ઘણા હિન્દીના શિક્ષક મિત્રોનું કહેવું છે કે માધ્યમિક શિક્ષકની હમણાં લેવાયેલ TAT  પરીક્ષાના હિન્દી વિષયના સોલ્યુશનમાં  ઘણા બધા પ્રશ્નોના જવાબ ખોટા છે. 
બોર્ડની વેબસાઈટ પર હિન્દીની કી હાલ ખુલતી નથી. પરંતુ બોર્ડ દ્વારા અગાઉ જે કી મૂકેલ હતી તે આપની જાણ માટે અહિ નીચે લિંકમાં મૂકેલ છે.

આ અંતર્ગત હિન્દી વિષય શીખવતા શિક્ષક મિત્રો નીચે બોર્ડ દ્વારા મુકેલ હિન્દી પ્રશ્નપત્રની કી નો અભ્યાસ કરશો અને જો કી ખોટી જણાય તો આ બ્લોગમાં આપની કોમેંટ્સ જણાવશો. જેથી આગળ બોર્ડમાં રજૂઆત કરી શકાય. અને પ્રશ્નોના સાચા સોલ્યુસન વાળી કે મૂકાવી શકાય. 


આપની કોમેંટ્સ આવકાર્ય છે. 

આભાર .....
જિતેન્દ્ર પટેલ  

1 comments:

  1. હિન્દી અને ગુજરાતી ભાષામાં ઘણાં પ્રશ્નો કૉમન હતાં. પ્રથમ અપલૉડ થયેલ આન્સર કી માં બંને ભાષાઓના (ગુજરાતી - હિન્દી) જવાબો પરસ્પર વિસંગત હતા. લગભગ 15 (પંદર) જેટલાં પ્રશ્નોના જવાબ ખોટા હતાં. જો કે હવે નવી સુધારેલ કી માં સુધારો કરી દીધેલ છે. તેમ છતાં પ્રશ્ન થાય છે કે શું પેપર-સેટરને પણ સાચાં જવાબો ખબર નહીં હોય ? ઉમેદવારોના ભાવિ સાથે આવાં ચેડાં થાય એ દુખદ બાબત છે...

    ReplyDelete

 
Top