મિત્રો - તાજેતરમાં તા. ૨૦/૦૭/૨૦૧૩ ના રોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી યોજાઈ ગઈ. પરિણામ સારસ્વત મિત્રો માટે વિચારવા જેવા રહ્યા. માધ્યમિક શિક્ષક સંઘના માન્ય બે ઉમેદવારની હાર થઈ. અને શિક્ષકના પ્રશ્નો માટે સતત ચિંતનશીલ એવા શ્રી આર.પી.પટેલ વિજેતા જાહેર થયા.
શિક્ષક સંઘના માન્ય ઉમેદવારની કેમ હાર થઈ તેના માટે શું શિક્ષક સંઘે વિચારવાની જરૂર નથી ? શિક્ષકના પ્રશ્નો છેલ્લા ઘણા સમયથી વણઉકલ્યા રહ્યા છે. ફાજલના
ભૂતથી શિક્ષણ સહાયકો મીઠી નિંદર પણ લઈ શક્તા નથી. આજે ગામડાના દાક્તરની કેસ ફી પણ ૧૫૦ થી ૨૦૦ રૂપિયાથી ઓછી નથી. ત્યારે માસિક ૧૦૦ રૂપિયા મેડીકલ એ આજની પરિસ્થિતિમાં હાસ્યાસ્પદ છે.
ભૂતથી શિક્ષણ સહાયકો મીઠી નિંદર પણ લઈ શક્તા નથી. આજે ગામડાના દાક્તરની કેસ ફી પણ ૧૫૦ થી ૨૦૦ રૂપિયાથી ઓછી નથી. ત્યારે માસિક ૧૦૦ રૂપિયા મેડીકલ એ આજની પરિસ્થિતિમાં હાસ્યાસ્પદ છે.
શ્રી આર.પી.પટેલે શિક્ષકના પ્રશ્નોને શિક્ષણ વિભાગમાં વારંવાર રજૂઆત કરી છે. જેના હકારાત્મક પરિણામો મળ્યા છે. ધોરણ 9 થી 12 માં વર્ગ ઘટાડાના કારણે ફાજલ પડનાર શિક્ષકો માટે રક્ષણ કે મેડીકલ ભથ્થા માટે પણ બોર્ડમાં ચૂંટાયેલા શ્રી આર.પી.પટેલે માનનીય શિક્ષણમંત્રીશ્રીને મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરી છે તથા બોર્ડના સભ્યના હોદ્દાની રૂએ પ્રશ્નોની રજૂઆત માટે તૈયાર છે. જેના હકારાત્મક પરિણામો નજીકના ભવિષ્યમાં જોવા મળશે.
No comments:
Post a Comment