ્વારા એનોસી મળે છે. જો ફોર્મમાં બિન સરકારી અનુદાનિત માધ્યમિક - ઉચ્ચત્તર શાળાના શિક્ષકો ગવર્નમેંટ્સ ઓપ્શન બતાવે તો પાસપોર્ટ ઓફિસ જરૂરી નમૂનામાં ડી.ઈ.ઓના સહી સિક્કા સાથેની એનોસી માગે છે.
પ્રશ્ન - 1 શું બિન સરકારી અનુદાનિત માધ્યમિક - ઉચ્ચત્તર શાળાના કર્મચારીઓ ગવર્નમેંટ્સ ( સરકારી ) કર્મચારીઓ ગણાય કે મંડળના કર્મચારી ? તેને ઓનોસી ક્યાંથી મેળવવી ?
ઘણા ડી.ઈ.ઓ પાસપોર્ટ માટે એનોસી આપે છે અને ઘણા ડી.ઈ.ઓ એનોસી આપતા નથી. એકજ ડિપાર્ટમેંટ્સમાં આવી વિસંગતતા કેમ ? એનોસી ન આપતા ડી.ઈ.ઓના મતે બિનસરકારી શાળાના કર્મચારીઓ સરકારી કર્મચારી કહેવાય નહિ. તેથી તેમને મંડળ દ્વારા એનોસી મેળવવાની રહે છે. મંડળની એનોસી પાસપોર્ટ ઓફિસ ચલાવતું નથી.
જો બિનસરકારી શાળાનો કર્મચારી મંડળનો જ કર્મચારી ગણાય તો ----
1.. શિક્ષકો ને તાલીમ મંડળ આપે છે ?
2. શિક્ષકોને પેપર તપાસવા મંડળ મોકલે છે ?
3. શિક્ષકોના પગાર મંડળ ચૂકવે છે ?
4. શિક્ષકોના શિક્ષણ કાર્યનું ઈસ્પેક્શન મંડળ કરે છે કે ડી ઈ ઑ ?
5. તાજેતરમાં શિક્ષકોની ભરતીની પ્રકિયા સરકાર દ્વારા કેમ કરવામાં આવે છે ?
આ પોસ્ટ અંતર્ગત આપના અભિપ્રાય કોમેંટ્સમાં આવકાર્ય છે.
Friday, September 19, 2014
Thursday, September 18, 2014
Subscribe to:
Posts (Atom)