Wednesday, August 13, 2014

ગુજરાતમાં પ્રથમ વખત: 5.50 લાખ સરકારી કર્મીની માહિ‌તી ઓનલાઇન

ગુજરાતમાં પ્રથમ વખત: 5.50 લાખ સરકારી કર્મીની માહિ‌તી ઓનલાઇન




  • સાથી’ સોફ્ટવેરનું મુખ્યમંત્રીના હસ્તે લોંચિંગ
  • પ.પ૦ લાખ સરકારી કર્મીની માહિ‌તી હવે ઓનલાઇન થશે
  • પબ્લિક એડમિનિસ્ટ્રેશન ક્ષેત્રે દેશમાં પ્રથમ પ્રયોગ
  • સામાન્ય વહીવટ વિભાગે વિકસાવેલા 'સિસ્ટમ ઓફ એપ્લિકેશન ઓફ ટેક્નોલોજી ફોર હ્યુમન રિસોર્સીસ ઇમ્પ્રૂવમેન્ટ’ (સાથી)નું લોંચિંગ મંગળવાર મુખ્યમંત્રીએ કર્યું હતું. 
  • આ સોફ્ટવેર એન્ટરપ્રાઇઝ લેવલ સોલ્યુશન તરીકે ઓળખાય છે. જાહેર સાહસો, કોર્પોરેટ એકમોમાં ઉપયોગમાં લેવાતા 'એસએપી’નું આ વિસ્તૃત સ્વરૂપ છે. 
  • પ્રથમ તબક્કામાં પ મોડયૂલ્સ ડેવલપ કરવામાં આવ્યા છે. હાલ રાજ્ય સરકારના વર્ગ-૧, વર્ગ-૨ કક્ષાના ૨૦ હજાર જેટલા સુપરવાઇઝરી ઓફિસરોને આવરી લેતી વિગતોનો ડેટાબેઝ સાથે શરૂ કરાયું છે.



હાલ શું પદ્ધતિ ચાલે છે?
કોઈ પણ સૂચનાઓની આપલે માટે પત્ર વ્યવહાર, ઇ-મેઇલ અને આઈપી મેસેન્જરનો ઉપયોગ થાય છે, પણ હવે આ સોફ્ટવેર હેઠળ આવરી લેવાયેલા કાર્યક્ષેત્રમાં તમામ સૂચના કે વહીવટી બાબતોની ઓનલાઇન આપ લે થશે, જેથી સમયશક્તિ અને માનવ કલાકનો બચાવ થશે.


અધિકારી શું ફાયદો થશે?
અધિકારી, કર્મચારીઓનો સર્વિ‌સ રેકર્ડ ઓનલાઇન ઉપલબ્ધ થશે. ડીએ, એચઆરએ, રજાઓ અને ભૂતકાળના સર્વિ‌સ રેકર્ડમાં થયેલી નોંધની માહિ‌તી એક જ ક્લિકથી મળી રહેશે.

સરકારને શું ફાયદો થશે?
સરકારની કોઈ પણ સૂચના મિનિટોમાં સક્ર્યુલેટ થશે. કર્મચારીની કામગીરી ઓનલાઇન જ હશે તેનો ડેટા ઉપરી અધિકારી ટ્રેક કરી શકશે. કચેરીના વડાથી લઈને મુખ્ય સચિવ પણ કામગીરીનું ઓનલાઇન મોનિટરિંગ કરી શકશે.






No comments:

Post a Comment