Wednesday, May 16, 2012

પરિપત્ર તાત્કાલિક પહોંચાડવા બદલ શ્રી ઈલિયાસભાઈ( પ્રમુખશ્રી/બ.કાં.મા.શિ.સંઘ) નો આભાર.

ઉપરના પરિપત્રના રેફરન્સમાં નીચેના પરિપત્રની જરૂર પડશે.  

વર્ગ દીઠ વિદ્યાર્થી પ્રવેશ અંતર્ગત શિક્ષણ વિભાગ ઠરાવ ક્રમાંક ઉમશ/૧૧૦૬-૨૧૩૮-ગ૧ તા. ૩૧/૧૨/૨૦૦૯ નો પરિપત્ર  

શિક્ષક સજ્જતા કસોટી - શિક્ષક ટીએ - ડીએ પરિપત્ર  

હમણાં રજાની મોસમમાં એક શિક્ષક મિત્રને મળવાનું થયું. શિક્ષક મિત્ર માધ્યમિક શાળામાં નોકરી કરે છે. મે કહ્યું - મજામાં છે ને . જવાબ મળ્યો - અરે- યાર  માનસિક ઠાકી ગયો છું. મે કહ્યું કેમ. તો કહે છે કે શાળામાંથી ગણિત વિજ્ઞાનનો વર્કલોડ થતો નથી તેથી ફાજલ થાઉ છું. મે કહ્યું કે એમાં વાંધો છું છે. તો કહે કે હું પોતે સમજુ છુ કે મારા વિષયનો વર્કલોડ નથી તેથી મને જ ફાજલ કરવો જોઈએ. અને હુ જ ફાજલ થાઉ પરંતુ અધિકારી એમ કહે છે કે તમારા ત્યાં રેશિયાના નિયમ મુજબ શિક્ષક સંખ્યા સરખી છે. તેથી તમે ફાજલ ન જ થઈ શકો. મને ખબર છે કે ભાષાના શિક્ષકની ઘટ છે અને ગણિતના શિક્ષકની વધ છે તો ગણિતનો શિક્ષક ફાજલ થાય અને ભાષાના ફાજલ શિક્ષકનો સમાવેશ થાય તો  વિદ્યાર્થીઓને વિષયનો શિક્ષક મળી રહે. અને શિક્ષક પોતાના વિષયમાં વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય આપે શકે. પરંતુ હાસ્યાસ્પદ વાત એ છે કે અધિકારી કહે છે કે તમે ગણિત - વિજ્ઞાનના શિક્ષકો ભાષા ભણાવી શકો. પ્રશ્ન એ છે કે અહી તો ગણિતનો શિક્ષક ભાષા ભણાવી શકે ( ભાષાના શિક્ષક જેવું તો નહિ જ )  પરંતુ કોઈ જગ્યાએ ભાષાનો શિક્ષક આ રીતે ગણિત ભણાવી શક્શે ? વ્યાયામનો શિક્ષક ત્રિકોણમિતીના દાખલા ગણાવી શક્શે ? સમાજનો શિક્ષક વિદ્યાર્થીઓને યુક્લિડની ભૂમિતી અને ભાગવિધિના દાખલા ગણાવી શક્શે  ?શું ભાષા શિક્ષક વિદ્યાર્થીને યોગ્ય ન્યાય આપી શક્શે? અને જો બધાજ શિક્ષકો બધાજ વિષયો ભણાવી શક્તા હોય તો જાહેરાતમાં  ચોક્કસ વિષયના શિક્ષકનો આગ્રહ કેમ રાખવામાં આવે છે. એકબાજુ ગુણવત્તાયુક્ત વિષય શિક્ષણની જ્યારે વાતો થતી હોય ત્યારે ભાષાનો શિક્ષક ગણિત કે ગણિતનો શિક્ષક ભાષા ભણાવે તો વિદ્યાર્થીમાં કેટલી ગુણવત્તા આવશે તે તો સમજી શકાય તેમ છે. 
સરળતાથી સમજી શકાય તેમ છે કે જે તે વિષયના શિક્ષકની ઘટ હોય તે વિષયનો જ શિક્ષક આપવો જોઈએ નહિ કે રેશિયા પ્રમાણે ફક્ત માથાની ગણતરી થવી જોઈએ.
  

વાહન લાયસંસ પરીક્ષા ડેમોસ્ટ્રેશન



નીચેના સમીકરણને ગણિતની રીતે ઉકેલો. ( સ્ટેપ બાય સ્ટેપ )

√X + Y = 7
X + √Y = 11


જવાબ -   X = 9 ,  Y = 4  છે. ગાણિતીક સ્ટેપ જરૂરી છે. આપનો જવાબ ઈ-મેઈલમાં આવકાર્ય છે.   Email   :       jitendra.teo@gmail.com

No comments:

Post a Comment