Friday, December 28, 2012

ઘણા પ્રાથમિક શિક્ષકો એવું કહે છે કે પ્રાથમિક શાળામાં એલ.ટી.સી નો એવો પરિપત્ર છે કે એક દિવસ પ્રવાસે જાઓ અને દસ દિવસના એલ.ટી.સી ના પૈસા મેળવો.  મિત્રો - મારા મંતવ્ય મુજબ આવું શક્ય જ ના હોય. તમે દસ દિવસના ટૂર ઉપર જવાના હોય તો પ્રથમ દસ દિવસની રજાનો રિપોર્ટ આપવો પડે ત્યારબાદ  દસ દિવસ સુધી તમારી મસ્ટર્ડ ( હાજરીપત્રક ) માં ગેરહાજરી હોવી જોઈએ અને ૬૦૦૦ કિલોમીટર કે તેનાથી ઓછો જે પ્રવાસ કરેલ હોય તેની ટ્રાવેલીંગની ટિકીટ હોવી જોઈએ. આ બધુ હોયતો જ એલ.ટી.સી મંજૂર થાય.  એક દિવસ પ્રવાસે જઈને બીજા દિવસથી શાળામાં હાજરી હોય તો બાકીના નવ દિવસોનું એલ.ટી.સી આકારી શકાય જ નહિ. ઘણી વખતે એવું બને છે કે પરિપત્રો અંગ્રેજીમાં હોય અને અધકચરા અંગ્રેજીના જ્ઞાનના લીધે પરિપત્રનું અર્થઘટણ આચાર્યથી માંડીને ક્લાસ 1 ઓફિસર પણ જુદી રીતે કરતા હોય છે.  એક દિવસ પ્રવાસ કરવાથી ૧૦ દિવસનું એલ.ટી.સી ભથ્થુ મળે તે વાત મારા ગળે તો ઉતરતી નથી. અને આવું ભથ્થુ  લેવું એ પણ મારી દ્રષ્ટીએ યોગ્ય નથી.      

Tuesday, December 25, 2012

મિત્રો- ઈન્કમટેક્ષ રીટર્ન તથા ઓનલાઈન ટેક્ષ ભરવાની અગત્યની સાઈટ નીચે આપેલ છે. જાતે રજિસ્ટર થઈ આઈ.ટી.આર 1 ફોર્મ ભરી ટેક્ષ રીટર્ન ફાઈલ કરી શકાય છે. ફોર્મ ૨૬ એએસ દ્વારા અગાઉના પેઈડ ટેક્ષની માહિતી જાણી શકાય છે. હુ છેલ્લા ત્રણ વર્ષથી ઓનલાઈન રીટર્ન ફાઈલ કરૂ છું. સમય તથા નાણા બંનેની બચત થાય છે. સંસ્થા પાસેથી ફોર્મ ૧૬ મેળવી ઓનલાઈન રીટર્ન ફાઈલ કરવું ખૂબજ સરળ છે.