Thursday, June 28, 2012

ઘણા મિત્રો પૂછે છે કે કેટલા ગુણે પાસ થવાય ? હું જાણુ છું ત્યાં સુધી તા. ૨૩/૦૬/૨૦૧૧ ના જાહેરનામા મુજબ પરીક્ષાર્થીએ  ઉમેદવારી નોંધાવવા માટે  ૨૫૦ માંથી કુલ ૧૨૫ ગુણ લાવવા પડે .પરીક્ષાર્થીનું પરિણામ વર્ષ સુધી માન્ય ગણાય તથા પરીક્ષાર્થી વધુમાં વધુ પ્રયત્ને પરીક્ષા આપી શકે. એક કરતાં વધુ પ્રયત્ન હોય તો સરેરાશ ગુણ ધ્યાનમાં લેવાય.   ગુજરાત સમાચારમાં ૧૩૫ ગુણે પાસ થવાય તેમ લખેલ છે. તે સમજાતું નથી.ઘણા મિત્રો કહે છે કે ફરી પરીક્ષા આપવાથી ફાયદો થાય કે નુક્શાન ? મિત્રો - જો સારી તૈયારી હોય અને અગાઉ મેળવેલ ગુણ કરતાં વધુ ગુણ મેળવી  શકવાનો આત્મવિશ્વાસ હોય તો જ ફાયદો થાય અને જોખમ લેવાય. ભવિષ્યમાં પેપર સરળ પણ હોઈ શકે અને કઠિન પણ હોઈ શકે. કદાચ પેપર કઠિન હોય અને ૩.૦૨ % જેવું પરિણામ આવે તો રડવાનો વારો પણ આવે.

1 comment: