મિત્રો - આજના આ વાઈબ્રન્ટ ગુજરાતમાં ઘણીબધી સરકારી કચેરીઓ તેમજ કેટલીક ડી.ઈ.ઓ ઓફિસોમાં આપણું સાચુ કામ કરાવવા માટે પણ અધિકારીઓ તથા કારકુનો દ્વારા નાણા માંગવામાં આવે છે. નાણા આપવામાં ન આવે તો ફાઈલ અટકાવે છે. ઠેર ઠેર ઓફિસોમાં આપણામાંના જ દલાલોનું કામ કરતા જોયેલા છે.સાહેબ આગળ આવા લોકો વ્હાલા થાય છે. સાહેબને આવા તત્વો દ્વારા નાણાના દલ્લા મળે છે. અને ભષ્ટાચારની ગંગોત્રી આગળ વધે છે.
સમાજમાં પ્રવર્તમાન ભ્રષ્ટાચારના સંદર્ભમાં લાંચ રૂશ્વત શબ્દ પ્રચલિત છે. સામાન્ય નાગરિક લાંચ એટલે કાયદેસરનું કામ કરાવવા માટે આપવી પડતી નાણાકીય રકમ તેટલું જ સમજે છે, પરંતુ લાંચ શબ્દનો વિસ્તૃત અર્થ છે. લાંચ એટલે ફક્ત નાણાકીય વ્યવહાર જ નહીં, પરંતુ જાહેર સેવકને કામગીરી કરવા કે ન કરવા માટે આપવામાં આવતી ભેટ કે બક્ષિસ સ્વરૂપની વસ્તુનો પણ સમાવેશ થાય છે.

મિત્રો - ભલે કામમાં વિલંબ થાય પરંતુ આવા લેભાગુ તત્વો સામે હારશો નહિ. કેમેરાની મદદથી સ્ટીંગ ઓપરેશન કરી રેડ પડાવો. આવા અધિકારી કે કારકુનો આપણું કામ કરવા તગડો સરકારી પગાર લે છે. કોઈ દયાદાન કરતા નથી. જરૂર છે નિડર બની રજૂઆત કરવાની અને ભષ્ટાચારીઓને ખુલ્લા પાડવાની. આવા લેભાગુ તત્વો અંદરથી ખૂબજ બીકણ હોય છે. લાંચ આપવી તે લાંચ સ્વીકારવા કરતાં મોટો ગુનો અને પાપ છે.
આજે જ્યારે આખા દેશમાં ભષ્ટાચારને રોકવા પરિવર્તનનો વાયરો ફૂંકાઈ રહ્યો છે ત્યારે વર્ગખંડોમાં નિતીના પાઠો શીખવતા સારસ્વતો ઉંઘતા રહે તે ૨૧ મી સદીના નવનિર્માણ ભારત માટે ચાલી શકે તેમ નથી.ભ્રષ્ટાચાર ઊભી પૂંછડીએ ભાગશે, પણ જ્યારે દરેક નાગરિક સાબદો થઈ સ્વાભિમાનથી તલવાર વીંઝશે.ભ્રષ્ટાચારનો ભરડો દેશના વિકાસને થંભાવી સામાજિક સુવ્યવસ્થાને ઉધઇની જેમ કોરી ખાય છે અને રાષ્ટ્રીય તંત્ર ખોખલું બનાવે છે.
કોઈ પણ વ્યક્તિ પાસે કોઈ પણ ખાતાના કર્મચારી દ્વારા લાંચ રૂશ્વત ની માગણી કરવામાં આવે ત્યારે તે વ્યક્તિની વિરુદ્ધમાં ફરિયાદ કરવા માટે સરકારે લાંચ રૂશ્વત વિરોધી ખાતાની રચના કરેલી છે. જેની મુખ્ય ઓફિસ અમદાવાદ ખાતે શાહીબાગમાં છે, જ્યારે રાજકોટ, મહેસાણા, જૂનાગઢ, વડોદરા અને સુરત ખાતે વિભાગીય કચેરીઓ આવેલી છે
જાહેર સેવક કાયદેસરના મહેનતાણાં સિવાય કોઈપણ જાહેર હિતનું કામ કરવા કે ન કરવા માટે રોકડ નાણું, ભેટ કે કીમતી વસ્તુની માંગણી કરે તો આ અધિનિયમની કલમ ૭ મુજબ ગુનો કરે છે અને ગુનો સાબિત થયે પાંચ વર્ષ સુધીની (કેદ તથા દંડની) શિક્ષા થઈ શકે છે.

sachi vat 6e
ReplyDeleteKale 12 vaga pa6i 11th, 12th nu marit mukva na 6e evu aaje kidhu
ReplyDelete