તાજેતરમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ HTAT તથા TAT પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી પહેલાં મૂકવામાં આવી હતી.પ્રશ્નોના ઉત્તર અંતર્ગત ઉમેદવારો પાસેથી વાંધા માંગવામાં આવે છે. ઉમેદવારોની રજૂઆત સાંભળવી તે પારદર્શક વહીવટ માટે સારી વાત છે.
પરંતુ
પ્રશ્ન એ થાય છે કે શું પેપર સેટર પ્રશ્નનું ચોક્કસ સોલ્યુસન કરી શક્તા નથી ? શું પેપરસેટર પણ પ્રશ્નના ચોક્કસ ઉત્તર શોધી શક્તા નથી ? તજજ્ઞ દ્વારા પેપર સેટ કરાવવામાં આવે છે છતાં પ્રશ્નપત્રમાં ભૂલો કેમ થાય છે ? આજે જ્યારે મેરીટમાં સામાન્ય પોઈન્ટના તફાવતને કારણે ઉમેદવારની હથેળીમાં આવેલી નોકરી ઝૂંટવાઈ જતી હોય છે અને આજીવન રડવાનો વારો આવે છે ત્યારે પ્રશ્નપત્રમાં થતી આવી ભૂલો કોઈ સંજોગોમાં ચલાવી લેવાય નહિ.
આવી બાબત શાળાકીય પરીક્ષા દરમ્યાન જો સામાન્ય શિક્ષક દ્વારા થાય તો તેના પર ગંભીર આક્ષેપો મૂકી કડકમાં કડક કાર્યવાહી થાય છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં પ્રશ્નપત્રમાં કે આન્સર કી માં થતી ભૂલો માટે જે તે અધિકારી કે પેપરસેટર ઉપર પણ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ કે જેથી ભવિષ્યમાં પ્રશ્નપત્રમાં અને તેની આન્સર કી માં થતી ભૂલો નિવારી શકાય. અને પ્રોવિઝનલ આન્સર કી ની જગ્યાએ સીધી ફાઈનલ આન્સર કી જાહેર કરી શકાય.