Tuesday, March 4, 2014

કેજરીવાલ ગુજરાતમાં કરશે મોટો ધડાકો?

કેજરીવાલ ગુજરાતમાં કરશે મોટો ધડાકો? 

અમદાવાદ,4 માર્ચ   sandesh

આમ આદમી પાર્ટીનાં અરવિંદ કેજરીવાલ આવતીકાલે અમદાવાદની મુલાકાત લેનાર છે. ગુજરાતનાં મુખ્યમંત્રી અને ભાજપનાં સંભવિત ઉમેદવાર નરેન્દ્ર મોદી અને કોંગ્રેસને જોરદાર ટક્કર આપવાનાં ઉદ્દેશય સાથે પોતાનાં પક્ષ આપનાં સંગઠનને મજબુત કરવાનાં ઇરાદે તેઓ ચાર દિવસની ગુજરાતની સંભવિત મુલાકાત લેશે.

ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીનાં અરવિંદ કેજરીવાલ આવતીકાલે 5મી માર્ચે અમદાવાદની મુલાકાત લેવાનાં છે. 5મી માર્ચથી 8મી માર્ચ સુધી તેઓ અમદાવાદ ઉપરાંત જામનગર,બેચરાજી અને ગુજરાતનાં અલગવિધ શહેરોમાં ફરી આમ આદમી પાર્ટીનો પાયો મજબુત કરશે. પરંતુ હજી સુધી એ અંગે રહસ્ય અકબંધ રાખવામાં આવ્યું છે કે અરવિંદ કેજરીવાલનાં ગુજરાત ભ્રમણનાં કાર્યક્રમ દરમ્યાન તેઓ કયા-કયા સ્થળે મુલાકાત લેશે અને કઇ-કઇ જાહેરાતો કરશે તે અંગે પક્ષ દ્રારા પણ મૌન સેવવાંમાં આવી રહ્યું છે. પ્રેસ કોન્ફરન્સમાં પણ કોઇ જ તેમનાં કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી નથી. 

નોંધનીય છે કે ગુજરાતની હાલની જે વિકાસની પરિસ્થિતી છે તેનાં ઉપલક્ષ્યમાં ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસનાં દાવાઓને પોકળ સાબિત કરવાં ઘણા બધાં આયોજનો થઇ ચુકયા છે. આમ આદમી પાર્ટી તરફથી મોટા કદનાં કાર્યક્રમોનું પણ આયોજન થઇ ચુકયું છે પરંતુ હજી સુધી તે રહસ્યનો વિષય છે.કોઇ પણ જગ્યાએ અથવા તો કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સમાં કે આમ આદમી પાર્ટીનાં દિગ્ગજ કાર્યકરો દ્રારા પણ કોઇ જ મહત્વની કેજરીવાલ ગુજરાત ભ્રમણની જાહેરાત કરવામાં આવી નથી. 

વધુમાં આ જોતા એવું લાગી રહ્યું છે કે આવનારા ચાર દિવસોમાં કેજરીવાલ પોતાનાં પક્ષ આમ આદમી પાર્ટીને મજબુત કરવાનાં ઇરાદે અને ભાજપ અને કોંગ્રેસને ધોબીપછાડ આપવાની કોઇ રણનીતિ નો ધડાકો કરશે તે નિશ્ચિત બાબત છે.



No comments:

Post a Comment