આજે CCC પરીક્ષા માટે રજિસ્ટ્રેશન ફોર્મ ભરવા માટે  ૧૧-૩૦ કલાકે સાઈટ ઓપન થઈને લગભગ ૧૦ મિનિટમાં જ  ૫૦૦૦ ફોર્મ  ભરાઈ ગયા. ઘણા શિક્ષક મિત્રો રાહ જોતા રહી ગયા અને ૫૦૦૦ ફોર્મસ માટેનું રજિસ્ટ્રેશન ક્લોઝ એવો સંદેશો આવી ગયો. 

પ્રશ્ન એ થાય છે કે પરીક્ષા તથા તાલીમ કમ્પ્યૂટર શીખવા માટે લેવાની છે. નવાઈની વાત એ છે કે સરકારના મતે શિક્ષકોને કમ્પ્યૂટરની તાલીમ લેવાની છે તેવા શિક્ષકોએ રજિસ્ટ્રેશન કરવાનું છે. એકબાજુ સરકાર કમ્પ્યૂટરની તાલીમની જરૂરિયાત છે તેવી વાત કરે છે અને બીજી બાજુ તેવા શિક્ષકો પાસે કમ્પ્યૂટર દ્વારાજ ઓનલાઈન ફોર્મ ભરવાનું કહે છે કે જેમાં ૧૫ કેબી થી ઓછી સાઈઝનો ફોટોગ્રાફ્સ તથા સહી સ્કેન કરી અપલોડ કરવી અને ફોર્મ ભરવું - ફોટો સહી અપલોડ કરવું અને ૧૦ થી ૧૫ મિનિટમાં ક્રિયા પૂર્ણ કરવી.

હવે જે શિક્ષકો આટલું ઝડપી આ બધુ કરી શક્તા હોય તેને કમ્પ્યૂટરના સર્ટીફિકેટની શી જરૂર છે ? 

પ્રશ્ન એ છે કે જો શિક્ષકને તાલીમની જરૂરિયાત છે તો ઓનલાઈન ફોર્મ ભરતા આવડતું હશે તેવું કેવી રીતે માની શકાય ? 

૧૦૦૦ કે ૫૦૦૦ ફોર્મ ભરવાના તબક્કામાં ઝડપી ફોર્મ ભરવું તે લોઢાના ચણા ચાવવાની વાત છે. 

કેટલાયે એવાયે શિક્ષકો છે કે જેને ઉચ્ચત્તર પગાર ધોરણ મેળવવા કે અન્ય લાભ મેળવવા CCC  પરીક્ષા પાસ કરવી અગ્રતાક્રમે છે તેવા શિક્ષકો લિમીટેડ ક્વોટાના ફોર્મમાં ફોર્મ ભરી શક્યા નથી. અને એવા ઘણાયે શિક્ષકો છે કે જેમને હાલ પરીક્ષા પાસ કરવી ખૂબ અગત્યની નથી તેઓ ઝડપી ફોર્મ ભરી શક્યા છે. 

આવા સંજોગોમાં જરૂરિયાતવાળા લોકોને ખૂબજ હાલાકી અનુભવવી પડે છે. 

સરકારે જિલ્લાવાઈઝ રજિસ્ટ્રેશન ફોર્મનો ક્વોટા જાહેર કરવો જોઈએ જેથી બધાજ જિલ્લાના લોકોને ન્યાય મળે રહે. 

આભાર 
જિતેન્દ્ર પટેલ 

3 comments:

 1. જીતુભાઈ,
  c.c.c.ની પરીક્ષા માટેનું રજિસ્ટ્રેશન gtuવાળા બંધ શા માટે કરી દેતા હશે ? ૨૪ કલાક ચાલુ રાખી ને રજિસ્ટ્રેશન કરી લે તો શું વાંધો ? આવું કરવાથી gtuને ફી તો વહેલી જ મળવાની અને જેને પહેલા ઉચ્ચતર પગાર ધોરણ "ડ્યુ" થતું હોય તેને "જોઈનીગ ડેઈટ"ને આધારે "પ્રાયોરીટી"આપી શકાય.આ તો ફી મોડી મળશે અને કર્મચારી દુ:ખી -નારાજ થયા.આમાં તો "જમણ જાય અને સગો દુભાય" તેવું થયું.
  "એક્સલ શીટ" દ્વારા "એસેન્ડીંગ" કે "ડીસેન્ડીંગ" કરતા શું વાર લાગે ? આ તો હવેલીમાં હિંડોળા ના દર્શન માં ટેરો આવે તેમ પાંચ મિનીટ માં સાઈટ બંધ !શિક્ષકો હોય કે અન્ય કર્મચારી દોડીદોડીને site ખોલે ત્યાં તો ફોર્મની નિયત સંખ્યા પૂરી થઇ ગઈ હોય .
  આ જ કામ મા.શિ.બોર્ડ ને સોંપી દીધું હોત તો એક જ રવિવારે કામ પૂરું થાત આમ પણ બોર્ડ દસ લાખ વિદ્યાર્થીની પરીક્ષા લે છે.આ તો ફક્ત ૨૫૦૦૦ની જ પરીક્ષા લેવાની છે.ધોરણ ૧૨ ની કોમ્પ્યુટર ની c.c.c.સમકક્ષ પરીક્ષા લે છે ને ? મા.શિ.બોર્ડ પરીક્ષા ની બાબતમાં સૌથી વધુ અનુભવી છે.tat કે tet ની પરીક્ષા મોટી સંખ્યા માં લઇ શકાય તો આમાં શું મુશ્કેલી ?

  ReplyDelete
 2. રજાના દિવસે એક આખા દિવસમાં જે કર્મચારીઓને ccc/ccc+ પરીક્ષા આપવાની હોય તેઓનું રજીસ્ટ્રેશન થવું જોઇએ. GTU આ કામ તો સરળતાથી કરી શકે આશા રાખીએ કે નજીકના ભવિષ્યમાં આપણી વાતને ધ્યાને લેવાય.

  ReplyDelete

 
Top