સ્પર્ધાત્મક
પરીક્ષાના ઉમેદવારોની અરજી કયા સંજોગોમાં રદ થવાને પાત્ર છે (ઉમેદવારે
અરજી ફોર્મ આપતાં પહેલાં આ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ.)
અરજી મંડળે નિયત કરેલ
અરજી પત્રકમાં ન હોય.
અરજીમાં વિગતો અધૂરી કે
અવાચ્ય હોય.
અરજી અને/અથવા પરિશિષ્ટમાં
ઉમેદવારની સહી ન હોય.
અરજી અને/અથવા પરિશિષ્ટમાં
કેપીટલ લેટરમાં સહી કરેલ હોય.
અરજી અને/અથવા પરિશિષ્ટમાં
ફેકસથી કે ઇ-મેઇલથી મોકલાવેલ હોય.
અરજી અને/અથવા પરિશિષ્ટમાં
તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ લગાવેલ ન હોય.
અરજી અને/અથવા પરિશિષ્ટમાં
પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફની ઝેરોક્ષ લગાવેલ હોય.
અરજી અને/અથવા પરિશિષ્ટ
બે માંથી એક જ મોકલાવેલ હોય.
અરજી સાથે પૂરેપૂરી ફી
ભરેલ ન હોય.
અરજી ફી ભરેલ હોય, પરંતુ
ભારતીય પોસ્ટલ ઓર્ડર જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખ પહેલાનો ખરીદેલ હોય.
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગ તથા શારીરિક વિકલાંગતા ધરાવતા ઉમેદવારે અરજી પત્રક સાથે સક્ષમ અધિકારી દ્વારા અપાયેલ પ્રમાણપત્રની નકલ રજૂ કરેલ ન હોય.
ઉમેદવારે અરજી પત્રકમાં અનુભવ દર્શાવેલ હોય (જેના આધારે પાત્રતા નક્કી કરવાની થતી હોય) અને તેના સમર્થનમાં પ્રમાણપત્રો રજૂ કરેલ ન હોય અથવા તો રજૂ કરેલ પ્રમાણપત્રો તેઓનો અનુભવનો સમયગાળો, મૂળ પગાર, કુલ પગાર અને અનુભવનો પ્રકાર દર્શાવેલ ન હોય તથા સંસ્થાના લેટરપેડ ઉપર પ્રમાણપત્ર ન હોય.
No comments:
Post a Comment