ગુજરાતના મોટાભાગના શિક્ષણ સહાયક મિત્રોની એવી માંગ છે કે ૧૯૯૮ સુધી જ શિક્ષકોને ફાજલનું રક્ષણ છે. ૧૯૯૮ પછી નિમણૂંક પામેલા અને વર્ગ બંધ થવાથી ફાજલ થનાર શિક્ષકને ફાજલનું રક્ષણ નથી.મોટાભાગના શિક્ષકો ૧૯૯૮ પછી નિમણૂંક પામેલા છે. તેથી સંઘ વાળા મિત્રોએ સરકારમાં ધારદાર રજૂઆત કરી સહાયક મિત્રો માટે ફાજલનું રક્ષણ ૧૯૯૮ થી લંબાવી ૨૦૧૩ કરાવવું જોઈએ.શિક્ષકના કપાળે જ્યારે ફાજલ શબ્દનું લેબલ લાગે છે ત્યારે તે માનસિક હતાશ થઈ જાય છે.
ઘણા સંઘ વાળા મિત્રોને પૂછીએ તો કહે છે કે ફાજલનું રક્ષણ બધાને છે જ.
પરંતુ હું જાણું છું ત્યાં સુધીતો સરકારની ધોરણ 8 ની નિતીને કારણે ધોરણ ૮ પ્રાથમિકમાં જવાને કારણે જે તે શિક્ષકોને રક્ષણ આપેલ છે.અને બીજે ગયા પછી પણ વર્ગ બંધ થવાથી રક્ષણ નથી.અથવા જે તે શાળામાં ધોરણ ૯ થી ૧૨ માં સંખ્યાના અભાવે વર્ગ બંધ થવાથી રક્ષણ નો કોઈ સ્પષ્ટ પરિપત્ર થયેલ નથી. પગાર વધારો એ જ પ્રાથમિકતા નથી. પગાર તો મોંઘવારી પ્રમાણે વધવાનો જ છે. મોટા સહાયક વર્ગની નોકરીની સલામતી વિશે પણ સંઘના મિત્રોએ રજૂઆત કરવી જોઈએ.
મોટાભાગે જોવા મળેલ છે કે બોર્ડની ચૂંટણી આવે ત્યારે શિક્ષકોના વોટ ( મત ) લેવા વચનોની લ્હાણી કરતા થાકતા નથી અને ચૂંટાઈને શિક્ષકોના પ્રશ્નોની રજૂઆત કરવામાં નિરસતા જોવા મળે છે. ફક્ત સરકારી ગાડીઓમાં ધોરણ ૧૦ - ૧૨ ની પરીક્ષા વખતે સ્કોર્ડમાં ફરવાથી કે શૈક્ષણિક અધિવેશનો કરવાથી જ શિક્ષકોના પ્રશ્નો ઉકેલાતા નથી
મિત્રો - નજીકના ભવિષ્યમાં સરકાર ધોરણ ૯ ને પણ પ્રાથમિકમાં લઈ જાય અને નોનગ્રાન્ટેબલ શાળાની લ્હાણી થાય તો તો નવાઈ પામતા નહિ. શૈક્ષણિક સંઘોએ ગ્રાંટેબલ શાળાની ચિંતા અને ચિંતન કરવાની તાતી જરૂરિયાત છે.
No comments:
Post a Comment