ગઈકાલે ડી.ઈ.ઓ ની પરીક્ષા આપવાની તક મળી. મારા મતે એક પ્રશ્નનો 
જવાબ ખોટો જણાયો. 
પ્રશ્ન તથા વિકલ્પો નીચે મુજબ હતા. 

જો   BOY = 42 તથા GIRL = 46  તો  MOTER = ........... થાય. 
(A) 68         (B) 88     (C) 79        (D) 78

ઉપરોક્ત પ્રશ્નમાં MOTER  ની જગ્યાએ MOTHER  હોયતો જ જવાબ સાચો 79  મળે. પરંતુ પરીક્ષામાં MOTER પૂછેલ છે અને તેનો જવાબ 71 આવે જે વિકલ્પમાં નથી.

જવાબ ગણતરી -

ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ પ્રમાણે ગણિતના   A=1 B=2 C=3 D=4 E=5 એમ અંક લેતાં છેલ્લે Z=26  અંક થાય. હવે BOY=2+15+25 =42   તેજ રીતે GIRL=7+9+18+12=46  સાચા છે તો હવે  MOTER = 13+15+20+5+18 =71   થાય. વિકલ્પમાં 71 જવાબ નથી.
MOTHER = 13+15+20+8+5+18 =79  થાય. પરંતુ પરીક્ષામાં MOTER પૂછેલ છે MOTHER  નહિ.

બીજો એક પ્રશ્ન હતો કે

 મધ્યાહન ભોજન યોજના ક્યારે અમલમાં આવી ?
(A)1995     (B) 1990      (C) 1999    ( D) 2000

જવાબ કદાચ 1990  હોઈ શકે. 

હું જાણુ છું ત્યાં સુધી ગુજરાતમાં આ યોજના 1984 માં 
અમલમાં આવી હતી. પરંતુ થોડા સમય પછી પડતી મુકાઈ. ત્યારબાદ
 ઓગષ્ટ 1990 થી ઓક્ટોબર 1991 વચ્ચે 70 % હાજરીવાળા વિદ્યાર્થીઓને 

10 કિલોગ્રામ અનાજ મફત આપવામાં આવતું હતુ. પરંતુ સાચી રીતે લગભગ 
15 January 1992 MDM Scheme was re-introduced.

નોંધ -  મારો જવાબ ખોટો પણ હોઈ શકે છે કદાચ આપ અન્ય રીતે સાચો જવાબ મેળવી શક્તા હોય તો કોમેંટમાં જણાવશો. જેથી સાચા જવાબ વિશે જાણકારી મળે.  

7 comments:

 1. જીતુભાઈ તમે। પાસ થઈ જાઓ અેવી ભગવાનને પ્ાથૅના। કરું છું
  તમારા જેવા હોંશીયાર શીકષ્ક d.o.। બને તો જ આજના યુગમાં સળગતી સમસયાઓનું સમાઘાન કરી શકાશે

  ReplyDelete
 2. Madhyan bhojan yajana
  15 august 1995 thi
  1 to 5 std ma amalma avi

  ReplyDelete
 3. hi jitubhai
  paper ni copy mukaso please

  ReplyDelete

 
Top