મહેસાણા ડી.ઈ.ઓ ઓફિસમાંથી કામગીરીમાં ઢીલાશ તથા ગેરરિતીના મામલે એનોસી બહાલી ક્લાર્કની જિલ્લા બહાર બદલીના સમાચાર તાજેતરમાં મળી રહ્યા છે. ક્લાર્ક શ્રી સાધુ સામે માધ્યમિક - આચાર્ય તથા ઉચ્ચત્તર સંઘ દ્વારા ડી.ઈ.ઓ ને વારંવાર રજૂઆત કરેલ છે. જેનું સફળ પરિણામ મળેલ છે.
શિક્ષકો તથા આચાર્યશ્રીઓ હવે લાંચ રૂશ્વત માંગતા તથા સમય મર્યાદામાં કામ ન કરી ધક્કા ખવડાવતા લાંચિયા ક્લાર્ક તથા અધિકારીઓની સામે ફરિયાદ કરવા આગળ આવવું જોઈએ. કોઈપણ કામ માટે લાલચ આપશો નહિ. સમયમર્યાદામાં કામ ન થાય તો ગમેતે કર્મચારી હોય તેની સામે ફાઈલ અટકાવવાના કારણો લેખિતમાં માંગો. આવા લાંચિયા કર્મચારીઓએ તગડો પગાર લેતા હોય છે. લાંચિયા કર્મચારીઓને એન્ટીકરપ્શનમાં સપડાવતાં પણ શરમાશો નહિ.ટેક્નોલોજીનો ઉપયોગ કરી નાણા માંગે ત્યારે રેકોર્ડિગ કરો.
ભષ્ટાચાર એ દેશ માટે ખતરનાક છે. શિક્ષક કભી સાધારણ નહિ હોતા. ચાણક્યએ જાગવાની જરૂર છે. અંગત લાભ- સ્વાર્થ માટે કરપ્શનના કાળા નાગને દૂધ પીવડાવશો નહિ.
No comments:
Post a Comment