Monday, June 16, 2014

બિનસત્તાવાર માહિતી મુજબ  બિનસરકારી ઉચ્ચત્તર શિક્ષક ભરતી અંદાજિત જૂન માસમાં પૂરી થઈ શકે છે. જુલાઈ માસમાં ખાલી જગ્યાઓમાં શિક્ષકોની નિમણૂંક થાય અને વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય સારી રીતે થઈ શકે તેવું શિક્ષણજગત સાથે સંકળાયેલ સૌ મિત્રો ઈચ્છી રહ્યા છે.
આશા રાખીએ કે આ માસના અંત સુધીમાં જે તે પસંદ થયેલા ઉમેદવારોને નિમણૂંકપત્રો મળી જાય અને શાળાના વર્ગખંડો શિક્ષકોથી ધમધમી ઉઠે. અને અસરકારક શિક્ષણ કાર્ય થાય. 

રાજ્ય ની બિન સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક સહાયક / જુના શિક્ષકની ભરતી

રાજ્ય ની બિન સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક સહાયક / જુના શિક્ષકની ભરતી


પ્રતીક્ષા યાદી : 
ઉમેદવારો માટેની સૂચના :
   (૧) શિક્ષણ સહાયક/જુના શિક્ષકની ભરતી માટે પ્રતીક્ષા યાદીમાં આવેલ ઉમેદવારોને જીલ્લા પસંદગી માટેના વિકલ્પ તા. ૧૬-૦૬-૨૦૧૪ થી તા.
      ૧૮-૦૬-૨૦૧૪ ૨૩:૫૯ કલાક સુધી
ઓનલાઇન ભરવાના રહેશે.
   (૨) જીલ્લા પસંદગી માટેના વિકલ્પ આપ્યા બાદ ઉપલબ્ધ જગ્યાઓ મુજબ જિલ્લાઓની ફાળવણી કરવામાં આવશે, જે વખતોવખત ના નામદાર
      ન્યાયાલય ના ચુકાદાઓને આધીન રહેશે.
   (૩) ઉપરોકત નિયત કરેલ સમય મર્યાદા માં ઉમેદવાર દ્રારા ઓનલાઇન વિકલ્પ ભરવામાં નહિ આવે તો સમગ્ર ભરતી પ્રક્રિયામાંથી ઉમેદવાર
      પોતાના હ્ક્ક આપો આપ ગુમાવશે.

જીલ્લા પસંદગી ના વિકલ્પ ભરવા માટે

કરાર આધારિત ફિક્સ પગાર ધરાવતી મહિલાઓને પ્રસુતિની રજા આપવા બાબતનો ૧૦/૦૬/૨૦૧૪ નો પરિપત્ર

Friday, June 13, 2014

ચિંતન અને ચિનગારી

બિન સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકોની ભરતી જિલ્લા પસંદગી થઈ હોવા છતાં કયા કારણથી થતી નથી તે  ભાવિ શિક્ષકોમાં ચર્ચાનો પ્રશ્ન છે.  

મિત્રો -  બિન સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષકોની ભરતી ઝડપી થાય તેની ઉમેદવારો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. કયા કારણથી કાચબા ગતિએ ભરતી બોર્ડ કામગીરી કરી રહ્યું છે તે સમજાતું નથી. જાહેરાત  ૬ માસથી પડી છે છતાં કમ્પ્યૂટરના આ વાઈબ્રંટ ગુજરાતમાં ભરતીમાં આટલો વિલંબ કેમ ? જવાબદાર અધિકારીઓ પાસેથી  જવાબ માંગવાની જરૂર છે. શરૂઆતથી નિયમોનું અર્થઘટન ફૂલપ્રુફ થતુ નથી જેથી ભરતી વિલંબમાં પડે છે. 

એવા કયા કારણ છે કે જિલા પસંદ થયા  પછી પણ ભરતી અટકી ગઈ છે. ?

 પસંદ થયેલ ઉમેદવારને ઓર્ડર ક્યારે મળશે ? જવાબદાર અધિકારીએ જવાબ આપવાની જરૂર છે. ગ્રાંટેબલ તથા નોન ગ્રાંટેબલ વર્ગોની મંજૂરી આપેલ છે વિદ્યાર્થીઓ છે  વર્ગો છે પરંતુ અધિકારીઓની અણ આવડતના કારણે શિક્ષકો નથી. શિક્ષકો વિના વર્ગખંડોમાં શિક્ષણ કેવી રીતે ચાલતું હશે તે  એસી ઓફિસમાં બેઠેલા અધિકારીઓને ક્યાંથી ખબર પડે ?
આશા રાખીએ કે  બહેરા કાન પર  શિક્ષકો ઈચ્છતા વિદ્યાર્થીઓની ચીસોનો અવાજ સંભળાય અને હકારાત્મક પરિણામ આવે. 


H-TAT merit claculater

વિદ્યાર્થીઓના બી.એમ.આઈ શોધવાની શીટ

પગાર પત્રકો


પગાર પત્રકો



TET - 2 પરીક્ષા ફોર્મ ભરવા અહિ ક્લીક કરો.

TAT પરીક્ષા પરિણામ

આવતી કાલે તા. ૧૪/૦૬/૨૦૧૪ ના રોજ  TAT  પરીક્ષાનું પરિણામ જાહેર થવાની શક્યતા છે. 

Wednesday, June 11, 2014

LC circular

અગત્યના જૂના પરિપત્રો તથા શાળા ઉપયોગી કામગીરી

 શ્રદ્ધાગોળી
જે પદાર્થની કોઇ જાતની વૈદકીય અસર ના થતી હોય એને દવાના સ્વરૂપે આપવાથી દર્દીની દાક્તર તથા દવા પ્રત્યેની શ્રદ્ધાના કારણે દર્દીને મનોશારીરિક ફાયદાઓ થાય તો એવા પદાર્થને 'પ્લેસીબો’ (શ્રદ્ધાગોળી!) કહેવાય છે.
પપ્પા મારે સાયન્સ લેવું છે….

“પપ્પા, ૮૫ % આવ્યા …. હા…. ધારેલા એના કરતાં ઓછા છે.. પણ સારાં છે…
” એક કોડીલો દીકરો પપ્પા ને પોતાનું SSC નું રીઝલ્ટ જણાવતા રાજી થાય છે…. વિચારે છે..હવે સાયન્સ લેવામાં કોઇ વાંધો નથી….. આ બાજુ પપ્પાનું મન આવતાં ૨ વર્ષ માટ સાયન્સ ભણાવવા માટ, અને ત્યાર પછી એન્જિનીયરીંગ કે મેડીકલ ભણાવવા માટે જોઈતા પૈસાના પર્વતની ઊંચાઈ કેટલી થશે તેની ગણતરી કરવામાં લાગી જાય છે…”હે પ્રભુ, મર્યાદીત આવકમાં ૪ જણાનું કુટુંબ ચલાવવું અને હવે ટ્યુશન, અને દુર સુધી ટ્યુશન જવા માટે scooty, પેટ્રોલ, …………………. એક પછી એક ખર્ચાઓ નું લિસ્ટ નજર સામે આવવા માંડ્યું, શું થશે??”………..
આ પરિસ્થિતી આજે ગુજરાતનાં દરેક નાના-મોટા શહેરની છે… દરેક મધ્યમ વર્ગીય પપ્પાઓ ને બાળકનું SSC નું રીઝલ્ટ સારું આવ્યુ એના આનંદ કરતાં હવે પછી આવનારા વિકટ સંજોગોની ચિંતા વધુ સતાવે છે…… કટાક્ષ તો છે.. પણ એક કડવું સત્ય પણ છે…

વાંક કોનો છે??
વધતી જતી હરીફાઈનો??
ઘેટાંવાળી આંધળી દોટ મુકવાની ટેવનો?? આપણી શિક્ષણ પધ્ધતિનો??
કે બાળ-માનસ પર કસમયે અને પોતાની અભિરુચી પારખી શકવાની પૂરતી ક્ષમતા આવે તે પહેલાં જ પોતાની કારકીર્દી પસંદ કરવા પર મજબુર કરતો સમય….. ???

કોણ છે જવાબદાર???
કદાચ આપણે સૌએ વિચારવાની જરુર છે…

શૈક્ષણિક સંસ્થાઓ, અને finally વિદ્યાર્થી જ્યારે જેમતેમ ૧૨ સાયન્સમાં ઉત્તીર્ણ થાય ત્યાર બાદ ખર્ચાઓ નો ડુંગર ખડકી દેતી technical institutes એ બધાનો શું કોઇ વિકલ્પ નથી???
વિકલ્પ છે… અને તે એ કે પૂરતું માર્ગદર્શન આપવામાં આવે, વાલીઓ અને વિદ્યાર્થી બન્ને ને…. available courses, જેના માટે સાયન્સ માત્ર જ એક વિકલ્પ નથી…. ઘણા બીજા કોર્સીસ છે, જેમાં ૧૨ કોમર્સ અને આર્ટસ પછી જોડાઈને ઘણી સારી કારકીર્દી ઘડી શકાય એમ છે….. જરુર છે તો ફક્ત એ કે passed out students કે જેઓ ઈશ્વર કૃપાએ [ ] કે આપબળે સારું ભણી ગયા તેઓ પોત-પોતાની શાળાઓ માં નિયમિત સમયાંતરે જઈ ને guidance આપે….. મારા જાતઅનુભવે મેં જોયું છે કે પુરતાં માર્ગદર્શનના અભાવે ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓ, શહેર તથા ગામડાંઓ બન્નેમાં, deserving તક ગુમાવે છે….. જરુર છે તો ફક્ત થોડો સમય ફાળવવાની…. અને તમારી અથવા આજુબાજું ના ગામડાઓની શાળાઓ માં જઈ ને બાળકો સાથે વાતચીત કરવાની…. મેં જોયું છે કે ગામડાઓમાં બિચારાં માતા-પિતા ભણેલાં ન હોવાના લીધે પૂરતું માર્ગદર્શન આપી નથી શકતાં…..
બીજાં કોઇ સુધારાની અપેક્ષા રાખવાની સાથે આવો પ્રયત્ન જો કરવામાં આવે તો???

ઉચ્ચત્તર શિક્ષક માટે ટાટ પરીક્ષા ૨૦/૧૧/૨૦૧૧ ના બદલે હવે તારીખ
૧૮/૧૨/૨૦૧૧ ના રોજ યોજાશે. માધ્યમિક શિક્ષક માટે હજુ સુધી તારીખ જાહેર થઈ નથી
  • પગારબિલ અંતર્ગતના પત્રકો  
ડી ઈ ઓડિટ પત્રકો      
માહિતી અધિકાર કાયદો (RTI ACT)
વર્ધિત પેન્શન યોજના સંપૂર્ણ માહિતી
ધોરણ ૧૦ નમૂનાના પ્રશ્નપત્રો
સીસીસી પરીક્ષા મટેરિયલ્સ
 શાળા ઉપયોગી ફાઈલ

TET( Teacher Eligibility Test ) &
TAT( Teacher Aptitude Test ) GR     

ગામની ફઈને ગામના ચોરે જવાબ

કેળવણીના કિનારેના લેખક તથા બોર્ડ સભ્ય ડો.અશોક પટેલના લેખ અંતર્ગત બનાસકાંઠા જિલ્લા.મા.શિ.સંઘ ના પ્રમુખ ઈલિયાસ સિધીં નો પત્ર  " ગામની ફઈને ગામના ચોરે જવાબ "  વાંચો.


ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામનાર કર્મચારીના આશ્રિત કુંટુંબને ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવા બાબતનો નો પરિપત્ર

School and teacher Time Table with workload calculation

Tuesday, June 10, 2014

Gujarat Educational Service, Class-II (Administrative Branch) Advt. No. 116/2013-14 ANSWER Key

પાસપોર્ટ કઢાવવાના હેતુ માટે સરકારી કર્મચારીઓ/અધિકારીઓને તથા તેમની પર આધારિત કુટુમ્બના સભ્યોને "આઇડેંટીટી સર્ટિફિકેટ" આપવા બાબત.

Budget 2014-15 Graphics

Budget 2014-15 Graphics

Gujarati Version Download PDF File 

Monday, June 9, 2014

રાજ્ય ની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષક સહાયકોની ભરતી પ્રક્રિયા

રાજ્ય ની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષક સહાયકોની ભરતી પ્રક્રિયા

Friday, June 6, 2014

Teacher Eligibility Test (TET - II) for Std 06 to 08 Declared :

 Teacher Eligibility Test (TET - II) for Std 06 to 08 Declared 

Advertisement : Click Here

Starting Date : 10-06-2014
Last Date : 19-06-2014


To Apply Online : Click Here

Tuesday, June 3, 2014

SSC RESULT

રાજ્ય ની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષક સહાયકોની ભરતી પ્રક્રિયા

રાજ્ય ની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષક સહાયકોની ભરતી પ્રક્રિયા

Monday, June 2, 2014

TET -2 પાસ ભાષાના તમામ ઉમેદવારોએ ભરતી કરાવવા

TET -2  પાસ ભાષાના તમામ ઉમેદવારોએ ભરતી કરાવવા શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવા  તા. ૦૩/૦૬/૨૦૧૪  સવારે  ૧૦-૦૦ કલાકે પથિકાશ્રમ -ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહેવું. 

વધુ માહિતી માટે  મોબાઈલ   ૯૯૨૪૫૧૧૩૯૬  -    ૯૮૯૮૨૮૦૯૫૪   -  ૯૭૧૪૯૦૭૬૭૧   -  ૮૧૫૩૮૩૭૫૮૮

સ્ત્રોત - સંદેશ ઉત્તરગુજરાત આવૃતિ - તા. ૦૧/૦૬/૨૦૧૪

http://epaper.sandesh.com/c/2931482