* ગાંધીનગરની લોચાગીરી - પૂણાગામના પીપલીયા અલ્પેશના ટેટ 1 ના પરિણામમાં ૩૨ ગુણના ૧૦૦ ગુણ થયા
* રાષ્ટ્રપતિને ફરિયાદ કરવાથી ઉંડી તપાસ થઈ. આર.ટી.આઈથી આન્સર કી મંગાવાઈ
* રાષ્ટ્રપતિને ફરિયાદ કરવાથી ઉંડી તપાસ થઈ. આર.ટી.આઈથી આન્સર કી મંગાવાઈ
વધુ માહિતી માટેની નીચેની લિંક પર ક્લીક કરો.
ટેટ 1 ની પરીક્ષામાં ૩૨ગુણના થયા ૧૦૦ ગુણ
હમણાં ગુ.મા.શિ.બોર્ડના ધોરણ ૧૦ ના ફોર્મ ઓનલાઈન ભરાય છે. દુખ એ વાતનું છે કે શાળામાં મેન્યુઅલી ફોર્મ ભરતાં 5 થી 7 મિનિટ થાય તે ફોર્મ ચાલુ શાળાએ ઓનલાઈન ભરતાં ૩૦ થી ૩૫ મિનિટ કે કલાક પણ થઈ જાય છે. વિચારો કે એક ફોર્મ ભરતાં આટલો સમય થાય છે તો ધોરણ ૧૦ તથા ૧૨ ના ૪૦૦ ફોર્મ ભરતાં કેવી હાલત થશે ? અત્યારે દરેક શાળાઓમાં આચાર્ય - ક્લાર્ક અને શિક્ષક ધીમી ગતિએ ફોર્મ ભરાતાં કંટાળાજનક પરિસ્થિતીઅનુભવે છે. સમયનો વ્યય થાય છે. એ વાત ચોક્ક્સ છે કે ઓનલાઈન ફોર્મ ભરવાથી ફાયદા ઘણા બધા છે પરંતુ ફોર્મ સર્વર પણ મજબૂત ઝડપી હોવું જોઈએ. હેલ્પ લાઈન ફોન પર પ્રશ્ન પૂછતાં જવાબ મળે છે કે શાળા સમય દરમ્યાન ફોર્મ ભરતાં તકલીફ પડશે કારણકે આખા ગુજરાતમાંથી એકસાથે ફોર્મ ભરાય છે તેથી સર્વર બીઝી રહે છે. શું એવો કાર્યક્રમ ન બનાવી શકાય કે ચોક્ક્સ તારીખમાં ત્રણથી ચાર જિલ્લાજ ફોર્મ ભરે ત્યારબાદ બીજી ચોક્ક્સ તારીખમાં બીજા ત્રણથી ચાર જિલ્લા ફોર્મ ભરે. આનાથી સર્વર બીઝી પણ ન રહે અને અફડાતફડી અટકે. વળી ધોરણ ૮/૯ શાળા ટાઈપમાં પ્રાઈવેટ શાળા વિકલ્પ પસંદ કરવા છતાં જિલ્લા શાળા પસંદગી બતાવે છે. તે પણ સુધારવાની જરૂર છે. રીપોર્ટમાં વિષયવાઈઝ રીપોર્ટમાં સંખ્યા ઓછી બતાવતું હતું.
No comments:
Post a Comment