હું જાણુ છું ત્યાં સુધી ફાજલ કરવા જુદા જુદા જિલ્લાઓમાં આચાર્ય તથા સંચાલક મંડળ દ્વારા વર્કલોડનીજ ગણતરી કરી ફાજલ કરેલ છે તો ઘણી જગ્યાએ અનામત( રોસ્ટર) /સ્ત્રી અનામત /જૂનિયર/સિનીયર અને વર્કલોડ ને ધ્યાનમાં રાખીને ફાજલ કરેલ છે. ઘણી જગ્યાએ વહાલા દવલાની નિતી મંડળ તથા આચાર્ય દ્વારા થતી હોય તેવું સારસ્વત મિત્રો તરફથી જાણવા મળેલ છે.
શિક્ષક સંઘો દ્વારા ચોક્કસ રજૂઆત થવી જોઈએ. ખોટી રીતે ફાજલ થતા કર્મચારીની યાદી સંઘો દ્વારા બનાવવી જોઈએ અને જરૂર લાગે ત્યાં કર્મચારી માટે લડત લડવી જોઈએ. કોઈ જગ્યાએ સિનિયરને ફાજલ કરેલ છે અને જૂનિયરને બચાવેલ છે. કોઈ જગ્યાએ વર્કલોડની આંટીઘૂંટી કરી વિષય શિક્ષક ( વર્કલોડ) હોય છતાં પણ વર્કલોડ વિનાનો બની જાય છે. સંગીત/ ચિત્ર શિક્ષક જેવાને મોટી શાળામાં વર્કલોડ નથી તો ફાજલ થઈને નાની શાળામાં વર્કલોડ કેવી રીતે મળશે તે એક ચિંતા અને ચિંતનનો વિષય છે.
કોઈ જગ્યાએ ચોક્કસ પોલીસી જાણવા મળતી નથી. ઘણી શાળાઓએ કમ્પ્યૂટર વિષયને વર્કલોડમાં ગણેલ છે તો ઘણી જગ્યાએ કમ્પ્યૂટરને વર્કલોડમાં ગણેલ નથી. મારા મંતવ્ય મુજબ કમ્પ્યૂટર શિક્ષકની ભરતી સરકાર દ્વારા થતી નથી /કમ્પ્યૂટર શિક્ષક મંડળ દ્વારા ભરતી થાય છે તેથી વર્કલોડમાં ગણતરી કરી શકાય નહી.