કાયમી નોકરી ધરાવતા ફિક્સ પગાર ધરાવતા લોકોને કેસ સુપ્રિમમાં પેંડીંગ છે. તેની આગામી લિસ્ટીંગ તારીખ ૦૨/૦૯/૨૦૧૪ છે. આજ રોજ ટીવી ૯ તથા સંદેશ ન્યૂઝ ચેનલમાં પ્રસારિત સમાચારમાં જણાવ્યા મુજબ કર્મચારી આનંદો. લઘુત્તમ વેતન અંતર્ગત હાઈકોર્ટ ખફા જેવા ન્યૂઝ વોટ્સ અપ તેમજ ચેનલમાં જોવા મળ્યા. જો કદાચ આવો ચુકાદો આવ્યો હોય તો ખુશીના સમાચાર ગણી શકાય. કારણકે ફિક્સ પગારમાં આજની અસહ્ય મોંઘવારીમાં કુંટુંબનું ભરણપોષણ કરવું તે લોઢાના ચણા ચાવવા જેવી વાત છે.
હું જાણુ છું ત્યાં સુધી અગાઉ બધાજ કર્મચારી માટે હાઈકોર્ટ દ્વારા સરકારને ફિક્સ પગાર બંધ કરી નોકરી લાગે ત્યારથી જ ફૂલ પગાર આપવાની અને સમાન કામ સમાન વેતનના કાયદાનો અમલ કરવાનો રાજ્ય સરકારને હુકમ કરેલ હતો. જેના અનુસંધાને રાજ્ય સરકારે સુપ્રિમ કોર્ટમાં અપીલ દાખલ કરેલ છે . જે એસ.એલ.પી ૧૪૧૨૪/૨૦૧૨ થી દાખલ છે. જેનો આજ સુધી કોઈજ ચુકાદો આવેલ નથી. આગામી તારીખ ૦૨/૦૯/૨૦૧૪ બતાવે છે. એમાં પણ ચુકાદો કે લાસ્ટ જજમેંટ નથી. જેથી રેગ્ય્લર ફિક્સ પગારવાળા કર્મચારીઓ માટે આજના સમાચાર નહિ હોય તેવું મારૂ અંગત માનવું છે.
આજ ન્યૂઝ ચેનલમાં આવતા સમાચાર કદાચ કરાર આધારિત પાર્ટ ટાઈમ કર્મચારીઓએ કોઈ કેસ હાઈકોર્ટમાં દાખલ કરેલ હશે અને તેના અનુસંધાનમાં હાઈકોર્ટ દ્વારા અભ્યાસ કરી સરકારની ટીકા સાથે આવા કર્મચારીઓના ફેવરમાં પગાર વધારાનો ચુકાદો આપ્યો હોય તેવું બની શકે. બાકી મારૂ માનવું છે કે આજના સમાચાર બધાજ કર્મચારીઓ માટે નહિ હોય.. કારણકે ફિક્સ પગાર અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા સુપ્રિમમાં અગાઉ અપીલ દાખલ થયેલ છે.
No comments:
Post a Comment