Wednesday, March 6, 2013

New Pension Scheme (GR & Circulars)



ગુજરાત હાઈકોર્ટમાં વિદ્યાસહાયક ભરતી અંતર્ગત 

WRIPT PETITION (PIL) No. 108 of 2011

કેસ ડિસ્પોઝ્ડ (Status : DISPOSED) કરવામાં આવેલ છે. 


હવે ભરતી શરુ થવાની શક્યતા છે.






Provisional Approval Higher Secondary School List - 2013 



Wednesday, February 20, 2013



બજેટમાં મોંઘવારીમાં પીસાતી પ્રજાને કોઇ ખાસ રાહત નહિ  


ખેડૂતોને પાકવીમા માટે રૂ. 657 કરોડની ફાળવણી, એચઆર મેનેનેજમેન્ટ માટે 10 કરોડની ફાળવણી


જીસ્વાનને સુદ્રઢ બનાવવા 30 કરોડની ફાળવણી, વિજ્ઞાન અને પ્રાદ્યોગિકી માટે 207 કરોડની ફાળવણી


ગ્રીન હાઉસ અને કોલ્ડ સ્ટોરેજ માટે  59 કરોડની ફાળવણી, ખેડૂતોને ઓનલાઇન પોર્ટથી માહિતી અપાશે
સરદાર સરોવરની ઊંચાઇ 138.68 મીટર કરાશે



ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી નીતિન પટેલ દ્વારા આજે રૂ. 1,14,45 કરોડનું 796.45 કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.

આ બજેટમાં ખેડૂતો માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે.
નીતિન પટેલ દ્વારા ખેડૂતોને પાક વીમા માટે રૂ. 657 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

ગ્રીન હાઉસ અને કોલ્ડ સ્ટોરેજ માટે 59 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાત સુધી નર્મદાનું પાણી પહોંચાડવા માટે રૂ. 110 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

વૃક્ષાનો વાવેત માટે રૂ. 186 કરોડ, સિંહોના રક્ષણ માટે રૂ. 12 કરોડ, ખેડૂતોને વિનામૂલ્યે કીટ આપવા માટે રૂ. 46 કરોડ,  કઠોળ પાક માટે રૂ. 10 કરોડ, નર્મદા નહેરના કામ માટે જમીન સંપાદન કરવા રૂ. 761 કરોડ ,  સ્પીપા તાલીમ અને સંશોધન પ્રવૃત્તિ રૂ. 19 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

Sunday, February 17, 2013

NewIndian Air Force Recruitment Rally At Vadodara


નજીકના સમયમાં ઉચ્ચત્તર વિભાગમાં ભરતી થાય તેવી શક્યતા જોવા મળે છે.

શ્રી નિલેશભાઈ જોષી એ ફિક્સ પગાર - ફિક્સ માનવી અને ફિક્સ રાષ્ટ્ર અંતર્ગત પોતાના વિચારો રજૂ કરેલ છે.જે વાંચવા નીચેની બે લિંક પર ક્લીક કરો. 

ફિક્સ પગાર કેસ બાબતે - ભાગ - 1 

ફિક્સ પગાર કેસ બાબતે - ભાગ - 2 અને 3 




આપનો જવાબ લખવા અહિ ક્લીક કરો.



Thursday, February 14, 2013

ફિક્સ પગાર ભરતી કેસ અંતર્ગત શ્રી નિલેષભાઈ જોષી - લાલપુર એક લેખ લખી રહ્યા છે. બે ત્રણ દિવસમાં ફિક્સ પગાર કેસ અંતર્ગત તેમના વિચારો અહિ જાણવા મળશે. 


બોર્ડની. જાહેર પરીક્ષાના મહેનતાણાના દર સુધારવા બાબત...

ગુજરાત સરકારના વિવિધ વિભાગોની વેબસાઈટની યાદી માટે અહિ ક્લીક કરો 



વિદ્યાસહાયક ભરતી કેસ મુદત પડી છે. આગામી તારીખ  ૨૧/૦૨/૨૦૧૩ છે.કેસ સ્ટેટસ જોવા અહિ ક્લીક કરો. 


ટપાલ ટિકિટ સંગ્રહનો મુખ્ય ઉદ્દેશ શાળામાં બાળકોને શોખ વિકસાવવાનો છે. 
શાળામાં પ્રદર્શન પણ ગોઠવી શકાય.
ભાગ : ૧ થી ૭ 



ગુજકેટ પરીક્ષા અંતર્ગત અખબારી યાદી ( તા. ૧૪/૦૨/૨૦૧૩ )


Monday, February 11, 2013


આજની તારીખમાં શિક્ષણ જગતના વહીવટીસળગતા પ્રશ્નો  નીચે મુજબ છે. જેમાં  શિક્ષક સંઘોએ પરસેવો પાડવાની જરૂર છે. 

પ્રથમ -  ફાજલના ભૂતને ધૂણતું બંધ કરવાની જરૂર છે. એકજ લીટીનો પરિપત્ર કરાવવાની જર્રૂર છે . ૧૯૯૮ પછી આજ સુધીના બધાને જ રક્ષણ.

બીજો - ૩૦૦ રજાનું રોકડમાં રૂપાંતર નાણાખાતાના ૦૩/૧૦/૨૦૧૨ પરિપત્રનો શિક્ષણ ખાતામાં અમલ  ( આ નવી માગણી નથી - અગાઉ ૩૦૦ રજાનું રોકડમાં રૂપાંતર હતું જ. ) 

ત્રીજો - છઠ્ઠા પગારપંચ મુજબ ડી.એ ભથ્થા  તથા મેડીકલ ભથ્થાના અમલ બાબત 


ચોથો -   વિવિધ કચેરીઓમાં ચાલતો વ્યવહાર  રોકવાના પ્રયાસો 

પાંચમો - શાળામાં ઉચ્ચત્તર તથા માધ્યમિકમાં ખાલી જગ્યાઓ માટે તથા આચાર્યની ખાલી જગ્યાની ભરતી શરૂ કરાવવા બાબત. 

Saturday, February 9, 2013

સુપ્રિમ કોર્ટ ફિક્સ પગાર કેસમાં મુદત ( તારીખ ) પડી છે. તારીખ કાલે જાણવા મળશે. કોઈ ચુકાદો આવેલ નથી. 



Challan 281 for TDS


        Brain Food
      10 + 10 ના  10 %  = ??
    (a) 10
    (b) 11
      (c) 100

        (d) None

પ્રાથમિક શાળાઓમા ઇન્ટરનેટ બ્રોડબેન્ડ કનેક્શન વિથ અનલિમિટેડ પ્લાન આપવા બાબત તા.૬.૨.૨૦૧૩ નો પરિપત્ર
આજનો વિચાર -  સમય અનેક જખમ આપે છે એટલે તો ઘડિયાળમાં કાંટા હોય છે - ફૂલ નથી હોતા. અને એટલે જ તો દુનિયા પૂછે છે કે  " કેટલા વાગ્યા ? "

Interesting thing about 2013

4/4/2013 Thursday
6/6/2013 Thursday
8/8/2013 Thursday
10/10/2013 Thursday
12/12/2013 Thursday





Friday, February 8, 2013

વિધાસહાયક ભરતી કેસની આગામી તારીખ   ૧૪/૦૨/૨૦૧૩

For Case Status Click Here

Monday, February 4, 2013


New Press Note On dated 04.02.2013


Page 5


According To My Knowledge..............
There is more bad news for taxpayers disappointed by the budget. Not only has the finance minister kept the tax-saving limit under Section 80C unchanged, but the deduction under Section 80CCF for infrastructure bonds has been removed. This will reduce the total tax saving from the current Rs 1.2 lakh to Rs 1 lakh and push up the payable tax for individuals.

In Short The benefits under this section were extended by one year in the Budget 2011 but the same has not been done in Budget. Therefore, the deduction under this section shall not be available for AY 2013-14.


Section 80CCG: Rajiv Gandhi Equity Saving Scheme (RGESS)

As per the Budget 2012 anouncements, a new scheme
Rajiv Gandhi Equity Saving Scheme (RGESS) will be launched. Those investors whose annual income is less than Rs. 10 lakh can invest in this scheme up to Rs. 50,000 and get a deduction of 50% of the investment. So if you invest Rs. 50,000 (maximum amount eligible for income tax rebate is Rs. 50,000), you can claim a tax deduction of Rs. 25,000 (50% of Rs. 50,000).

Sunday, February 3, 2013

LTC BLOCK CIRCULAR ( 24/01/2013)

CCC Exam Circular ( 31/01/2013)


પગાર ધોરણ સુધારણા કે નવી જગ્યાઓના પગાર ધોરણ મંજૂર કરવા બાબત નાણાવિભાગનો પરામર્શ કરવા બાબતનો પરિપત્ર 

તબીબી ભથ્થુ પરિપત્ર  


ગુજકેટ - નીટ સુપ્રિમ કોર્ટ કેસ લિસ્ટીગ તારીખ ૦૫/૦૨/૨૦૧૩ છે. 


સુવિચાર 
તમારા દીકરાને એક ફુલ આપશો તો એ ફક્ત એ દિવસે જ એને સુંઘી શકશે. એને છોડ ઉગાડવાનું શીખવી દો – એ રોજ સુવાસ માણી શકશે.


પતંગિયું હંમેશા ભૂલી જાય છે કે પોતે પણ એક સમયે એક કીડો હતું.

Tuesday, January 29, 2013

મહેસાણા જિલ્લા શિક્ષકોની ખાલી જગ્યાઓની યાદી

ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહ સેમેસ્ટર -૪ માટે રસાયણવિજ્ઞાન ,જીવવિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાનના પ્રાયોગિક વિષયોના પરીરૂપની જાણ તેમજ અમલ કરવા બાબત.....

સંભાવના -  પ્રવર્તમાન મોંઘવારી પરથી એવું લાગે છે કે કેન્દ્ર સરકાર એકાદ અઠવાડિયામાં જાન્યુઆરી ૨૦૧૩ થી મોંઘવારી  ૯ % વધારશે. 

ફાજલ થવાના મુખ્ય કારણો -

0.  ધોરણ 8 અપર પ્રાથમિકમાં જવાથી1.  સરાસરી હાજરીમાં ફેરફાર 
2.  ધોરણ ૧૧ નો ક્રમિક વર્ગ વધારો આપતાં નજીક નજીક શાળાઓ થવાથી વર્ગ સંખ્યા ઘટી. 
3.   હિન્દી જેવી રાષ્ટ્રીય ભાષા મરજિયાત થતા હિન્દી વિષયના શિક્ષકો ફાજલ 

ઉપરના બધાજ પરિબળોમાં સરકારની નિતીજ જવાબદાર ગણાય. એમાં ૧૯૯૮ પછીની નિમણૂંક વાળા ફાજલ થાયતો કોણ જવાબદાર  ? સરકારની નિતીના કારણે ફાજલ થવાથી શિક્ષકોનો શો દોષ ?


Thursday, January 24, 2013

ગુજરાતના મોટાભાગના શિક્ષણ સહાયક મિત્રોની એવી માંગ છે કે ૧૯૯૮ સુધી જ શિક્ષકોને ફાજલનું રક્ષણ છે. ૧૯૯૮ પછી નિમણૂંક પામેલા અને વર્ગ બંધ થવાથી ફાજલ થનાર શિક્ષકને ફાજલનું રક્ષણ નથી.મોટાભાગના શિક્ષકો ૧૯૯૮ પછી નિમણૂંક પામેલા છે. તેથી સંઘ વાળા મિત્રોએ સરકારમાં ધારદાર રજૂઆત કરી સહાયક મિત્રો માટે ફાજલનું રક્ષણ ૧૯૯૮ થી લંબાવી ૨૦૧૩ કરાવવું જોઈએ.શિક્ષકના કપાળે જ્યારે ફાજલ શબ્દનું લેબલ લાગે છે ત્યારે તે માનસિક હતાશ થઈ જાય છે.  
ઘણા સંઘ વાળા મિત્રોને પૂછીએ તો કહે છે કે ફાજલનું રક્ષણ બધાને છે જ.

પરંતુ હું જાણું છું ત્યાં સુધીતો સરકારની ધોરણ 8 ની નિતીને કારણે ધોરણ ૮ પ્રાથમિકમાં જવાને કારણે જે તે શિક્ષકોને રક્ષણ આપેલ છે.અને બીજે ગયા પછી પણ વર્ગ બંધ થવાથી રક્ષણ નથી.અથવા જે તે શાળામાં  ધોરણ ૯ થી ૧૨ માં સંખ્યાના અભાવે વર્ગ બંધ થવાથી રક્ષણ નો કોઈ સ્પષ્ટ પરિપત્ર થયેલ નથી. પગાર વધારો એ જ પ્રાથમિકતા નથી. પગાર તો મોંઘવારી પ્રમાણે વધવાનો જ છે. મોટા સહાયક વર્ગની નોકરીની સલામતી વિશે પણ સંઘના મિત્રોએ  રજૂઆત કરવી જોઈએ. 

મોટાભાગે જોવા મળેલ છે કે  બોર્ડની ચૂંટણી આવે ત્યારે શિક્ષકોના વોટ ( મત ) લેવા વચનોની લ્હાણી કરતા થાકતા નથી અને ચૂંટાઈને શિક્ષકોના પ્રશ્નોની રજૂઆત કરવામાં નિરસતા જોવા મળે છે. ફક્ત સરકારી ગાડીઓમાં ધોરણ ૧૦ - ૧૨ ની પરીક્ષા વખતે સ્કોર્ડમાં ફરવાથી કે શૈક્ષણિક અધિવેશનો કરવાથી જ શિક્ષકોના પ્રશ્નો ઉકેલાતા નથી

મિત્રો - નજીકના ભવિષ્યમાં સરકાર ધોરણ ૯ ને પણ પ્રાથમિકમાં લઈ જાય અને નોનગ્રાન્ટેબલ શાળાની લ્હાણી થાય તો તો નવાઈ પામતા નહિ. શૈક્ષણિક સંઘોએ ગ્રાંટેબલ શાળાની ચિંતા અને ચિંતન કરવાની તાતી જરૂરિયાત છે.   

Tuesday, January 22, 2013

Students And Teacher ( Puran gGondaliya )


હમણાં સમાચારપત્રમાં વાંચવા મળ્યું કે ખેડા જિલ્લામાંથી ચાર બોગસ ડિગ્રીને આધારે ચાર વર્ષથી નોકરી કરી સરકારી પગાર પર  વિદ્યાસહાયકની નોકરી કરતા શિક્ષકો ઝડપાયા. વર્ગખંડમાં નિતીના પાઠ શીખવતા શિક્ષકો જ જો બનાવટી સર્ટીફિકેટ બનાવી નોકરી કરતા હોય તો તેવા શિક્ષકો સામે ફોજદારી કેસ કરી જેલને હવાલે કરવા જોઈએ. ફક્ત જે તે શિક્ષક જ નહિ પરંતુ તેની સાથે ભરતી વખતે આંખ આડા કાન કરી બનાવટી સર્ટીફિકેટને આધારે ભરતી કરવામાં સામેલ ડી.પી.ઓ - સર્ટીફિકેટ વેરીફાઈ ક્લાર્ક થી માંડીને ઉમેદવાર સુધી તમામ પર  બનાવટી સર્ટીફિકેટ મેળવી ગુનો કરવા બદલ ભારતીય ફોજદારી ધારાની નીચે કલમ લગાવી કેસ કરવો જોઈએ જેથી ભવિષ્યમાં શિક્ષણ સમાજને કલંકિત થતો અટકાવી શકાય. અને યોગ્ય સાચા પ્રમાણપત્રવાળા ઉમેદવારને નોકરી મળી રહે.
ગુજરાત શિક્ષણ વિભાગે અગાઉ થયેલી ભરતીના પ્રમાણપત્રો વેરીફાઈ કરાવવા જોઈએ અને જો કોઈ બનાવટી સર્ટીફિકેટ માલુમ પડેતો કઠોરમાં કઠોર શિક્ષા કરવી જોઈએ કે જેથી ભવિષ્યમાં આવો ગુનો આચરનાર લાખ વખત વિચાર કરે.   

કલમ - ૪૬૫    ખોટો દસ્તાવેજ બનાવવો
કલમ - ૧૮૨    ખોટી માહિતી આપવી
કલમ - ૧૧૪    ગુનામાં મદદગારી 
કલમ - ૨૧૮    ખોટુ રેકર્ડ - લખાણ બનાવવું 
કલમ - ૨૨૫    રાજ્ય સેવકની ફરજમાં ગફલત - બેદરકારી 

Monday, January 21, 2013

useful video


Puran Gondaliya દ્વારા ઉપયોગી વિડિયો મળેલ છે. જે અહિ પ્રસ્તુત છે. તેમના વધુ વિડિયો નિહાળવા www.youtube.com પર જઈને puran829 લખી સર્ચ કરો.


Dance Of India

Mahanubhavo

Rashtrapati Bhavan

Kutcha Ki Saher

Sunday, January 20, 2013

Contact Details of District Education Officers





ઈન્કમટેક્ષ ગણતરી યંત્ર નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩ માટે



હાઈકોર્ટના ચૂકાદાથી અંધ ઉમેદવારોને હવે ન્યાય મળવાની આશા જાગી
મેરીટ હોવા છતાં વિદ્યાસહાયકની ભરતીમાં અંધ ઉમેદવારોને નોકરીથી વંચિત રખાયા હ
તા

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે વિદ્યાસહાયકોની કરેલી ભરતીમાં અંધ ઉમેદવારોને અન્યાય થતા હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા. જે સંદર્ભે હાઈકોર્ટે મનાઈ હૂકમ આપતા અંધ ઉમેદવારોને ન્યાય મળવાની આશા જાગી હતી. અત્રેઉલ્લેખનિય છે કે આ પ્રશ્ને અખિલ ગુજરાત નેત્રહિન સંઘ દ્વારાં સરકારના આ મનસ્વી વલણ સામે લાંબી લડત પણ ચલાવવામાં આવી હતી.

વર્ષ ૨૦૧૦ અને વર્ષ ૨૦૧૧ એમ બે તબક્કે કરાયેલ ત્રેવિસ હજાર વિદ્યાસહાયકોની ભરતીમાં ગુણવત્તાયાદીમાં સ્થાન ધરાવતા નેત્રહિન ઉમેદવારોને નિમણુંકથી વંચિત રાખ્યા હતા તે પ્રશ્ને અખિલ ગુજરાત નેત્રહિન જાગૃત સંઘેરાજ્ય વ્યાપી લડત ચલાવી વિરોધ પ્રદર્શિત કરતા કાર્યક્રમો આપ્યા હતા. તેમ છતાં સરકારનાં પેટનું પાણી ન હલતા ગુજરાત હાઈકોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો.

૧લી નવેમ્બર ૨૦૧૨ ના રોજ ઉપરોક્ત પ્રશ્ને ગુણવત્તાયાદીમાં સ્થાન ધરાવતા અંધ ઉમેદવારોને વિદ્યાસહાયક તરીકે આઠ અઠવાડિયામાં નીમણુંક આપવાની કાર્યવાહી પુર્ણ કરવા ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ ચુકાદો આપ્યો હતો. આ અંગે માહિતી આપતા લાભુભાઈ સોનાણી પ્રમુખ અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત સંઘે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે હાઈકોર્ટનાં ચુકાદાની પરવાહ કર્યા વિના વિદ્યાસહાયકની જાહેરાત પ્રસિધ્ધ કરતા એડવોકેટ પાલે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ બહારપડેલ ભારતી અંગે મનાઈ હુકમની માંગણી કરી હતી જે હાઈકોર્ટ દ્વારા ગ્રાહ્ય રખાતા હવે નેત્રહિનો માટે ન્યાય મેળવવાનો માર્ગ મોકળો બન્યો છે. ઉપરોક્ત ચુકાદા બદલ વિકલાંગોમાં ખુશીનું મોજુ
ફેલાયું હતું.

http://www.facebook.com/trpuran.gondaliy

Friday, January 11, 2013

Gratuity

Gratuity ગણવાનું સરળ સૂત્ર 

Last drawn Basic * 15 days * No. of service in years / 26
એટલે કે

છેલ્લો બેઝિક ગુણ્યા ૧૫ ગુણ્યા કુલ નોકરી વર્ષમાં ભાગ્યા ૨૬ = કુલ ગ્રેજ્યુએટી 

અત્યાર સુધી ગ્રેજ્યુએટી વધુમાં વધુ ૩૫૦૦૦૦ રૂપિયા મળતી હતી હવે ગ્રેજ્યુએટી મહત્તમ ૧૦૦૦૦૦ રૂપિયા મળે. ગ્રેજ્યુએટી માટે ઓછામાં ઓછી પાંચ વર્ષ નોકરી હોવી જોઈએ.

માધ્યમિક વિભાગમાં ફાજલનું રક્ષણ છે કે કેમ ?

ઘણા પૂછે છે કે  માધ્યમિક વિભાગમાં ફાજલનું રક્ષણ છે કે કેમ ?


મારા અર્થગ્રહણ મુજબ ૨૫/૦૨/૨૦૧૨ ના ઠરાવ મુજબ સરકારશ્રીએ ધોરણ 8 ને પ્રાથમિકમાં લઈ જતાં  સરકારની નિતી ને કારણે ધોરણ 8 ના કારણે ફાજલ પડેલાને બીજે ગોઠવેલ છે. પરંતુ ધોરણ 8 સિવાય અન્ય વર્ગમાં સંખ્યાને અભાવે  વર્ગ બંધ થવાથી જો ૧૯૯૮ પછીની નિમણૂંક હોયતો ફાજલનું રક્ષણ નથી  એમ મારૂ અંગત મંતવ્ય છે. ક્દાચ કોઈ એની સાથે સંમંત ન પણ હોય .    ધોરણ ૯/૧૦/૧૧/૧૨  માં સંખ્યાના અભાવે વર્ગ બંધ થાય અને બધાને ફાજલનું રક્ષણ મળે તેવો સ્પષ્ટ લખાણ વાળો  હું જાણું છું ત્યાં સુધી તો  કોઈજ પરિપત્ર થયો નથી જ.  
કોઈ મિત્ર પાસે આવો ફાજલનો પરિપત્ર હોય તો મોકલશો. જેથી બ્લોગ ઉપર મૂકી શકાય. 

હું જાણુ છું ત્યાં સુધી પ્રોસિજર નીચે મુજબ હોઈ શકે 

1.  સંખ્યાના અભાવે ફાજલની પરિસ્થિતિ થાયતો આચાર્ય ( મંડળ ) વર્ગ બંધ તથા શિક્ષક ફાજલની દરખાસ્ત મોકલે છે.
2.     ત્યારબાદ ડી.ઈ.ઓ તપાસને અંતે જે તે કર્મચારીને   તથા મંડળને શિક્ષક ફાજલનો અને વર્ગ બંધનો  હુકમ આપે છે. જો ભરતી ૧૯૯૮ પહેલાં હોયતો ફાજલ કરી ડી.ઈ.ઓ અન્ય જગ્યાએ ગોઠવે અથવા અન્ય કામ સોંપે. અને જો ભરતી ૧૯૯૮ પછી હોયતો ફાજલ ( નોકરી સમાપ્તિ) થાય. કર્મચારી કદાચ ટ્રિબ્યુનલમાં જઈ શકે. કર્મચારી ૧૯૯૮ પછી ભરતી ફાજલ થાય તો વર્કલોડના અભાવે તે શાળામાં કામગીરી શું કરશે. ? મસ્ટર્ડમાં સહી ક્યાં કરે ? 

 




વિદ્યાસહાયક ભરતી અરજીઓ સ્વીકારવાની પ્રકિયા સ્થગિત કરવામાં આવે છે. 

Thursday, January 10, 2013



ઘણા પૂછે છે કે સાતમું પગાર પંચ ક્યારે અમલમાં આવે ?

મિત્રો Six Pay ૦૧/૦૧/૨૦૦૬ થી અમલમાં આવેલ છે. પણ ગુજરાત સરકારે ૦૧/૦૧/૨૦૦૯ થી રોકડમાં આપેલ હતું. તેમ સાતમું પગાર પંચ   ૦૧/૦૧/૨૦૧૬ થી અમલમાં  આવી શકે. ગુજરાત સરકાર  ૦૧/૦૧/૨૦૧૮ કે ૨૦૧૯ માં  રોકડમાં  આપવાનો અમલ કરી શકે. 


ફિક્સ પગાર કેસ સ્ટેટસ Pending  બતાવે છે. લોકો એવી અફવા ફેલાવે છે કે આજે 11-00 કલાકે કેસ ચાલેલ છે. પરંતુ સાઈટ ઉપર કેસ સ્ટેટસ   Pending   બતાવે છે.  Case Number       SLP(CIVIL) 14124        2012

Wednesday, January 9, 2013


મિત્રો - નીચે એક સાઈટ સૂચવેલ છે. જેની અચૂક મુલાકાત લેશો. 

          તે  સાઈટ પર તમને કમ્પ્યૂટર અને ઇન્ટરનેટ વિશે સામાન્ય માહિતી આપવા નો પ્રયત્ન કરેલ છે. તમે સરળતા થી સમજી શકો એટલા માટે તે સાઈટ પર ગુજરાતી વીડિઓ મુકવામાં આવેલ છે. આ પેજ પર તમને કમ્પ્યૂટર,ઇન્ટરનેટ અને એમ.એસ.ઓફિસ ના બેઝીક વીડિઓ જોવા મળશે. જે સી.સી.સી પરીક્ષાની તૈયારી કરતા મિત્રોને ઉપયોગી નિવડશે. વધુમાં આ સાઈટ પર 'M.S.Office','Basic Computer','C LANGAUGE'તે     જેવી લીંક જોઈ શકો છો.
          જો તમે કમ્પ્યૂટર ના ફીલ્ડ માટે નવા હોવ આ સાઈટની મુલાકાત અવશ્ય લો. અને માહિતી મેળવી શકો છો.ત્યાં તમને  બ્રાઉઝર શું છે?  સર્ચેન્જિન શું છે? ઇ-મેઈલ આઈડી કેવી રીતે બનાવવું , ફેસબુક આઈડી કેવી રીતે બનાવવું, ઓન લાઈન સ્ટોક માર્કેટ કેવી રીતે ચેક કરવું અને બીજું ઘણું તમને જાણવા મળશે. સાથે સાથે 'M.S.Office' ના અલગ અલગ સોફ્ટવેર અને તેની ખાસીયતો વિશે માહિતી મળશે.  
છતાં પણ તમને કોઈ તકલીફ હોય તો આ સાઈટ પર તમે તમારા પ્રશ્નો પણ મૂકી શકો તેવી વ્યવસ્થા કરવામાં આવી છે  અને તે પ્રશ્નોના જવાબ આપવાનો પૂરે પુરો પ્રયત્ન કરવામાં આવે છે. આશા રાખીએ કે આપ નીચે દર્શાવેલ સાઈટની મુલાકાત લઈ આપના કમ્યૂટર જ્ઞાનમાં વધારો કરશો. 

Friday, January 4, 2013

 ફાજલ રિકોલ પરિપત્ર ( મહેસાણા ) 
 પત્રક 1 
પત્રક 2 



ઘણા મિત્રો પૂછે છે કે વસ્તી ગણતરીની કામગીરી માટે રજાનો કોઈ પરિપત્ર હોયતો જણાવશો.સુરત ડી.ઈ.ઓ દ્વારા થયેલ પરિપત્ર અહિ જાણ સારૂ સામેલ છે. 


વસ્તી ગણતરીની કામગીરી - જમા રજા અંતર્ગત પરિપત્ર