Friday, January 24, 2014

ચિંતા અને ચિંતન



તાજેતરમાં જાણવા મળેલ સમાચાર મુજબ પરીક્ષાકેન્દ્રો ઉપર ગેરરીતી અટકાવવા અને પરીક્ષાનું સંચાલન શાંતિમય અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે બોર્ડ દરેક પરીક્ષા કેન્દ્રો પર સી.સી.ટી.વી કેમેરા મૂકાવવાનું આયોજન કરી રહી છે. બોર્ડનું સી.સી.ટી.વી કેમેરા મૂકાવવાનું પગલું સમયની માંગ છે તથા આવકારદાયક છે. પરંતુ શું તેના માટેનો જંગી ખર્ચ નિભાવગ્રાંટમાં નાખવાથી ચાલી શક્શે. ?

બોર્ડ પરીક્ષા માટે વિધ્યાર્થીઓ પાસેથી અલગથી પરીક્ષા ફી લે છે. અને સ્કોર્ડની કામગીરી માટે તેમાંથી મહેનતાણા ચૂકવે છે. સ્કોર્ડની કામગીરી પણ ગેરરીતી અટકાવવાની છે. તો શું સ્કોર્ડના મહેનતાણા બોર્ડ પરીક્ષા ફી માંથી ચૂકવતી હોય તો સી.સી.ટી.વી કેમેરા વસાવવા માટે પરીક્ષા ફી માંથી અલગથી ગ્રાંટ આપવી ન જોઈએ. ?

1 comment:

  1. જીતુભાઈ ,cctv કેમેરા મુકવા કરતા "ઓપન બૂક એક્જામ"નો વિકલ્પ વિચારવા જેવો નથી લાગતો ?
    આનાથી વિદ્યાર્થી શિક્ષક વચ્ચે વિશ્વાસ નું વાતાવરણ સર્જાશે.બોર્ડ થી માંડીને અધિકારી આચાર્ય, શિક્ષકો,વિદ્યાર્થીઓ બધાનો તનાવ દૂર થશે.વિદ્યાર્થી હતાશ નહિ થાય આત્મહત્યા તરફ નહિ વળે .અમારે Old S.S.C.ફરજિયાત એક ગુજરાતી માતૃભાષા હતી ગમતા વિષયો બાકીના રાખી શકાતા.એટલે ગેરરીતિ ઓછી થાય હાયર મેથ, સ્પેશ્યલ એરેથ મેટીક,એલીમેટરી એમ ત્રણ ગણિત હોવા છતાં ગણિત છોડી શકાતું. મનગમતા વિષય આપવામાં
    આવે તો ગેરરીતિ ઘટશે.ખર્ચ નહિ વિશ્વાસ વધે.તનાવ તો સાવ જાય રિજલ્ટ ગ્રાન્ટ કાપ બધી ચિંતા જાય.

    ReplyDelete