ધનતેરસથી દિવાળી દરમ્યાન શિક્ષણમંત્રી દ્વારા કર્મચારીઓના લાભ - આનંદની કોઈ જાહેરાત થાય તેવી શક્યતા વિચારીએ તો ખોટુ નથી.
Thursday, October 31, 2013
Guideline For Better Work
શ્રી બાબુભાઈએ ધોરણ - 10 અને 12 ના ઓનલાઈન ફોર્મ ભરતી વખતે પ્રિન્સીપલ એપ્રુવલ આપવાની સમજ આપતો વિડીયો તૈયાર કરેલ છે. વિડીયો નિહાળવા નીચેની લિંક પર ક્લીક કરશો. આ અગાઉ શ્રી બાબુભાઈએ ઓનલાઈન ફોર્મ ભરવા માટેની સમજ આપતો તથા ફોટો સહી ૨૦ કે.બી થી નાના બનાવવાના સરસ વિડીયો બનાવેલા હતા જે આપણે આ બ્લોગ પર સારસ્વત મિત્રોના ઉપયોગ માટે મૂકેલા હતા.
સુપ્રિમ કોર્ટ ફિક્સ પગાર કેસ સ્ટેટસ આગામી તારીખ ૧૨/૧૧/૨૦૧૩
આ અગાઉ આ જ બ્લોગ ઉપર ધ્યાન દોરવામાં આવેલ હતુ કે કેસનું જજમેંટ આવતા ૩ થી ૪ માસ ઓછામાં ઓછા લાગશે. મિત્રો આગામી ૧૨/૧૧/૨૦૧૩ ના રોજ પણ નવી તારીખ જાણવા તૈયાર રહેજો.એના પછી પણ ... એના પછી પણ ..... એના પછી પણ ..... એના પછી પણ તારીખ જાણવા તૈયાર રહેજો.

Tuesday, October 29, 2013
બનાસકાંઠા જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ ના પ્રમુખશ્રી ઈલિયાસભાઈ સિંધી
તરફથી બનાસ ગંગા શિક્ષણ - ઓગષ્ટ ૨૦૧૧ અંક મળ્યો. સારસ્વત મિત્રો માટે અત્રે
તે અપલોડ કરેલ છે. પાન નંબર 4 પર નિવૃત શિક્ષક શ્રી રમણિકભાઈ રાવલ
પ્રસિધ્ધ વંત્યાક અને નવી શૈક્ષણિક સંસ્થાઓ લેખ વાંચી ચિંતન અને ચિંતા કરવાની જરૂર છે.
બનાસગંગા શિક્ષણ - ડિસેમ્બર ૨૦૧૧ અંક
બનાસગંગા શિક્ષણ - ઓગષ્ટ ૨૦૧૧ અંક ( બનાસકાંઠા જિ.મા.શિ.સંઘ મુખપત્ર)
બનાસગંગા શિક્ષણ - જુલાઈ ૨૦૧૧ અંક
બનાસગંગા શિક્ષણ - ડિસેમ્બર ૨૦૧૧ અંક
બનાસગંગા શિક્ષણ - ઓગષ્ટ ૨૦૧૧ અંક ( બનાસકાંઠા જિ.મા.શિ.સંઘ મુખપત્ર)
બનાસગંગા શિક્ષણ - જુલાઈ ૨૦૧૧ અંક
Monday, October 28, 2013
ચિંતા અને ચિંતન
મિત્રો - પાંચ વર્ષ સુધી અસહ્ય મોઘવારીના જમાનામાં પેટે પાટા બાંધીને ફિક્સ પગારમાં કુટુંબનું ભરણપોષણ કરી જ્યારે કર્મચારી ફૂલ પગારમાં આવે છે ત્યારે કે પછી પોતાના હકના જી.પી.એફના નાણા ખરા જરૂરિયાતવાળા પ્રસંગે જરૂર હોય ત્યારે ફૂલ પગારની ફાઈલો ક્લીયર કરવા અને જી.પી.એફનો ઉપાડનો ચેક તૈયાર કરવા જાણીજોઈને નાણાની રોકડી કરવા ( પૈસા પડાવવા ) કચેરીમાં લાગતા વળગતા દલાલો કે ક્લાર્ક - અધિકારીઓ દ્વારા દબાવી રાખવામાં આવે છે અને ફાઈલ ક્લીયર કરાવવા નાણા માંગવામાં આવે છે. જો પૈસા આપવામાં ન આવે તો જાણીજોઈને ક્વેરી કાઢી ફાઈલ વિલંબમાં નાખે છે. ફાઈલ વિલંબમાં પડવાના કારણે ચાણક્યના લેબલવાળા સ્વાર્થી શિક્ષકો દોડતા આવા લેભાગુ તત્વોના ઘૂંટણિયે પડી સામે ચાલીને નાણા કોઠળી ખુલ્લી મૂકે છે અને પાછા વર્ગખંડમાં નિતીના પાઠો - ભષ્ટ્રાચાર કરવો જોઈએ નહિ અને ભષ્ટાચાર કરનારને રોકવો જોઈએ તેવી મીઠી મધુરી વાતો કરે છે.
મિત્રો - આવા ઓફિસોમાં પૈસા માંગતા ચહેરાઓ ખરેખર ડરપોક હોય છે. આવા ચહેરાઓના ઘૂંટણિયે પડવાની કોઈજ જરુર નથી. જરૂર છે આવા લેભાગુ તત્વોને ખુલ્લા પાડવા એંટી કરપ્શન બ્યુરોમાં ધ્યાન દોરી છટકું ગોઠવવાની. બજારમાં ખૂબજ નાના બટન ટાઈપના કેમેરા આવે છે. આવા ટેક્નોલોજીના સાધનોનો ઉપયોગ કરી આવા લેભાગુ તત્વોના ભષ્ટાચારની ડીમાન્ડનું રેકોર્ડીગ કરી ખુલ્લા કરવાનું અભિયાન ચાલુ કરો. રડતા રડતા - રેંગતા રેંગતા આવા ભષ્ટાચારી ક્લાર્ક કે લાગતા વળગતા અધિકારી તમારા ઘૂંટણિયે ના પડે તો કહે જો મને ?
ચાણક્યની વાતો કરવાથી ચાલશે નહિ. ખરેખર ચાણક્ય બનવાની જરૂર છે. એક વાત જીવનમાં બરાબર યાદ રાખજો - સત્યવાન હેરાન થઈ શકે છે પરંતુ હારતો નથી.લાંબા સમયે પણ એની જીતજ થાય છે.
આ સ્ટોરી વિશે આપના વિચારો કોમેંટ્સમાં આવકાર્ય છે.
Friday, October 18, 2013
ડી.એ માં ૧૦ % નો વધારો જ
ગુજરાત સરકારે આજ રોજ ડી.એ માં ૧૦ % નો વધારો જાહેર કરેલ છે. તા. ૦૧/૦૭/૨૦૧૩ થી ૯૦ % મુજબ ડી.એ મળશે. પરિપત્ર માટે નીચે ક્લીક કરો.
Thursday, October 17, 2013
Tuesday, October 15, 2013
Sunday, October 13, 2013
Pension Scheme
NOTIFICATION OF VARDHIT PENSION SCHEME
VARDHIT PENSION SCHEME - CIRCULAR 1 VARDHIT PENSION SCHEME - CIRCULAR 6
VARDHIT PENSION SCHEME - CIRCULAR 2 VARDHIT PENSION SCHEME - CIRCULAR 7
VARDHIT PENSION SCHEME - CIRCULAR 3 VARDHIT PENSION SCHEME - CIRCULAR 8
VARDHIT PENSION SCHEME - CIRCULAR 4 VARDHIT PENSION SCHEME - CIRCULAR 9
VARDHIT PENSION SCHEME - CIRCULAR 5 VARDHIT PENSION SCHEME - CIRCULAR 10

Saturday, October 12, 2013
સોસા દિનેશકુમાર - શાહ એમ.
એમ હાઈસ્કૂલ - કોડીનાર દ્વારા પગાર અંતર્ગત એક્સેલ સીટ બનાવેલ છે .તે ડાઉનલોડ કરવા નીચે લિંક ઉપર ક્લીક કરો. ફોંટ તથા એક્સેલ સીટ બંનેની લિંક આપેલ છે.
If You Problem To Read Then Download Font Terafont Chandani From Following Link
શ્રી દિનેશભાઈના બ્લોગની મુલાકાત લેવા http://www.sosadinesh.blogspot.in પર ક્લીક કરો.
વિદ્યાર્થીને પ્રથમ પરીક્ષા એટલે કે SA માં નાપાસ થાય એટલે કે ૩૩ ગુણ થી ઓછા આવે તો શું કરવું ?
ઘણા શિક્ષક મિત્રો પૂછે છે કે વિદ્યાર્થીને પ્રથમ પરીક્ષા એટલે કે SA માં નાપાસ થાય એટલે કે ૩૩ ગુણ થી ઓછા આવે તો શું કરવું ?
મિત્રો - વિદ્યાર્થી ધારોકે ૧૦૦ ગુણના પ્રશ્નપત્રમાં ૩૩ ગુણ લાવી શકે નહિ તો તેવા
વિદ્યાર્થી
નું ઉપચારાત્મક કાર્ય કરી ફરી પરીક્ષા લેવી અને બંને પરીક્ષામાંથી વધુ ગુણ ધ્યાનમાં લેવા.
માનીલો કે પ્રથમ પરીક્ષામાં ૧૦૦ માંથી ગણિતના પ્રશ્નપત્રમાં ૧૮ ગુણ આવે છે. તો રેમેડીયલ ટીચીંગ કરી ફરી ૧૦૦ ગુણની પરીક્ષા લેતાં ૨૧ ગુણ આવે તો તેના SA-1 ના ગુણ ૨૧ ધ્યાનમાં લેવા .વિદ્યાર્થી ફરી પરીક્ષા લેતાં ફરજિયાત ૩૩ ગુણ લાવે તે જરુરી નથી. FA1 + FA2 + SA1 + FA3 + FA4 + SA2 ના કુલ ૩૦ માંથી ૧૦ ગુણ ફરજિયાત થાયતો વિદ્યાર્થી પાસ થાય ૧૦ થી ઓછા ગુણ હશે તો વિદ્યાર્થી બોર્ડમાં નાપાસ ગણાશે.

ટૂંકમાં દરેક FA તથા દરેક SA માં ફરજિયાત પાસ થાય જ તે જરુરી નથી. FA તથા SA માં પ્રથમ વખતે ૩૩ ટકા ગુણ ન મેળવે તો ફરી FA તથા SA કરવું અને બંનેમાંથી વધુ ગુણ ધ્યાનમાં લેવા. આવી સમજ અમને અમારી તાલીમ તથા આચાર્યશ્રીએ માર્ગદર્શન આપેલ છે.
ગોંડલિયા પુરણભાઈ ( આશિ.શિક્ષક - ધરમપુર પ્રાથમિક શાળા - પોરબંદર ) દ્વારા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ખૂબજ ઉપયોગી પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવેલા છે. તાજેતરમાં શ્રી પૂરણભાઈએ ભારતના રાજ્યોનો પરિચય વિષય અંતર્ગત ખૂબજ ઉપયોગી
પ્રેઝન્ટેશન
બનાવેલ છે. અગાઉ તેમણે રાષ્ટ્રના ઘડવૈયા - પ્રસિધ્ધ મહિલાઓ - ગુજરાતના મુખ્યમંત્રીશ્રીઓ - અતિવૃષ્ટિ - ધરતીકંપ - ભાષા શિક્ષણ જેવા ધોરણ - ૧ થી ૮ ના વિષયોના એકમોને લગતા ઉપયોગી
પ્રેઝન્ટેશન
બનાવેલ છે.
તેમનો બ્લોગ માહિતીથી ભરપૂર છે. સારસ્વત મિત્રો તેમના બ્લોગની મુલાકાત લેશો તો અવશ્ય નવી માહિતી જાણવા મળશે.
Wednesday, October 9, 2013
વિદ્યાસહાયક ભરતી પ્રતિક્ષાયાદી જોવા તથા કોલ લેટર મેળવવા અહિ નીચે ક્લીક કરો.
http://vidyasahayakgujarat.org/vsahayak2012/default.aspx
કોલ લેટર માટે અહિ ક્લીક કરો.
Useful excel sheet
નોંધ - એક્સેલ ૨૦૦૩ માં useful excel સીટ ઓપન કરતી વખતે enable macro પર ક્લીક કરવી. મેક્રો રન ન થાય તો toolsmenu --- macro--security--medium કરી સેવ કરી ફાઈલ બંધ કરી ફરી ફાઈલ ઓપન કરવી ત્યારે enable macro પર ક્લીક કરવું.
આજના ગુજરાત સમાચાર ન્યૂઝપેપરમાંમાં સમાચાર છે કે -

એક ચોરે દુકાનમાંથી ડુંગળીની ચોરી કરી - વાઈબ્રન્ટ ગુજરાતના આ સમાચાર વિશે આપનું મંતવ્ય જણાવો.
એક ચોરે દુકાનમાંથી ડુંગળીની ચોરી કરી આ અંતર્ગત આપના વિચારો કોમેંટસમાં જણાવો.
Sunday, October 6, 2013
Friday, October 4, 2013
માધ્યમિક - ઉચ્ચત્તર તથા આચાર્ય સંઘ માટે લડાયક મુદ્દાઓ
1. ફાજલનું રક્ષણ
2. ૩૦૦ રૂપિયા મેડીકલ
૩. શિક્ષકો તથા આચાર્યની ભરતી શરૂ કરાવવી
4. પરિણામ આધારિત ગ્રાન્ટ નો વિરોધ
5. શિક્ષણ સહાયકને CPF માંથી GPF
6. DEO ઓફિસોમાં થતો ભષ્ટાચાર રોકાવવો.
7. નોનગ્રાંટેબલ સંસ્થા પર અંકુશ
8. શિક્ષણ સહાયકની 5 વર્ષની નોકરી સળંગ ગણી 9 વર્ષે ઉચ્ચત્તર પગાર ધોરણ
આજનો કોયડો
એક રૂમમાં 7 બલ્બ છે. દરેક બલ્બને સ્વતંત્ર સ્વીચ છે. રૂમને કેટલી રીતે પ્રકાશિત કરી શકાય ?
જવાબ કોમેંટ્સમાં આવકાર્ય છે.
ધોરણ 10 ઓનલાઈન ફોર્મ ભરવા અંતર્ગત બાયસેગ પ્રોગ્રામ અંતર્ગત

Thursday, October 3, 2013
ધો 10ના વિદ્યાર્થીઓના ઓનલાઈન ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીઓના ફોટા તથા સહી કટીગનો excel
ઓક્ટોબર માસમાં રેગ્યુલર તથા રીપીટર વિદ્યાર્થીઓના ધોરણ ૧૦ ના પરીક્ષાના ફોર્મ ઓનલાઈન ભરવાના છે. ઓનલાઈન પ્રક્રિયા દરમ્યાન વિદ્યાર્થીઓના ફોટા તથા સહી 20 કેબી કે તેનાથી ઓછી સાઈઝમાંઅપલોડ કરવાની છે. આ માટે કામમાં સરળતા રહે તે માટે નીચે મુજબના પગલાને અનુસરશો તો ફોટા તથા સહી સ્કેન કરી ૨૦ કેબી થી નીચેની સાઈઝ કરવામાં સરળતા રહેશે.
પગલું - 1 સૌ પ્રથમ અહી નીચે એટેચ કરેલ એક્સેલ શીટ ખોલી ફોટા તથા સહીના પેઈઝની પ્રિંટ કરો.
પગલું - 2 ફોટાના પેઈઝ ઉપર ફોટાઓ તથા સહીના પેઈઝ ઉપર કાળી પેનથી વિદ્યાર્થીઓની સહી કરાવો.
પગલું - 3 ફોટા તથા સહીના નમુનાના પેઈઝ
સ્કેન કરો. એક કાગળ ઉપર ૨૦ ફોટા ફેવીસ્ટીક કે સામાન્ય ગુંદરથી
ચોટાડો.ત્યારબાદ તે કાગળ સ્કેન કરો. એટલેકે એક કાગળ સ્કેન કરવાથી એક સાથે
૨૦ ફોટા કમ્પ્યૂટરમાં સ્કેન થશે. બીજા કાગળ ઉપર બીજા ૨૦ ફોટા ચોટાડી સ્કેન
કરવા. વર્ગમાં ૬૦ વિદ્યાર્થીઓ હશે તો ત્રણ કાગળમાં બધાજ ફોટા આવી જશે.
આનાથી ફાયદો એ થશે કે ૬૦ વખત ફોટા સ્કેન કરવા નહિ પડે. આજ રીતે એક સાથે ૩૦
થી ૩૫ સહી સ્કેન થશે.બે જ કાગળમાં આખા વર્ગની સહી સ્કેન થઈ જશે.
પગલું - 4 હવે સ્કેન કરેલ ફોટાવાળી ફાઈલ ઓપન
કરો. તેના પર રાઈટ ક્લીક કરો અને ઓપન વીથ પેઈંટ પર ક્લીક કરો જેથી તે
સ્કેન કરેલ પેઈઝ પેઈંટમાં ખુલશે. જે ફોટો કોપી કરવો છે તે ફોટાને ડાબી
બાજુના ટુલ બોક્ષમાં રહેલા બીજા નંબરના સિલેક્શન ટુલ વડે સિલેક્ટ કરો. અને
સિલેક્શનની અંદર રહી રાઈટ ક્લીક વડે કોપી કરો.
પગલું - 5 ફોટાની કોપી કર્યા બાદ સ્ટાર્ટ -
પ્રોગ્રામ માં જઈ અન્ય પેઈંટની ફાઈલ ખોલો અને તેમાં એડીટ મેનુમાં જઈ પેસ્ટ
કરો. અહિ ફોટાને ડ્રેગ કરી નાનો મોટો કરી શકાશે.
પગલું - 6 હવે ફાઈલ મેનુમાં જઈ સેવએઝ પર
ક્લીક કરો અને ફાઈલના નામમાં રોલનંબર પ્રમાણે નંબર આપી File as Type માં
JPEG ખાસ કરો અને ઓકે કરો. JPEG કરવાથીજ ફોટાની સાઈઝ ઘટશે. JPEG કરવાનું ભૂલવું નહિ.
પગલું - 7 હવે બીજો ફોટો ૨૦ કેબીથી નાનો
બનાવવા અગાઉના જેમ પગલા - 5 અને 6 ને અનુસરો. આ રીતે કામ કરવાથી લગભગ ૧
કલાકમાં આરામથી ૭૦ થી ૮૦ ફોટાઓ ૨૦ કેબીથી નાની સાઈઝના બનાવી શકાય છે. સહી
માટે પણ ઉપરના પગલા અનુસરો.
આજનો કોયડો -
એક સમારંભમાં દરેક વ્યક્તિ એકબીજા સાથે હસ્તધૂનન કરે છે. જો કુલ ૧૦૫ વખત હસ્તધૂનન ( હાથ મિલાવવાની ) પ્રક્રિયા બની હોય તો સમારંભમાં હાજર વ્યક્તિઓની કુલ સંખ્યા કેટલી હશે ?
કોયડાનો જવાબ કોમેંટ્સ માં આપી શકો છો.
ઘણા પૂછે છે કે સાતમું પગાર પંચ ક્યારે અમલમાં આવે ?
મિત્રો Six Pay ૦૧/૦૧/૨૦૦૬ થી અમલમાં આવેલ છે. પણ ગુજરાત સરકારે ૦૧/૦૧/૨૦૦૯ થી રોકડમાં આપેલ હતું. તેમ સાતમું પગાર પંચ ૦૧/૦૧/૨૦૧૬ થી અમલમાં આવી શકે. ગુજરાત સરકાર ૦૧/૦૧/૨૦૧૮ કે ૨૦૧૯ માં રોકડમાં આપવાનો અમલ કરી શકે.

Sunday, September 29, 2013
Thursday, September 26, 2013
Wednesday, September 25, 2013
Tuesday, September 24, 2013
Monday, September 16, 2013
Saturday, September 14, 2013
Friday, September 13, 2013
Deo Exam માં પ્રશ્ન હતો.
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કઈ તારીખે ઉજવાય છે ?
GPSC સોલ્યુસનમાં 22 માર્ચ આપેલ છે.
પરંતુ સાચો જવાબ 28 ફેબ્રુઆરી આવે.
In 1986, the National Council for Science and Technology Communication (NCSTC) asked the Government of India to designate February 28 as National Science Day. The event is now celebrated all over the country in schools, colleges, universities and other academic, scientific, technical, medical and research institutions.
બીજો એક પ્રશ્ન હતો .
GCERT નું આખુ નામ જણાવો.
બધાજ વિકલ્પમાં Educational ની જગ્યાએ Education આપેલ હતુ. Educational અને Education માં ઘણોજ ફેર છે.
જવાબ - Gujarat Council of Educational Research and Training હોવો જોઈએ.

Thursday, September 12, 2013
તાજેતરમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ HTAT તથા TAT પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી પહેલાં મૂકવામાં આવી હતી.પ્રશ્નોના ઉત્તર અંતર્ગત ઉમેદવારો પાસેથી વાંધા માંગવામાં આવે છે. ઉમેદવારોની રજૂઆત સાંભળવી તે પારદર્શક વહીવટ માટે સારી વાત છે.
પરંતુ
પ્રશ્ન એ થાય છે કે શું પેપર સેટર પ્રશ્નનું ચોક્કસ સોલ્યુસન કરી શક્તા નથી ? શું પેપરસેટર પણ પ્રશ્નના ચોક્કસ ઉત્તર શોધી શક્તા નથી ? તજજ્ઞ દ્વારા પેપર સેટ કરાવવામાં આવે છે છતાં પ્રશ્નપત્રમાં ભૂલો કેમ થાય છે ? આજે જ્યારે મેરીટમાં સામાન્ય પોઈન્ટના તફાવતને કારણે ઉમેદવારની હથેળીમાં આવેલી નોકરી ઝૂંટવાઈ જતી હોય છે અને આજીવન રડવાનો વારો આવે છે ત્યારે પ્રશ્નપત્રમાં થતી આવી ભૂલો કોઈ સંજોગોમાં ચલાવી લેવાય નહિ.
આવી બાબત શાળાકીય પરીક્ષા દરમ્યાન જો સામાન્ય શિક્ષક દ્વારા થાય તો તેના પર ગંભીર આક્ષેપો મૂકી કડકમાં કડક કાર્યવાહી થાય છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં પ્રશ્નપત્રમાં કે આન્સર કી માં થતી ભૂલો માટે જે તે અધિકારી કે પેપરસેટર ઉપર પણ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ કે જેથી ભવિષ્યમાં પ્રશ્નપત્રમાં અને તેની આન્સર કી માં થતી ભૂલો નિવારી શકાય. અને પ્રોવિઝનલ આન્સર કી ની જગ્યાએ સીધી ફાઈનલ આન્સર કી જાહેર કરી શકાય.

Sunday, September 8, 2013
ગઈકાલે ડી.ઈ.ઓ ની પરીક્ષા આપવાની તક મળી. મારા મતે એક પ્રશ્નનો
જવાબ ખોટો જણાયો.
પ્રશ્ન તથા વિકલ્પો નીચે મુજબ હતા.
જો BOY = 42 તથા GIRL = 46 તો MOTER = ........... થાય.
(A) 68 (B) 88 (C) 79 (D) 78
ઉપરોક્ત પ્રશ્નમાં MOTER ની જગ્યાએ MOTHER હોયતો જ જવાબ સાચો 79 મળે. પરંતુ પરીક્ષામાં MOTER પૂછેલ છે અને તેનો જવાબ 71 આવે જે વિકલ્પમાં નથી.
જવાબ ગણતરી -
ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ પ્રમાણે ગણિતના A=1 B=2 C=3 D=4 E=5 એમ અંક લેતાં છેલ્લે Z=26 અંક થાય. હવે BOY=2+15+25 =42 તેજ રીતે GIRL=7+9+18+12=46 સાચા છે તો હવે MOTER = 13+15+20+5+18 =71 થાય. વિકલ્પમાં 71 જવાબ નથી.
MOTHER = 13+15+20+8+5+18 =79 થાય. પરંતુ પરીક્ષામાં MOTER પૂછેલ છે MOTHER નહિ.
બીજો એક પ્રશ્ન હતો કે
મધ્યાહન ભોજન યોજના ક્યારે અમલમાં આવી ?
(A)1995 (B) 1990 (C) 1999 ( D) 2000
જવાબ કદાચ 1990 હોઈ શકે.
હું જાણુ છું ત્યાં સુધી ગુજરાતમાં આ યોજના 1984 માં
અમલમાં આવી હતી. પરંતુ થોડા સમય પછી પડતી મુકાઈ. ત્યારબાદ
ઓગષ્ટ 1990 થી ઓક્ટોબર 1991 વચ્ચે 70 % હાજરીવાળા વિદ્યાર્થીઓને
10 કિલોગ્રામ અનાજ મફત આપવામાં આવતું હતુ. પરંતુ સાચી રીતે લગભગ
15 January 1992 MDM Scheme was re-introduced.
નોંધ - મારો જવાબ ખોટો પણ હોઈ શકે છે કદાચ આપ અન્ય રીતે સાચો જવાબ મેળવી શક્તા હોય તો કોમેંટમાં જણાવશો. જેથી સાચા જવાબ વિશે જાણકારી મળે.

Monday, September 2, 2013
Friday, August 30, 2013
ઘણા મિત્રો પૂછે છે કે જૂના શિક્ષકની વ્યાખ્યા કેવી છે ?
મિત્રો મારા અંગત મંતવ્ય મુજબ શિક્ષણ સહાયકના ૫ વર્ષ હંગામી
ગણાય છે ત્યારબાદ નિયમિત શિક્ષકના ૫ વર્ષ એમ કુલ ૧૦ વર્ષની
સર્વિસ હોય તો તે જૂના શિક્ષકની વ્યાખ્યામાં આવે. આ મારુ અંગત મંતવ્ય છે.કદાચ અન્ય લોકો સંમત ન પણ હોય. ૧૧/૦૨/૨૦૧૧ ના જાહેરનામાનો અભ્યાસ બરાબર કરવો. જે અહિ ઉપર એટેચ કરેલ છે.

આ ભરતીમાં - 1. જૂના શિક્ષકના અનુભવ અંગે ચોક્કસ સ્પષ્ટતાની જરૂર છે.
2. વય મર્યાદા અંગે લોકોમાં ગેરસમજ છે જેની ચોક્કસ સ્પષ્ટતાની જરૂર છે.
3. વિધવા - ત્યક્તા બહેનો માટે કોઈ અનામતની જોગવાઈ છે કે કેમ તે વિશે લોકો જાણવા માગે છે.
4. ટાટ પરીક્ષામાં જાહેરનામા અંતર્ગત ૫૦ % ગુણ હોવા જોઈએ. કમ્પ્યૂટર કદાચ બંને
બંને પેપરોમાં અલગ અલગ ૫૦ % ગુણ એટલેકે ૧૫૦ માંથી ફરજિયાત ૭૫ કે તે ઉપર અને ૧૦૦ માંથી ફરજિયાત ૫૦ કે તે ઉપર ગણવાનું નથીને ? એની ઘણા મિત્રો ચિંતા કરે છે.
ઘણા મિત્રોએ હેમખેમ કમ્પ્યૂટરમાં ફોર્મ ભરાઈ જાય અને ભરતી દરમ્યાન કોઈ કોર્ટ કેસ ન થાય અને ઝડપી નોકરી મળે તેની પણ માતાજીને બાધા માની છે.
Thursday, August 29, 2013
ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો માટેની ભરતી
સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન હોવાથી હાલ ઉમેદવારે ફોર્મ કોઈ પણ જગ્યાએ જમાં કરાવવાનું નથી. ઉમેદવારે ફોર્મ પોતાની પાસે સાચવીને રાખવાનું રહેશે.
ચલણ ભરવાની છેલ્લી તારીખ 10/09/2013 છે. ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12/09/2013 છે.
ચલણ ભરવાની છેલ્લી તારીખ 10/09/2013 છે. ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12/09/2013 છે.
ખાસ નોંધ :
જે વ્યક્તિઓએ લઘુત્તમ યોગ્યતાના માપદંડ (લાયકાતો) પુરા કરેલ નથી,ઉદાહરણ તરીકે TAT પરીક્ષામાં નાપાસ થયેલ હોય તેઓ ,ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો ની પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ગણાશે નહિં.
સૌપ્રથમ ચલણ ની નકલ પ્રિન્ટ કરી નિયત ફી SBI ની કોઈપણ શાખામા ભરવી .ત્યારબાદ ચલણ ભર્યાના લીસ્ટ માં ઉમેદવાર ના નામ નો સમાવેશ થયા બાદ જ અરજી પત્રક ભરી શકાશે.(ફી ભર્યા બાદ ઓછામાં ઓછા 48 કલાક બાદ ઉમેદવાર પોતાનું નામ લીસ્ટ માં જોઇ શકશે. )

SEBC ઉમેદવારો માટે: તારીખ 1/4/2012 થી 31/3/2013 સમયગાળાની આવક ધ્યાને લઇને નોન ક્રીમીલીયર સર્ટીફીકેટ તા. 1/04/2013 પછીની તારીખ નું મેળવેલ માન્ય ગણાશે. આ સર્ટીફીકેટ ન ધરાવતા ઉમેદવાર નો સમાવેશ General Category માં કરવામાં આવશે. તેવા ઉમેદવારો એ બિન-અનામત માટે ની ચલણ પ્રિન્ટ કરી જરૂરી ફી ભરવાની રહેશે.
પ્રિન્ટ ચલણ : બિન અનામત માટે
અનામત માટે
અનામત માટે
ખાલી જગ્યાની યાદી
જીલ્લાવાર અ વિષયવાર જૂના શિક્ષક અને શિક્ષણ સહાયક નેની માહિતી
જૂના શિક્ષક ની કુલ ખાલી જગ્યા
શિક્ષણ સહાયક ની કુલ ખાલી જગ્યા
GR No: CRR-10-2007-120320-G.5 dated 13th August, 2008 (કમ્પ્યુટર અંગેનું બેઝીક નોલેજ નક્કી કરવા બાબત)
જગ્યા નું નામ જાહેરાત સુચના ઓનલાઇન ફોર્મ ભરવામાટેની સૂચના
માધ્યમિક શિક્ષકોના આ સળગતા પ્રશ્ન મા પણ સંઘ ઉગ્ર રજુઆત કરે
હજુ બીજો સાળગતો પ્રશ્ન એ છેકે જેમાં કેટલાક શિક્ષક મિત્રો માધ્યમિક માથી ૨૦૧૨ મા
H-TAT ની પરિક્ષા આપી ને પ્રાથમિકમાં આચાર્ય ( મુખ્ય શિક્ષક ) માં જોડાયા છે. જેમાં કેટલાક શિક્ષક મિત્રો ૧૨ વર્ષ નો અનુભવ હોવા છતાં તેમને સરકાર શ્રી ના મનઘડત નિયમો ને કારણે તેમનો પગાર ધોરણમાં એક ઇજાફા નો વધારો મળવો જોઇએ તેના બદલે તેવાં મિત્રોના પગાર ૯૩૦૦ + ૪૨૦૦ થી ચાલુ કર્યા છે જેમાં માધ્યમિક માથી મુખ્ય સિક્ષક મા આવનાર શિક્ષકો ને માસિક ૩૦૦૦ થી ૪૦૦૦ નુ નુકશાન જાય છે.
તેના સામે બધા માધ્યમિક શિક્ષકો કે જે મુખ્ય શિક્ષકોમાં જવા માગતા હોય તેઓની સંઘ ના હોદ્દેદારો ને નમ્ર અપીલ છે કે તેઓ શિક્ષણ વિભાગમાં સરકારશ્રી ને ગળે એ વાત ઉતારેકે માધ્યમિક માથી જે મિત્રો મુખ્યશિક્ષકમાં જવા માગે છે તેમને તેમના ચાલુ પાગરનુ રક્ષણ આપી ને તેજ સવર્ગ મા એક ઇજાફો આપે જે સરકારશ્રીનો જુનો નિયમ છે.
તેમાં સરકારશ્રી ને થનારા ફાયદા
૧. સરકારના નાણા વિભાગમાં કોઇ આર્થિક બોજો પડતો નથી
૨. તેના સામે માદ્યમિકમાં તે શિક્ષક ની જગ્યા ઉભી થાય જ છે
૩. માદ્યમિક ના કુશળ અને અનુભવી શિક્ષકો પ્રાથમિક આચાર્ય મા સારી કામગીરી કરી શકે છે.
૪.પ્રાથમિક ના મિત્રો ઘણા રાજીનામુ મુકિ ને પાછા જતા રહ્યા છે.જે થી જ્ગ્યા ભરાતી નથી.
ઉપરોક્ત બધાજ મુદ્દાઓ ની એવી ઉગ્ર રજુઆત કરોકે આ સળગતા પ્રશ્ન નો તાત્કાલીક ધોરણે એટલે કે ૨૦૧૩ ની મુખ્ય શિક્ષકો ની ભરતી થાય તે પહેલાં ઉકેલ લાવી શકે તેવી લોક લાગણી છે.અને પ્રભુ ને એવી પ્રાર્થના કરી એ કે આમાં પણ સંઘ ને ૧૦૦ % સફળતા મળે તેજ અભ્યર્થના.......
આવા જે મિત્રો હોય જે મુખ્ય શિક્ષકમાં જોડાયા હોય કે જોડાવા માગતા હોય તેમેન
બધાએ ૭૮૭૪૩ ૯૬૩૮૩ પર સંપર્ક કરવો જેથી સરકાર શ્રી ને રજુઆત કરી શકાય
Subscribe to:
Posts (Atom)

શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન -માર્ગદર્શન અને મોનીટરીંગ માટે તજજ્ઞોની ટીમ તૈયાર કરવા અંગે 