Saturday, March 15, 2014

ધોરણ 10 વિજ્ઞાન અને ટેક્નોલોજીના પ્રશ્નપત્રના પાર્ટ A એ વિદ્યાર્થીઓને રડાવ્યા.


ધોરણ 10 વિજ્ઞાન અને ટેક્નોલોજીના પ્રશ્નપત્રના પાર્ટ A  એ  વિદ્યાર્થીઓને રડાવ્યા. 


આજે ધોરણ 10 વિજ્ઞાન અને ટેક્નોલોજીના પ્રશ્નપત્રના પાર્ટ A  વિદ્યાર્થીઓ માટે ખૂબજ અઘરો સાબિત થયો.  મોટાભાગના પ્રશ્નો હાયર ઓર્ડર થિકીંગ આધારિત રહ્યા. 

સામાન્ય રીતે પ્રશ્નપત્રમાં ૧૦ થી ૧૫ ગુણના પ્રશ્નો હાયર ઓર્ડર થિંકીગના હોય તે વ્યાજબી છે. પરંતુ  ૧  કલાકના સમય મર્યાદામાં ૫૦ ગુણના હેતુલક્ષી પ્રશ્નો  વિદ્યાર્થીઓ પૂરા કરી શકે તે પણ ધ્યાનમાં લેવું જોઈએ. 

પ્રશ્નપત્ર રચનામાં  જ્ઞાન - સમજ - ઉપયોગ અને કૌશલ્યોના પ્રશ્નો તથા સરળ-મધ્યમ-કઠીન પ્રશ્નોની ટકાવારી પણ ધ્યાનમાં લેવામાં આવી નથી તેવું જોવા મળ્યું. કુમળી વયના બાળકો પાર્ટ એ ના પ્રશ્નો જોઈને હતાશા અનુભવી હશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.  
આજના પ્રશ્નપત્રના પાર્ટ એ માં બ્લ્યુ પ્રિન્ટને ઠોકર મારી પેપરસેટરે પોતે હોશિયાર છે તેના દર્શન કરાવ્યા હોય તેવું અનુભવ્યું.પેપરસેટર પોતાની ડહાપણના દર્શન કરાવવા ભલે સફળ રહ્યા હોય પરંતુ સારસ્વત મિત્રોએ એ પણ સમજવું જોઈએ કે  ગ્રામ્યકક્ષાના તેમજ શહેરી કક્ષાના બાળકોનું લેવલ એક સરખું હોતું નથી. 

પેપરસેટરે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે વિદ્યાર્થી વધુમાં વધું લખતો થાય - વિધ્યાર્થી લખવાનું જ બંધ કરી દે અને ડિપ્રેસ થઈ જાય તેવું પેપર કાઢવાથી પેપર સેટર બુધ્ધિવાન સાબિત થતો નથી. 

જરા વિચારો -

એક બાજુ સંખ્યાના અભાવે ફાજલ થતો શિક્ષક ફાજલ ન કરવા બૂમબરાડા પાડે છે તો બીજી બાજુ પેપર હાર્ડ કાઢી કેમ વિદ્યાર્થીઓને નાપાસ કરવાની પ્રવૃતિને વેગ આપે છે ? કેમ ધોરણ ૧૧ ના વર્ગા બંધ થાય તેમાં તેને આનંદ આવે છે ?

ધોરણ ૧૦ ના ગણિત - વિજ્ઞાનના  જ પ્રશ્નપત્રો કેમ હાર્ડ કાઢવામાં આવે છે ?

પ્રશ્નપત્ર સેટરે પરીક્ષામાં પોતાની હોશિયારીના દર્શન કરાવવાના હોય છે કે વિદ્યાર્થી વધુમાં વધું લખતો થાય તેના દર્શન કરાવવાના હોય ?

ગુજરાતી - અંગ્રેજી - સંસ્કૃત જેવા ભાષાના વિષયોમાં પણ વ્યાકરણ કઠિન કાઢી વિદ્યાર્થીઓને રડાવી શકાય છે પરંતુ આજ સુધી ગુજરાતીના પ્રશ્નપત્રએ વિધ્યાર્થીઓને રડાવ્યા નથી. 

ધન્યવાદ છે એવા શિક્ષકોને કે જે વિધ્યાર્થીની કસોટી માટે પેપર કાઢે છે - શિક્ષકો માટે નહિ. 




11 comments:

  1. જે ધો ૧૦ વિજ્ઞાન અને ટેકનોલોજીનું પેપરના Part-A માં આજે વિદ્યાર્થીઓને રડાવયા જ નહી ધોઈ નાખ્યા. મને એ ખબર નથી પડતી આ પેપર વિદ્યાર્થીનું હતુ કે વિજ્ઞાનશિક્ષકની TAT પરીક્ષાનું ? આટલુ અધરુ કાઠીને પેપરસેટર શું સિદ્ધ કરવા માગે છે ? બ્લુપ્રિન્ટ અનુસાર 35 ગૂણનું સરળ, 10 ગુણનું કઠિન અને 5 ગુણનું કઠીન અનુસાર પેપર સેટ કરવાનું હોય છે. પેપરસેટરે ગ્રામ્યકક્ષા અને જેમને ધો-૧૧માં વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લેવાનુ નથી તેવા વિદ્યાર્થીઓને નિરાશ કરી પેપરસેટરે વિકૃત આનંદ લઈ નિરાશ કર્યા. લાખો વિદ્યાર્થીઓને નિરાશ કરનાર આવા પેપર સેટરને તેની બૌધ્ધિકતા સાબિત કરવા બિરદાવીએ. પણ આ પેપરસેટર કદાચ શિક્ષક નહિ જ હોય.આ પેપરસેટર એ વસ્તુ યાદ રાખવી જોઈએ આ પરિક્ષા કુમળા માનસ ધરાવતા વિદ્યાર્થીની છે નહિ તેને ભણાવતા શિક્ષક માટેની TAT પરિક્ષા ......... ચાલો તેને જે ગમ્યું તે ખરુ ભગવાન સદબુદ્ધિ આપે અને ફરી આવી ભુલનું પુનરાવર્તન ના કરે.......... એ વાતનો આનંદ છે Part-B સરળ ગણાય તેવો હતો

    ReplyDelete
    Replies
    1. MITRO EK SATHE GANA SATHE BETHELA VIDHYATHIONE SAMAN RAHESE AA MODE PAN VIDHYARTHIO NO MODE AVASY TODYO CHHE AA PAPER SATTERE

      Delete
  2. પેપરસેટર પોતાની જાતને મહાન સમજતો હોય તેમ લાગે છે.બીજું એ કે તેના કોઈ બાળકને હવે s.s.c.ની પરીક્ષા આપવાની નહીં હોય. આવા પેપરસેટરને બોર્ડે શિક્ષાત્મક કાર્યવાહી કરવી જોઈએ.જેથી ભાવિષ્યમાં બીજા કોઈ પેપરસેટર આવી હિમ્મત ના કરે.

    ReplyDelete
  3. શિક્ષકો પણ પેપર ભરે તો ખબર પડે ?
    એકંદરે MCQ પ્રકારના પ્રશ્નો ટફ હતા
    તમે ખરેખર બરાબર કોમેન્ટ કરી છે .

    ReplyDelete
  4. મિત્રો કોઇ શહેરી શિક્ષક જણાય છે. કદાચ પોતાના ટ્યુશન ક્લાસમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો કરવા માટે આવુ કર્યુ લાગે છે.ગ્રામ્ય વિસ્તારની શાળાના વિદ્યાર્થીઓ પ્રત્યે લાગણી ક્યાંથી હોય. જો તેમનામાં લાગણી જેવું હોતતો આવા વિદ્યાર્થીઓની ર્દષ્ટીએ પોતાની જાતને મૂકીને વિચાર્યુ હોત. પરંતુ અફસોસ આ ભાઇ પણ આપણા દેશના નેતાઓ જેવા જણાય છે ખુરશી માટે ગમે તે કરી છુટે........

    ReplyDelete
  5. GATRAD HIGHSCHOOL TA. DASKROI DIS. AHMEDABAD

    gramya kaxa na students mate part- A khub j aghro hato jeni results par gambhir asar padse

    ReplyDelete
  6. ટાટ સાયંસનું પેપર હતું. જે દસમાં માં પૂછયું. પેપર સેટર સાહેબનું આ પેપર સિક્ષકોનિ કસોટી કરીલે તેવું હતું. જીતુભાઈ આ પેપરના પાર્ટ એ નું સોલ્યુશન મુકો. દરરોજ પેપર પૂરું થયા બાદ તેને પાર્ટ એ નો ઉકેલ મુકો તો સારું. હું english નું ઉકેલ બપોરે મોકલી આપીશ. તમે મુકજો. દરેકને ધ્યાનમાં રાખવા જોઈએ.

    ReplyDelete
  7. Paper ma prashno 33 percent to eva hova joie ke samanya vidhyarthi ne pan aavde j.

    ReplyDelete
  8. Su karva board aava paper setro nee bolave chhe jene blue print ni khaber na hoy

    ReplyDelete