ઘણા શિક્ષક મિત્રો કહે છે કે શાળામાં આચાર્ય બહેનોને પ્રસુતિની રજાઓ મંજુર કરે છે પરંતુ પુરૂષ કર્મચારીના કિસ્સામાં પિતૃત્વની રજા મંજૂર કરતા નથી અને પરિપત્ર માગે છે.પુરૂષ કર્મચારીને બે કરતાં ઓછા બાળકો હોય તેને પત્નિની દેખરેખ માટે પિતૃત્વની ૧૫ રજાઓ મળે છે તે અંતર્ગત પરિપત્ર અહિ સામેલ છે. જ્યારે મહિલા કર્મચારીને પ્રસુતિની ૧૩૫ દિવસ રજા મળે છે.
પ્રસુતિ તથા પિતૃત્વ રજાનો પરિપત્ર
સરદાર સરોવર વિશે જાણો
છઠ્ઠા પગાર પંચનો ચોથો હપ્તો (૨૦ %) રોકડમાં ચૂકવવા બાબતનો પરિપત્ર
કોઇ પણ સત્તાધીશ દ્વારા તેની સત્તાનો લાભ (પૈસા કે ભેટ) મેળવવા દુરુપયોગ કરવો તેને ભ્રષ્ટાચાર કહેવાય છે. સરકારી કાર્ય ખોટી રીતે કે યોગ્ય સમય કરતાં પહેલાં કે લાયકાત વગર કરી આપી, તેના બદલામાં મેળવેલ પૈસા કે ભેટને લાંચ કહેવાય છે. ભ્રષ્ટાચાર નામની ઉધઈએ દેશને તો ખોખલો કર્યો છે. આજે શિક્ષણના ક્ષેત્રને પણ ભ્રષ્ટાચાર આંબી ગયો છે.જાણવા મળ્યું કે સી.સી.સી પરીક્ષા પાસ કરવા માટે વિવિધ આઈ.ટી.આઈ માં ૩૫૦૦ થી ૪૫૦૦ નો ભાવ ચાલે છે. સી.સી.સી પરીક્ષા પાસ કરવા માટે કર્મચારીઓ દ્વારાજ કર્મચારીઓ પાસેથી રૂપિયા ખંખેરવામાં આવે છે.સરકારી લાભો મેળવવા માટે શિક્ષકો કે અન્ય કર્મચારીઓ કમ્પ્યૂટર ન આવડતું હોવા છતાં લેભાગું સી.સી.સી પરીક્ષા પાસ કરી આપતા દલાલો સાથે સોદા કરતા અચકાતા નથી. તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવાની વાતો કરતા કે શાળામાં આદર્શ – નિતીની વાતો કરનારા શિક્ષકોજ સી.સી.સી પાસ કરી આપતા દલાલો સાથે સોદા કરી મૂછોમાં હસતા હોય છે. આવા દલાલોનો ધંધો ધમધોકાર ચલાવવામાં શું આપણે જવાબદાર નથી ? આવા દલાલોના કારણે મુખ્ય નુક્શાન તો એવા લોકોને થાય છે કે જેઓ કમ્પ્યૂટર સારી રીતે જાણે છે અને તૈયારી કરીને પરીક્ષા આપવા જાય છે પરંતુ આર્થિક ૩૫૦૦ થી ૪૫૦૦ રૂપિયાનો વ્યવહાર ન થયો હોયતો નાપાસ કરવામાં આવે છે. શિક્ષિત સમાજ દ્વારા જ ચલાવાતી આ બદીને મિત્રો આપણે જડમૂળથી ઉખેડવાની જરૂર છે. આજથી જ સી.સી.સી ની પરીક્ષા માટે આયોજનપૂર્વક તૈયારી કરી કોઈ સોદા વિના પરીક્ષા આપવાની તૈયારી કરીએ.
વધુમાં જણાવતાં આનંદ થાય છે કે સરકારે બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી તથા ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીના નવા કેન્દ્રોને પણ માન્યતા આપેલી છે તેના દ્વારા પાસ કરેલી પરીક્ષા પણ માન્ય છે જ. આવા કેન્દ્રો દ્વારા સોદા – લાંચ થતી નથી તેવું મારુ માનવું છે. આ સાથે માન્ય કેદ્રોની યાદી દર્શાવતો પરિપત્ર સામેલ છે.
No comments:
Post a Comment