ફિક્સ પગારમાં પિસાતો કર્મયોગી
આજની મોંઘવારીમાં સહાયક મિત્રો પગાર વધારાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.અને તેમની વાત પણ સાચી છે. ગુજરાતની ભાજપ સરકાર ફિક્સ પગારના કર્મયોગીઓ માટે વેતનમાં વધારો આજે કરશે કરશે કરશે તથા અજમાયશી સમયગાળામાં ઘટાડો કરશે. તેવી ચર્ચા પૂરા દિવસ દરમ્યાન રહી. તારીખ ૩ ના રોજ જાહેરાત થઈ કે શિક્ષક મૃત્યુ પામશે તો ૧ લાખ મળશે.
આજે જ્યારે સહાયકને જીવતા ફૂલ પગારની જરૂર છે તેમાં વધારો થતો નથી અને મર્યા બાદ ૧ લાખ મળશે. તે સમાચાર જાણી આનંદ સાથે આઘાત લાગ્યો.
આજે ચૂંટણી આચારસંહિતા જાહેર થઈ છે. હવે મિત્રો કોઈ જાહેરાત થાય તેવી શક્યતા જણાતી નથી.
કદાચ ગઈકાલે આચારસંહિતાના આગલા દિવસે જાણવા મળયા સમાચાર મુજબ સરકારે ૧૫૦૦ જેટલી ફાઈલો ક્લીયર કરી છે. આશા રાખીએ કે તેમાં ફિક્સ પગારમાં વધારાની તથા નોકરી સમયગાળાની ફાઈલ ક્લીયર થઈ હોય.
આજે જ્યારે મોંઘવારી ચરમસીમા એ છે ત્યારે ફિક્સ વેતનમાં વધારો કરવો એ સરકારની નૈતિક ફરજ છે. એક શાળામાં એક શિક્ષક ૪૦૦૦૦ થી ૫૦૦૦૦ પગાર મેળવે છે જ્યારે તે જ શાળામાં અન્ય શિક્ષક ૫૩૦૦ જેટલો ફિક્સ પગાર મેળવે છે. બંને એકજ બઝારમાંથી ખરીદી કરે છે. ગુજરાતમાં એવું કોઈ બજાર બન્યુ નથી કે જેમાં ૫૩૦૦ રૂ. પગારવાળા ફિક્સ પગારદાર વાળા કર્મચારીની ખરીદી સસ્તી હોય. દૂધ - ઘી - તેલ કે અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ બધા માટે સરખા ભાવે મળે છે.
ફિક્સ પગારવાળા કર્મચારીઓની પત્ની - પતિ કે બાળકો માટે ફિક્સ આહાર આપીએ તો શું તે તંદુરસ્ત રહી શક્શે ? આજે દવાખાનામાં દાક્તરની કેસ ફી પણ ૨૫૦ રૂપિયાથી ઓછી નથી ત્યારે ૧૦૦ થી ૩૦૦ રૂ. મેડિકલ એ મૂછમાં હાસ્ય ફેલાવે છે.
સુપ્રભાત,
ReplyDelete"આ મારો 'તંગ પાલવ' એટલે ગૌરવથી અંકિત છે,
કે ફૂલો નહીં મળ્યાં તો પાંખડીઓ લાવ્યો છું અવસર પર."
ઉપરની પંક્તિઓને તમારા બ્લોગ મારફત ચરિતાર્થ થતાં જોઇએ છીએ. 'ફિક્સ' શબ્દ વાંચવો કે સાંભળવો એ પણ એક પીડા અને લ્હાવો લેવાની વાત છે. આપના બ્લોગમાં સહાયકોની મુશ્કેલીઓને યથોચિત સ્થાન મળતું રહે છે, વાચા મળે છે જેનો આનંદ થાય છે, દિલાસો મળે છે. પરિવાર કુટુંબમાં અજાણ પણ 'ફિક્સ' શબ્દને બરોબરથી જાણે છે, જણાવે છે.
ધન્યવાદ..!