Tuesday, January 22, 2013

Students And Teacher ( Puran gGondaliya )


હમણાં સમાચારપત્રમાં વાંચવા મળ્યું કે ખેડા જિલ્લામાંથી ચાર બોગસ ડિગ્રીને આધારે ચાર વર્ષથી નોકરી કરી સરકારી પગાર પર  વિદ્યાસહાયકની નોકરી કરતા શિક્ષકો ઝડપાયા. વર્ગખંડમાં નિતીના પાઠ શીખવતા શિક્ષકો જ જો બનાવટી સર્ટીફિકેટ બનાવી નોકરી કરતા હોય તો તેવા શિક્ષકો સામે ફોજદારી કેસ કરી જેલને હવાલે કરવા જોઈએ. ફક્ત જે તે શિક્ષક જ નહિ પરંતુ તેની સાથે ભરતી વખતે આંખ આડા કાન કરી બનાવટી સર્ટીફિકેટને આધારે ભરતી કરવામાં સામેલ ડી.પી.ઓ - સર્ટીફિકેટ વેરીફાઈ ક્લાર્ક થી માંડીને ઉમેદવાર સુધી તમામ પર  બનાવટી સર્ટીફિકેટ મેળવી ગુનો કરવા બદલ ભારતીય ફોજદારી ધારાની નીચે કલમ લગાવી કેસ કરવો જોઈએ જેથી ભવિષ્યમાં શિક્ષણ સમાજને કલંકિત થતો અટકાવી શકાય. અને યોગ્ય સાચા પ્રમાણપત્રવાળા ઉમેદવારને નોકરી મળી રહે.
ગુજરાત શિક્ષણ વિભાગે અગાઉ થયેલી ભરતીના પ્રમાણપત્રો વેરીફાઈ કરાવવા જોઈએ અને જો કોઈ બનાવટી સર્ટીફિકેટ માલુમ પડેતો કઠોરમાં કઠોર શિક્ષા કરવી જોઈએ કે જેથી ભવિષ્યમાં આવો ગુનો આચરનાર લાખ વખત વિચાર કરે.   

કલમ - ૪૬૫    ખોટો દસ્તાવેજ બનાવવો
કલમ - ૧૮૨    ખોટી માહિતી આપવી
કલમ - ૧૧૪    ગુનામાં મદદગારી 
કલમ - ૨૧૮    ખોટુ રેકર્ડ - લખાણ બનાવવું 
કલમ - ૨૨૫    રાજ્ય સેવકની ફરજમાં ગફલત - બેદરકારી 

No comments:

Post a Comment