Friday, June 28, 2013

biasag

Std 9/10 SCE Guidelines will be telecast on 29/06/2013  10 am on Biasag Dish.

શિક્ષણ અંતર્ગત નવીન માહિતી મેળવવા મારા મિત્ર નિખિલની વેબસાઈટની મુલાકાત લેશો તો પણ મિત્રો ઘણુ જાણવા માળશે. આ માટે નીચેની વાઈ ફાઈ એજ્યુકેશન ઈન ગુજરાત link પર ક્લીક કરશો 
WI FI EDUCATION IN GUJARAT




ધોરણ - ૯ નો ડાભી રાજેશભાઈએ બનાવેલ  SCE પ્રોગ્રામ ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.


Wednesday, June 26, 2013


e-Content
સૌ પ્રથમ ઉઅપર દર્શાવેલ ઈ-કંટેંટ શોર્ટકટ પર ક્લીક કરો ત્યારબાદ નીચે દર્શાવેલ યુઝરનેઈમ તથા પાસવર્ડ આપો. 
Username : guestuser
Password : Guest@User1



પ્રોવિઝનલ મેરીટ યાદી તા. ૨૭/૬/૨૦૧૩ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જોવા મળશે.

Wednesday, June 19, 2013

 વિદ્યાસહાયક ભરતી અંતર્ગત તા. ૧૯/૦૬/૨૦૧૩ ના  રોજ ફોર્મ ભરવાની ઓનલાઈન પ્રક્રિયા વિના વિધ્ને પૂર્ણ થયેલ છે. બિનસત્તાવાર માહિતી મુજબ તા. ૨૫/૦૬/૨૦૧૩ ની આસપાસ પ્રોવિઝનલ ઓનલાઈન મેરીટ યાદી  બહાર પડી શકે છે. તા. ૦૧/૦૭/૨૦૧૩ થી તા. ૦૪/૦૭/૨૦૧૩ ની આસપાસ ફાઈનલ મેરીટ યાદીની જાહેરાત થઈ શકે છે. ૧૫/૦૮/૨૦૧૩ થી તા. ૨૫/૦૮/૨૦૧૩ ની આસપાસ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ શકે છે. અત્રે દર્શાવેલ તારીખ  એક શક્યતા છે. ફાઈનલ કાર્યક્રમ માટે ભરતી પ્રક્રિયા માટેની સરકારશ્રીની જે તે વેબસાઈટ તથા આ વેબસાઈટ જોતા રહેવું.

પ્રાણકીટ - મહેસાણા જિલ્લો

Training - for - Biology Teacher ( STTI ) - Mehsana District

Tuesday, June 18, 2013



સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ 

સહાયકની પસંદગી

મેરીટમાં આવેલ ઉમેદવારોએ જીલ્લા પસંદગીનો વિકલ્પ ઓનલાઈન તા. ૧૮.૬.૨૦૧૩ થી ૨૧.૬.૨૦૧૩ સાંજે ૪.૦૦ કલાક સુધીમાં અચુક ભરવાનો છે.

1. ઓનલાઈન જિલ્લાનો વિકલ્પ  (ફક્ત મેરીટમાં આવેલ ઉમેદવાર માટે )

 

2. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જિલ્લા, વિષય અને કેટેગરીવાર ખાલી જગ્યાની

 વિગત દર્શાવતું પત્રક (30% સ્ત્રી અનામત સીવાયના માટે)

 

3. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જિલ્લા, વિષય અને કેટેગરીવાર ખાલી જગ્યાની 

વિગત દર્શાવતું પત્રક - 30% સ્ત્રી અનામત માટે


સુચના: 
૧) મેરીટમાં આવેલ ઉમેદવારોએ વિષયવાર, તેઓની કેટેગરી મુજબ જે જિલ્લામાં જગ્યા ઉપલબ્ધ છે તેનો ઓનલાઈન વિકલ્પ પસંદગીના 
   જીલ્લાના ક્રમ મુજબ તા. ૧૮.૬.૨૦૧૩ થી ૨૧.૬.૨૦૧૩ સાંજે ૪.૦૦ કલાક સુધીમાં અચુક ભરી લેવો.ઉમેદવાર વિકલ્પ નહિ ભરે તો તેમનો વિકલ્પ જતો કરેલ છે તેમ માની આગળની નિયમ અનુસારની કાર્યવાઈ હાથ ધરાશે. જે અંગેની સઘળી જવાબદારી સંબંધિત ઉમેદવારની રહેશે.
૨) તા. ૧૩.૬.૨૦૧૩ સુધીમાં ઉમેદવારોએ આ સાથે રજુ કરેલ એફીડેવીટ કરવાનું રહેશે. (ગુજરાતી નકલ  /  અંગ્રેજી નકલ )
૩) ઉમેદવારોએ આ વેબસાઈટ બીજી માહિતી માટે દર રોજ જોવા વિનંતી 
૪) ઉમેદવારોએ અસલ સોગદં નામું કઢાવીને પોતાની પાસે જ રાખવાનું છે. આપને જીલ્લો ફાળવ્યા પછી તા. ૨૫.૬.૨૦૧૩ના રોજ જિલ્લા 
   શિક્ષણાધિકારીશ્રી ની કચેરીમાં અસલ પ્રમાણપત્રો તથા એફીડેવીટ (સોગંદનામું) ચકાસણી અર્થે રજુ કરીને નિમણુંક પત્ર મેળવવાનો રહેશે.

 

Shortlisted Candidates for Interview on 21-06-2013 (STTI) 

 

Tuesday, June 11, 2013

સરકારી ઉચ્ચત્તર માધમિક શાળામાં અગાઉ જે જાહેરાત આવી હતી તે ભરતીનું મેરીટ તથા પ્રતિક્ષા યાદી જોવા નીચેની લિંક પર ક્લીક કરો.

મેરીટ યાદી (Subject wise)

પ્રતીક્ષા યાદી 
 સુચના:
૧) તા. ૧૩.૬.૨૦૧૩ સુધીમાં ઉમેદવારોએ આ સાથે રજુ કરેલ એફીડેવીટ કરવાનું રહેશે. (ગુજરાતી નકલ / અંગ્રેજી નકલ)
૨) ઉમેદવારોએ આ વેબસાઈટ બીજી માહિતી માટે દર રોજ જોવા વિનંતી


    

વિદ્યાસહાયક ભરતી પૂરક જાહેરાત અંતર્ગત ભરતી શરૂ થયેલ છે. વધુ માહિતી માટે નીચે ક્લીક કરો.
 

Tuesday, June 4, 2013

તા. ૦૫/૦૬/૨૦૧૩ થી તા. ૦૯/૦૬/૨૦૧૩  દરમ્યાન મહેસાણા અને કડી તાલુકાના શિક્ષકોની શિક્ષક સજ્જતા તાલીમ સર્વ વિદ્યાલય - કડી મુકામે  યોજાઈ.  જે અંતર્ગત  ફોટો અહેવાલ અહી પ્રસ્તુત છે. 







છઠ્ઠા પગાર પંચનો તફાવતનો પાંચમો હપ્તો ( ૨૦ % ) રોકડમાં ચૂકવવા બાબતનો ૦૩/૦૬/૨૦૧૩ નો નાણાખાતાનો પરિપત્ર

Thursday, May 30, 2013

Wednesday, May 29, 2013

વર્ગદીઠ 60 થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવા બાબતનો પરિપત્ર ( ૦૯/૦૫/૨૦૧૨ નો પરિપત્ર )

Sunday, May 26, 2013


મારા ખાસ મિત્ર નિખિલ પટેલના બ્લોગની મુલાકાત લેશો તો ઘણુ જાણવા મળશે. મુલાકાત લેવા નીચેની લિંક પર ક્લીક કરો. 
www.nikhilrpatel.blogspot.com 


ભરતી પ્રક્રિયા યથાવત રાખવા સુપ્રિમનો ગુજરાત સરકારને  હુકમ.  વેકેશન બાદ પગાર - લાયકાત નો કેસ ચાલશે.


Dipakbhai V.Parikh - Principal, Vakal Vidyalaya, Refinary Road, Bajuwa. TA. & Dist. Baroda
Ph.O. (O.0265-2232276, M.9426410319)  has sent here some of the PPTs on different topics of English Compositions such as (1) Paragraph Writing-2 (Essay Writing) (2) Letter Writing-2 (Formal Letters) (3) E-mail Writing (4) Precise Writing and some other new topics of English Grammar (1)Adjective- (2) Noun-Collective noun, Common noun, Proper noun, Possessive noun (3) Pronouns (4) Editing Part for std. X and XII (Commerce). We are sure that it will be useful to the teachers of English and the students also.

Saturday, May 25, 2013

DA calculation sheet

અહી નીચે  8 % DA ની ગણતરી કરવાની એક્સેલ શીટ આપેલ છે. શીટ ખોલી ફક્ત પીળા રંગના ખાનામાં બેઝિક પગાર તથા ગ્રેડ પે નાખવો.કોમેન્ટમાં આપના સૂચનો આવકાર્ય છે.  

Monday, May 20, 2013

ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ માટે નિરાશાજનક સમાચાર   ( સોર્સ - વી.ટીવી ન્યૂઝ )

1.  વિદ્યાસહાયક  કેસમાં સુપ્રિમ કોર્ટ દ્વારા ગુજરાત સરકારની ઝાટકણી 

2.  સુપ્રિમ કોર્ટે  ફિક્સ પગારવાળી વિદ્યાસહાયક યોજનાની ટીકા કરી. 

3.  શા માટે શિક્ષકોની ભરતી ફિક્સ પગારથી કરવામાં આવે છે ?

4.  ભરતીપાત્ર શિક્ષકોની લાયકાત અંગે ખુલાસો કરવા માંગ 

5.  બુધવારે વધુ સુનાવણી. 

6.  એડહોક શિક્ષક મુદ્દે કોર્ટ ખફા. 

7. RTEનો અમલ અસરકારક થતો નથી. 

Tuesday, May 14, 2013

STD 10 USEFULL PPT

Dipakbhai V.Parikh - Principal, Vakal Vidyalaya, Refinary Road, Bajuwa. TA. & Dist. Baroda
Ph.O. (O.0265-2232276, M.9426410319) has sent here with the ppts of on different topics of English Composition such as paragraph writing-2 (Essay writing), Letter writing-2 (Formal Letters) E-mail Writing and Precise writing and some other new topics of English Grammar, and We are sure that it will be useful to the teachers of English and the students also. 

Sunday, May 12, 2013

ધોરણ 10 માટે લેટર રાઈટીંગ અને ડીગ્રીના પી.પી.ટી

શ્રી દિપકભાઈ પરીખ ( આચાર્યશ્રી - બરોડા) દ્વારા ધોરણ 10 અંગ્રેજી વિષયના ખૂબજ ઉપયોગી કુલ 8 પ્રશ્નપત્રો મળેલ છે. તથા ધોરણ 10 માટે લેટર રાઈટીંગ અને ડીગ્રીના પી.પી.ટી મળેલ છે. જે નીચેની લિંક પર ક્લીક કરવાથી ઓપન થશે.


     Letter Writing Std 10 English


     Degree Std 10 English

    Wednesday, May 8, 2013

    ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ - ચૂંટણી અંગેનો કાર્યક્રમ

    શિક્ષણ બિભાગ - જાહેરનામું ( ચૂંટણી અંતર્ગત )


    ફિક્સ પગાર સુપ્રિમ કોર્ટ કેસની મુદત પડી છે. આગામી મુદત તારીખ  ૦૪/૦૭/૨૦૧૩ છે. મારા મત મુજબ કેસનું જજમેન્ટ આવતાં ઓછામાં ઓછા  છ ( ૬ માસ ) લાગી શકે છે.  


    Saturday, May 4, 2013

    માર્ચ ૨૦૧૩ માં લેવાયેલ ધોરણ - 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ

    માર્ચ ૨૦૧૩ માં લેવાયેલ ધોરણ - 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ તા.  13/05/2013 ના રોજ બોર્ડની વેબસાઈટ  www.gseb.org   તથા અન્ય વેબસાઈટ  www.gipl.net તથા www.indiaresult.com 
    પર  જોવા મળશે. વિજ્ઞાન પ્રવાહની શાળાઓને તેમની શાળાનું પરિણામ જિલ્લાના નિયત કરેલ વિતરણ સ્થળોએ તા.  18/05/2013 ના રોજ સવારના 9-00 કલાકથી સાંજના 4-00 કલાક સુધી મળશે. 



    Saturday, April 27, 2013

    મિત્રો આજથી ત્રણ દાયકા પહેલાંનો વિદ્યાર્થી - ફાટેલી થીગડા વાળી ચડ્ડી સુતરાઉ કાપડની કે ખાતરની થેલીની બેગ કે સામાન્ય કોથળી વાળુ દફ્તર તેમાં દેશી હિસાબ, બે-એક પુસ્તકો, સ્લેટ અને પેન.
    પ્રાથમિક શાળામાં નોટબુક ભાગ્યે જ વપરાતી. રૂટીન કામ સ્લેટમાં જ થતું.
    આજે વિદ્યાર્થીઓ  પ્રશ્ન કરે છે: સર, સ્લેટ એટલે શું?”
    સ્લેટ એટલે લાકડાની ફ્રેમમાં જડેલો કાળા પથ્થરનો સપાટ , “flat piece”. તેની બંને બાજુની લીસી સપાટી પર તમે માટીની પેન વડે લખી શકો. સાઈઝ આશરે આઠ ઈંચ બાય દસ-બાર ઈંચ.
    ત્રણ દાયકા પહેલા સ્કૂલે જતા પહેલા વિદ્યાર્થીઓ ઘરના કંપાઉંડમાં પેનને અણી કાઢવા દોડતા. ક્યારાને કિનારે ગોઠવેલી ઈંટોની કરકરી સપાટી પર સંભાળીને પેનને ઘસતા. અણીદારબનાવતા. તે અણી જળવાઈ રહે તે માટે ક્યારાની ભીની માટીમાં પેનને હળવેથી ફેરવીએ અને પાક્કીકરીએ. બસ, “મોતીના દાણાજેવા સુંદર અક્ષર લખવા માટે પેન તૈયાર કરતા.  

    સ્કૂલમાં સ્લેટ-પેન એજ સર્વસ્વ. ગુજરાતીના પાઠ હોય, ગણિતના દાખલા કે આંક કે વિજ્ઞાનના જવાબ .... બધું કામ સ્લેટ પર કરો. કામ કરો, શીખી લો; ભીના કપડાથી ભૂસી નાખો.
    ભીની સ્લેટ સૂકવવા થોડી રમત કરી લો .... ભીની સ્લેટને હાથમાં પકડી હલાવતા રહો અને ગાતા જાવ:
    ચકી ચકી પાણી પી .... બે પૈસાનો બરફ લાવ ...
    ચકી પાણી પી જાય(!) અને સ્લેટ નવા કામ માટે કોરીકટ તૈયાર!

    ઘડિયા જ્ઞાન ૩૦ એકા સુધીના ઘડિયા તો મોઢેજ હોય. શિક્ષક પ્રત્યે આદર-પ્રેમ.કુદરતી વાતારણમાં પ્રાયોગિક જ્ઞાન. કોઈ કેલ્ક્યુલેટર કે કમ્પ્યૂટર નહી છતાં વ્યવહારૂ કોયડા પલવારમાં ઉકેલાય.

    આજના નાનકડા ભૂલકાઓને ઈન્ફર્મેશન એજમાં માહિતીના ભાર નીચે દબાયેલા જોઈને વેદના થાય છે. આપણે તેમના બાળપણને કચડી નાખ્યું છે. ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી ચાર-પાંચ-સાત વિષયો; ઘડિયા દસ એકાથી આગળ આવડે નહી જ. સાદા સરવાળા માટે પણ પરાવલંબી. દરેક વિષયના એક-બે પુસ્તકો, ગાઈડો- વ્યાયામ વિષયની પણ વસાવે અને વળી વ્યાયામ વિષયના પણ ટ્યુશનના પાંચ હજાર આપતાં વાલી આનંદ અનુભવે. ધોરણ 1 થી જ ચશ્માના નંબરતો ખરાજ.  કંપાસમાં ચાર પાંચ પેન. દરેક વિષયની ક્લાસવર્ક અને હોમવર્ક અલગ નોટબુકસ ...કેટલીતો પોથીઓ(ચિત્રપોથી-નક્શાપોથી-ગ્રાફપોથી વગેરે વગેરે) આપણે બાળકોને બોજાથી બેવડ કરી દીધાં છે. આપણે બુક્સ-નોટબુક્સમાં માહિતી ઠાંસી ઠાંસીને ભરી દીધી, તેમાં જ્ઞાન તો તલભારનું જ! આજનો કોલેજનો વિદ્યાર્થી બેંકમાં જતાં ગભરાય છે.મીટરને ફૂટમાં ફેરવતાં કે લાકડાનું ઘનફૂટ શોધતાં તેના મોતિયા મરી જાય છે.ઘરની ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય છે તે ગણવું તેના માટે લોઢાના ચણા ચાવવા બરાબર છે. માતૃભાષામાં ૧૦૦ માંથી ૧૦ થી નીચે આવે છે. અંગ્રેજી બોલતાં આવડતું નથી. રાષ્ટ્રભાષા હિન્દી તો હવે નાશપ્રાય થઈ છે. ભારેખમ ગણિત પચાવવા દાખલા ગોખતો થયો છે.ગણિત વાંચતો જોવા મળે છે ત્યારે આજના બાળક પર દયા આવે છે.આજના બારમાનો કે ગુજરાતી વિષય સાથે MA થયેલ વિદ્યાર્થી વંદેમાતરમના ગાનમાં કે બારાખડી(કક્કો) માં પણ લોચા મારે છે.આજે   બાળકને આપણે શું આપીએ છીએ?
    ભાર વગરનું ભણતર કે જીવનને રગડોળી નાખવાનું ભણતર.

    EL calculation sheet

    Thursday, April 18, 2013

    Article - Conjuctions and many more



    Dipakbhai V.Parikh. (MA, MEd., MA, CIDTT(C.I.E.)
    Principal, Vakal Vidyalaya, Refinary Road, Bajuwa. TA. & Dist. Baroda દ્વારા તૈયાર થયેલ અંગ્રેજી વિષયના પ્રેઝન્ટેશન અહી મૂકેલા છે શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થીઓ માટે તે ખૂબજ ઉપયોગી થઈ પડશે. સુંદર પ્રેઝન્ટેશન તૈયાર કરવા બદલ શ્રી દિપકભાઈને ખૂબ ખૂબ અબિનંદન. 










    Monday, April 15, 2013

    મિત્રો 
    હવે આપણે સૌ ( RTI ACT )માહિતી અધિકાર કાયદાનો ઉપયોગ ઓનલાઈન કરી આપણી અરજી સરળતાથી સબમીટ કરાવી શકીએ છીએ. નીચે આપેલી લિંક પર જઈ નવું રજિસ્ટ્રેશન કરી આપનું એકાઉન્ટ બનાવો. ત્યારબાદ આપ આપની અરજી ઓનલાઈન જમા કરાવી શક્શો. ફી નેટબેન્કીગ દ્વાર કે ડેબીટ-ક્રેડીટ કાર્ડથી ભરી શકાય છે. હાલ એકજ ડીપાર્ટમેન્ટ સામેલ છે.નજીકના સમયમાં મોટાભાગના  ડીપાર્ટમેન્ટ  સામેલ થઈ જશે.  

    direct indirect